Home /News /rajkot /

ગુજરાતના જાણીતા મહંત લાલબાપુએ કર્યો લમ્પી વાયરસના દેશી અકસીર ઉપાયનો દાવો, અનેક ગાયોના બચ્યાં જીવ

ગુજરાતના જાણીતા મહંત લાલબાપુએ કર્યો લમ્પી વાયરસના દેશી અકસીર ઉપાયનો દાવો, અનેક ગાયોના બચ્યાં જીવ

ગધેથડ ગાયત્રી આશ્રમના મહંત પૂજ્ય લાલબાપુ

Gujarat latest news: આ લમ્પી વાયરસના કારણે સૌરાષ્ટ્રમાં અબોલ જીવોના મૃત્યુ થઈ રહ્યા છે. ત્યારે દેશી ઉપચારથી ગૌમાતાના જીવ બચાવવા માટે પૂજ્ય લાલબાપુએ હળદર અને મરીને ઔષધ ગણાવ્યા છે.

    મુનાફ બકાલી, રાજકોટ : ઉપલેટાના ગધેથડ ગાયત્રી આશ્રમના (Gayatri Ashram) મહંત પૂજ્ય લાલબાપુ (lalbapu) દ્વારા ગૌમાતામાં ફેલાઈ રહેલા ઘાતક લમ્પી વાયરસથી (lumpy Virus) બચાવવા માટેનો દેશી અકસીર ઉપાય સૂચવ્યો છે. રાજ્યમાં હાલ કોરોના વાયરસની સાથે પશુઓમાં ફેલાયેલો લમ્પી વાયરસ કાળો કહેર વરસાવી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં લમ્પી વાયરસના કારણે અનેક પશુઓના મોત થયા છે. ત્યારે ઉપલેટાના ગધેથડ ગાયત્રી આશ્રમના મહંત પૂજ્ય લાલબાપુ દ્વારા ગૌમાતામાં ફેલાઈ રહેલા ઘાતક લમ્પી વાયરસથી બચાવવા માટેનો દેશી અકસીર ઉપાય સૂચવ્યો છે.

    ઘણીબધી ગાયોના બચ્યા જીવ


    સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં જ્યારે લમ્પી વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે અનેક અબોલ જીવોને ઉગારવા માટે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગધેથડ ગામ પાસે આવેલા વેણુ ગંગા ગાયત્રી આશ્રમના પૂજ્ય લાલબાપુએ એક અનોખો સેવા યજ્ઞ શરૂ કરીને આ ઘાતક લમ્પી વાયરસ સામે ગૌમાતાને બચાવવા માટે અકસીર દેશી ઈલાજ સૂચવ્યો છે. જેનાથી ઘણી બધી ગાયોના જીવ બચી ગયા હોવાનું પણ જાણવા મળ્યું છે.

    શ્રાવણ માસમાં આ વૃદ્ધનો આઇડિયા જાણીને તમે પણ થઇ જશો ખુશ

    હળદર અને મરીને ઔષધ ગણાવ્યા


    આ લમ્પી વાયરસના કારણે સૌરાષ્ટ્રમાં અબોલ જીવોના મૃત્યુ થઈ રહ્યા છે. ત્યારે દેશી ઉપચારથી ગૌમાતાના જીવ બચાવવા માટે પૂજ્ય લાલબાપુએ હળદર અને મરીને ઔષધ ગણાવ્યા છે. જે ઉપાય સૂચવ્યો છે એ જોઈએ તો, હળદર, કાળી મરીનો પાવડર, સાકર કે મધ, ઘીને રોટલીમાં ગાયોને આપવું. તેમજ ખાસ કરીને ગૌમાતાના શરીર ઉપર જે ચાઠા પડી ગયા હોય તેના પર ફટકડી અને કપૂરવાળું પાણી દિવસમાં બે ત્રણ વખત છંટકાવ કરવો. આ ડોઝ દિવસમાં બે વખત ગૌમાતાને આપવો એવી રીતે આ ડોઝ ત્રણ દિવસ સુધી રોજ આપવાથી ગાય માતાને બચાવી શકાય છે.

    પી.ડી.વાઘેલા દેશમાં 5G લોન્ચ કરવાના અંતિમ ચરણોની તૈયારીમાં વ્યસ્ત

    ગૌમાતાને બચાવવી એ પુરા દરેક સમાજની ફરજ છે. જો ગાયો બચશે તો દેશ બચશે તેવું પૂ. લાલબાપુએ જણાવ્યું હતું. આ ઉપચારને જામનગરમાં આશાપુરા મિત્ર મંડળના યુવાનોએ દેશી ઉપચાર કરતા 1200થી 1300 જેટલી ગૌ માતાને લમ્પી વાયરસથી રક્ષણ મળ્યું હોવાનું પૂ. લાલબાપુએ જણાવ્યું હતું. જેથી દરેક પશુપાલકો આ ઉપચાર કરે અને ગૌમાતાને બચાવે તેવી લાગણી વ્યક્ત કરી હતી.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: ગુજરાત, રાજકોટ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन