Rajkot Love Jihad: રાજ્યમાં વધુ એક લવજેહાદનો કિસ્સો નોંધાયો છે. અમદાવાદના જુહાપુરાના શખ્સે રાજકોટની યુવતી પર દુષ્કર્મ આચર્યું છે. યુવતીએ નોંધાવેલી ફરિયાદ બાદ મોટા ખુલાસા થયા છે.
રાજકોટઃ રાજ્યમાં વધુ એક લવજેહાદનો કિસ્સો બન્યો છે. આ વખતે અમદાવાદના વિધર્મી યુવકે રાજકોટની યુવતીને મિત્રતાની જાળમાં ફસાવ્યા બાદ તેને હોટલમાં લઈ જઈને તેના પર દુષ્કર્મ આચર્યાનો કિસ્સો બન્યો છે. જુહાપુરાના ઝુબીન શમીમખાન પઠાણ નામના શખ્સે અગાઉ પણ અન્ય યુવતીઓનું જીવન નર્ક બનાવ્યું હોવાનું તપાસમાં સામે આવી રહ્યું છે. આ મામલે પોલીસ દ્વારા ઊંડી તપાસ શરુ કરવામાં આવી છે જેમાં વધુ કેટલાક ખુલાસા થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.
અમદાવાદ શહેરના જુહાપુરામાં આવેલા અલસાગર એપાર્ટમેન્ટમાં રહેતા ઝુબીન શમીમખાન પઠાણ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે, જેણે મૂળ જામનગરની અને હાલ રાજકોટમાં રહેતી 30 વર્ષની યુવતીને પોતાની પ્રેમ જાળમાં ફસાવ્યા બાદ તેના પર દુષ્કર્મ આચર્યું છે.
યુવતીની ઓળખ વર્ષ 2018માં અમદાવાદમાં નોકરી દરમિયાન ઓળખ થઈ હતી, બન્ને વચ્ચે સંપર્ક વધતા તેમણે એક બીજાના નંબરોની આપલે કરી હતી. ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે યુવતી ગ્રુપમાં તેના મિત્ર બનેલા ઝુબીન સાથે ફરવા પણ જતી હતી, વર્ષ 2019માં તે નોકરી છોડીને પરીક્ષાની તૈયારી માટે રાજકોટ આવી ગઈ હતી અને ત્યારે પણ ઝુબીન સંપર્કમાં હતો.
નવેમ્બર 2021માં ઝુબીન શમીમખાન પઠાણ રાજકોટ ગયો હતો ત્યારે તેણે યુવતીનો સંપર્ક કર્યો હતો અને તેને ભોળવીને શહેરના 150 ફૂટ રિંગરોડ પર આવેલી એક હોટલમાં લઈ ગયો હતો. અહીં તેણે બળજબરીથી યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.
યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા ત્યારે ઝુબીને ફોટો વિડીયો પણ ઉતારી લીધા હતા. આ પછી યુવતીએ તેની સાથે સંપર્ક ઓછો કરી નાખ્યો હતો. બીજી તરફ વિધર્મી યુવકે યુવતીના અંગત ફોટો-વિડીયો વાયરલ કરી દેવાની અને તેના પરિવારને મોકલી દેવાની ધમકીઓ આપવાનું પણ શરુ કર્યું હતું. આ મામલે રાજકોટ પોલીસને ફરિયાદ મળતા પોલીસે તપાસ શરુ કરી છે. જેમાં એવી પણ વિગતો સામે આવી છે કે આ યુવકે અગાઉની પાર્ટનરને તલાક આપી દીધા હતા, અને તે પછી હિન્દુ યુવતી સાથે લગ્ન કરીને આ ચોથી યુવતીના જીવનને નર્ક બનાવ્યું છે.
આ સિવાય કોઈ અન્ય યુવતીને ઝુબેન પઠાણે શિકાર બનાવી છે કે કેમ તે અંગે પોલીસ દ્વારા વિગતે તપાસ કરવામાં આવી રહી છે.