સંઘર્ષની વાત કરતા કુંદનબેન કાકડીયાએ જણાવ્યું હતું કે, વર્ષ 2009માં મેં મેટોડામાં આવેલી લેમીનેટ્સની ફેકટરીમાં એકાદ વર્ષ નોકરી દ્વારા મારી કારકિર્દીની શરૂઆત કરી છે. ત્યારબાદ મને પોતાનો બિઝનેસ કરવાનો વિચાર આવ્યો હતો.
Mustufa Lakdawala ,Rajkot : 8 માર્ચ એટલે વુમન્સ ડે છે.આ દિવસને મહિલાઓ માટે સમર્પિત કરવામાં આવ્યો છે.આજે દરેક ક્ષેત્રમાં મહિલાઓ ખંભાથી ખંભો મિલાવીને કામ કરી રહી છે.આજે મહિલાઓ આર્મી, નેવી, એન્જીનિયરિંગ સહિત દરેક ક્ષેત્રમાં મોખરે રહીને કામ કરી રહી છે.ત્યારે આજે અમે એક એવા મહિલાની વાત કરવા જઈ રહ્યા છી કે, ગુજરાતની સૌપ્રથમ મહિલાની કે જેમણે પ્લાયવુડ-લેમીનેટ્સના બિઝનેસમાં પોતાની એક ઓળખ ઉભી કરીને શક્તિ સાબિત કરી બતાવ્યું છે.
સંઘર્ષની વાત કરતા કુંદનબેન કાકડીયાએ જણાવ્યું હતું કે, વર્ષ 2009માં મેં મેટોડામાં આવેલી લેમીનેટ્સની ફેકટરીમાં એકાદ વર્ષ નોકરી દ્વારા મારી કારકિર્દીની શરૂઆત કરી છે. ત્યારબાદ મને પોતાનો બિઝનેસ કરવાનો વિચાર આવ્યો હતો. જેને લઈને એક દુકાન ભાડે રાખીને ફર્નિચરના રો-મટીરિયલનો વેપાર શરૂ કર્યો હતો.
" isDesktop="true" id="1351279" >
ત્યારબાદ એક પછી એક ત્રણ દુકાન અને એક મોટું ગોડાઉન લઈ મેં મારુ કામ આગળ વધાર્યું હતું. તો માલનો સમાવેશ ન થતો હોવાથી 2016માં મેં આ મોટી જગ્યા લઈને અહીં કામ શરૂ કર્યું છે. જેમાં હવે આ જગ્યા પણ નાની પડે છે. આ કારણે 2023માં પાળ રોડ પર 520વાર જગ્યા લીધી છે. જ્યાં 2026માં ભવ્ય શોરૂમ શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.
વધુમાં કુંદનબેન કાકડીયાએ જણાવ્યું હતું કે,જ્યારે આપણે સંઘર્ષ કરતા હોઈએ ત્યારે આપણે જ જાણીએ છીએ, પરંતુ જ્યારે સફળતા મળે છે ત્યારે દુનિયાને ખબર પડી જાય છે. કોઈ કહે છે કે, નસીબ સારા છે એટલે સફળતા મળી છે. જોકે સફળતા મળ્યા બાદ સંઘર્ષ જેવું કંઈ લાગતું જ નથી અને સંઘર્ષ કર્યાનો આનંદ આવે છે. અમારા વ્યવસાયમાં મોટાભાગે ગ્રાહકોને જ્ઞાન હોતું નથી. ત્યારે અમે તેઓની જરૂરિયાત સમજીને સાચી સલાહ આપીએ છીએ. આ માટે ગ્રાહકને અન્ય સ્થળે મોકલવો જરૂરી હોય તો એમ પણ કરીએ છીએ. જેથી ગ્રાહકોનો અમારા પર વિશ્વાસ સતત વધી રહ્યો હોવાને કારણે ભાડાની દુકાનમાંથી આ એમ્પાયર ઉભું થયું છે.
પ્લાયવુડ-લેમીનેટ્સના બિઝનેસમાં હું 2009માં આવી ત્યારે કોઈ મહિલાઓ નહોતી,આજે પણ નથી. જોકે હવે હું મહિલાઓને આ લાઈનમાં આવવા પ્રોત્સાહન આપું છું, મારા ભાભીને મારી સાથે લાવીને મેં જ મહિલાઓને આ લાઈનમાં લઈ આવવાની શરૂઆત કરી છે. સામાન્ય રીતે જોખમ દરેક બિઝનેસમાં હોય છે પણ આપણે તેને સરળ કરવા જરૂરી છે. જ્યારે તમે તમારા કામને પ્રેમ કરવા લાગો ત્યાતે ધીમે ધીમે તે સહેલું બની જાય છે. અને એક સમય એવો આવે છે જ્યારે કામ કર્યા વિના કે જોખમ લીધા વિના મજા જ આવતી નથી. આજે હું ક્યાય પણ જાઉં દિવસમાં એક વખત અહીં આવું નહિ ત્યાં સુધી બધું અધૂરું લાગે છે. આમ કામને પ્રેમ કરીએ એટલે જોખમનો સવાલ રહેતો નથી.