Home /News /rajkot /KhodalDham: ખોડલધામનો સાતમો પાટોત્સવ, અનાર પટેલ બન્યાં નવાં ટ્રસ્ટી

KhodalDham: ખોડલધામનો સાતમો પાટોત્સવ, અનાર પટેલ બન્યાં નવાં ટ્રસ્ટી

અનાર પટેલ ખોડલધામનાં નવા ટ્રસ્ટી બન્યાં છે.

ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલ ખોડલધામનાં નવા ટ્રસ્ટી બન્યાં છે.

    રાજકોટ: ખોડલધામની પ્રાણપ્રતિષ્ઠાનાં આજે 6 વર્ષ પુરા થયા છે. ખોડલધામનો આજે સાતમાં વર્ષમાં પ્રવેશ થઇ રહ્યો છે. ત્યારે આ ઉત્સવને યાદગાર બનાવવા અવનવા આયોજનો હાથ ધરાયા છે. આ સાથે કન્વિનર તેમજ સ્વયંસેવક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે અહીંથી અન્ય મોટા સમાચાર સામે આવી રહ્યાં છે કે, ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલ ખોડલધામનાં નવા ટ્રસ્ટી બન્યાં છે.

    આ પણ વાંચો: સુરતની વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઇ ટૂંકાવ્યું જીવન

    અનાર પટેલ નવાં ટ્રસ્ટી


    આપને જણાવીએ કે, ખોડલધામ આજે સાતમાં વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. ત્યારે અનાર પટેલ ખોડલધામ ટ્રસ્ટ મંડળનાં ટ્રસ્ટી બનવાની જાહેરાત કરી છે.

    આ પણ વાંચો: ગુજરાતીઓ કાતિલ ઠંડી માટે રહેજો તૈયાર

    સ્વયંસેવકોની ટીમ ખડેપગે


    આપને જણાવીએ કે, ખોડલધામ મંદિર દેશ - વિદેશમાં જાણીતું છે. ધર્મસ્થાનની સાથે સાથે ખોડલધામ સૌરાષ્ટ્રનું પ્રવાસન ધામ પણ બની ગયું છે. આજે શનિવારે આ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાના 6 વર્ષ પુરા થશે અને 7માં વર્ષમાં પ્રવેશ થઇ રહ્યો છે. ત્યારે આ ઉત્સવને યાદગાર બનાવવા અવનવા આયોજનો હાથ ધરાયા છે અને સાથે કન્વિનર તેમજ સ્વયંસેવક બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ભક્તો મા ખોડલના દર્શન માટે આવતા હોય ત્યારે તેઓને પાર્કિંગથી લઈને મંદિર સુધી કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે મોટી સંખ્યામાં કાર્યકરો સેવાનો લાભ આપશે. તેઓ પાર્કિંગ, મંદિર, કેન્ટીન, અન્નપૂર્ણાલય, બગીચા, ગજેબો, શક્તિવન, ચા ઘર, પ્રસાદઘર સહિત તમામ જગ્યાએ સ્વયંસેવકોની ટીમ ખડેપગે રહેશે અને આવનારા ભાવિકોને કોઇ તકલીફ ન પડે તે માટે સતત ધ્યાન રાખશે.

    રંગબેરંગી લાઇટોથી સુશોભિત


    ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના 7માં વર્ષના પ્રવેશ પ્રસંગે મંદિર પરિસરમાં રંગબેરંગી લાઈટોથી સુશોભન કરવામાં આવ્યું છે. જાણે દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં ભક્તો મા ખોડલના દર્શનાર્થે પધારવાના હોય વ્યવસ્થાના ભાગરૂપે 4000થી વધુ સ્વયંસેવકો અને પોલીસ સ્ટાફ ખડેપગે રહેશે.
    " isDesktop="true" id="1324067" >

    વૈદિક હવન કરવામાં આવશે


    અહિંયા સ્વયંસેવકો દ્વારા વૈદિક હવન કરવામાં આવશે અને ધ્વજાનું પૂજન કરવામાં આવશે. બાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નવા મંત્રીઓ અને નવા ચૂંટાયેલા MLA અને ખોડલધામ ટ્રસ્ટીઓ દ્વારા 52 ગજની ધ્વજાનું આરોહણ કરવામાં આવશે. જે બાદવિશાળ સભા યોજાશે. જેમાં ખોડલધામ દ્વારા પોતાના આગામી કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવશે.કાર્યક્રમ પૂર્ણ થયા બાદસમૂહ રાષ્ટ્રગાન કરવામાં આવશે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: ખોડલધામ, ગુજરાત, રાજકોટ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन