Home /News /rajkot /Rajkot election: વજુભાઇ વાળાની મોટી વાત, 'મોરબીની દુર્ઘટનાની કોઇ અસર ગુજરાત ચૂંટણી પર નહીં પડે'

Rajkot election: વજુભાઇ વાળાની મોટી વાત, 'મોરબીની દુર્ઘટનાની કોઇ અસર ગુજરાત ચૂંટણી પર નહીં પડે'

વજુભાઇ વાળાની ફાઇલ તસવીર

Gujarat Election: આપની અસર પર તેમણે જણાવ્યુ કે, ગુજરાતની જનતા સારી રીતે જાણે છે કે, કેન્દ્રમાં બેઠેલા ભાજપના વડાપ્રધાને ભારત અને ગુજરાત માટે શું કર્યુ છે. બીજેપીમાં કોઇ આંતરિક ડખા નથી.

  રાજકોટ: રાજ્યમાં ચૂંટણી પહેલાનો રાજકીય ગરમાયો દેખાઇ રહ્યો છે. રાજકોટ પશ્ચિમની બેઠકને ભાજપનો ગઢ માનવામાં આવે છે. અહીંથી કોઇપણ ઉમેદવાર ઉભો રહે પરંતુ લહેરાય તો કેસરિયો જ. આ બેઠક પરથી પાટીદારોએ પણ લડવાની માંગ કરી હતી. સિદસર ઉમિયાધામના પ્રમુખ જેરામ વાંસજાળિયાએ જણાવ્યું હતું કે 'પશ્ચિમની બેઠક પર અમારા સવા લાખ મતદારો છે, અમને ટિકિટ આપો.' ત્યારે દિગ્ગજ નેતા વજુભાઇ વાળાની સૌરાષ્ટ્રના રાજકારણમાં એન્ટ્રી થતા અનેક વાતો ચર્ચાઇ રહી છે. વજુભાઇ વાળાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હું, વજુભાઇ વાળા પાર્ટીનો કાર્યકર છું. પાર્ટી જે ઉમેદવારનું નામ આપશે તેને જીતાડવા માટે હું તન, મન અને ધનથી કામ કરીશ. ઉમેદવારોનાં નામ રાજ્યકક્ષા અને કેન્દ્ર સરકારનાં લોકો નક્કી કરીને કહેશે.

  ... તો 500 બેઠક કરવી પડે


  આ સાથે તેમણે જણાવ્યુ કે, ઓબીસી સમાજની ટિકિટની માંગણી પર વજુભાઇએ જણાવ્યુ કે, ટિકિટની માંગણી તો દરેક સમાજના લોકો કરે પરંતુ સમગ્ર સમાજનું વિચારીને જ પાર્ટી નક્કી કરે છે. અનેક પ્રકારની જ્ઞાતિને સાથે સંતોષ આપી ન શકાય. દરેકની માંગણી પ્રમાણે સીટ કરવામાં આવે તો 182ને બદલે 500 સીટ કરે તો પણ ઓછી પડે.


  અમને સંભવિત ઉમેદલવારોનાં નામ આપવાનો અધિકાર છે


  આ સાથે તેમણે વધુમાં જણાવ્યુ કે, પાર્લામેન્ટ્રી બોર્ડ તમામ લોકોને સાંભળે દરેકના હકારાત્મક અને નકારાત્મક પાસા સાંભળે અને તે પછી નક્કી કરે કે, કોને લેવા કે નહીં. જેબાદ કેન્દ્ર સરકાર એ નામ પર મહોર મારે કે પછી તેમાં બદલાવ કરી શકો છો. તમામ લોકોને નામ આપવાનો અધિકાર છે.


  વિજય રૂપાણી અંગે શું કહ્યુ?


  વિજયભાઇ રૂપાણી અંગે તેમણે કહ્યુ કે, તે તો વિજયભાઇએ નક્કી કરવાનું અને પાર્લામેન્ટ્રી બોર્ડે નક્કી કરવાનું હોય છે. આપની અસર પર તેમણે જણાવ્યુ કે, ગુજરાતની જનતા સારી રીતે જાણે છે કે, કેન્દ્રમાં બેઠેલા ભાજપના વડાપ્રધાને ભારત અને ગુજરાત માટે શું કર્યુ છે. બીજેપીમાં કોઇ આંતરિક ડખા નથી.

  આ પણ વાંચો:  Live કેજરીવાલ, પી.ચિદમ્બરમ ગુજરાતમાં તો સીએમ પટેલ અને પાટીલ દિલ્હીમાં

  મોરબીની દુર્ઘટના અંગે પણ વાત કરી


  મોરબીની દુર્ઘટના બની તે રાજ્યની બેદરકારીના કારણે નથી બની. નગરપાલિકાએ કોઇ કંપનીને કામ માટે આપ્યુ હતુ. સીટનું નિર્માણ કર્યુ છે તેના રિપોર્ટમાં સામે આવશે કે આમાં કોણ જવાબદાર છે અને કોના કારણે આ દુર્ઘટના ઘટી છે. મોરબીની દુર્ઘટનાની કોઇ અસર ચૂંટણી પર નહીં પડે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Gujarat Assembly Election 2022, Gujarat Elections, ગુજરાત, ગુજરાત ચૂંટણી, રાજકોટ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन