Gujarat Elections 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં નવાજૂની થઈ છે. ભાજપ જંગી બહુમત તરફ આગળ વધી રહી છે. તો કોંગ્રેસ આમ આદમી પાર્ટીના સુપડા સાફ થઈ રહ્યા છે.
લલિત વસોયાએ હાર સ્વીકારી
ધોરાજીમાં લલિત વસોયાએ હાર સ્વીકારી છે. તેઓની સામે ભાજપ ઉમેદવારે સરસાઈ મેળવી લીધી છે.
મારી બેઠક પર આમ આદમી પાર્ટી કૉંગ્રેસને નુકસાન કરી રહી છે. હું સ્પષ્ટ પણે કહું તો આમ આદમી પાર્ટીને કારણે હું ધોરાજી-ઉપલેટાની બેઠક હારી રહ્યો છું. આમ આદમી પાર્ટી કૉંગ્રેસ પાર્ટીને નુકસાન કરી રહી છે. કૉંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનનો કોઈ સવાલ જ નથી. આમ આદમી પાર્ટી ભાજપના ઈશારે કૉંગ્રેસને નુકસાન પહોંચાડવા માટે ચૂંટણી લડવા આવી છે.- લલીત વસોયા
રાજકોટની જસદણ બેઠક પરથી કુંવરજી બાવળીયા અને દક્ષિણમાં રમેશ ટીલાળા આગળ ચાલી રહ્યા હતા. તો પશ્ચિમમાં દર્શિતા શાહ પણ આગળ ચાલી રહ્યા હતા.
હાલમાં રાજકોટ જિલ્લામાં કુલ 8 વિધાનસભા સીટ પર ચૂંટણી યોજવામાં આવે છે. વર્ષ 2017ની ચૂંટણીની વાત કરીએ તો આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કોંગ્રેસમાંથી ઇન્દ્રનીલ રાજ્યગુરૂને ટિકિટ આપવામાં આવી હતી. તેમાં ભાજપના વિજય રૂપાણી જીત્યા હતા અને ફરી મુખ્યમંત્રી બન્યા હતા.
આપને જણાવીએ કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં પ્રથમ તબક્કાનું સરેરાશ મતદાન 63.31 ટકા નોંધાયું હતુ અને બીજા તબક્કાનું સરેરાશ મતદાન 65.30 ટકા નોંધાયું છે. આ બંનેનું સરેરાશ મતદાન 64.33 ટકા થયું છે. 2007 બાદ ગુજરાતમાં આ સૌથી ઓછું મતદાન નોંધાયું છે. ગત વર્ષોની ગુજરાત ચૂંટણીના મતદાનની ટકાવારી જોઇએ તો, 2007માં 59.77%, 2012માં 72.02% અને 2017માં 69.01% મતદાન નોંધાયું હતુ.
બે બેઠક પર 80%થી વધુ મતદાન
આ વખતનાં ગુજરાત ચૂંટણીમાં મતદાનનાં આંકડા તપાસીએ તો, થરાદ અને ડેડિયાપાડા બે બેઠક પર 80 ટકાથી વધુ મતદાન થયું છે. જ્યારે 70 ટકાથી વધુ મતદાન થયું હોય તેવા માત્ર પાંચ જિલ્લા છે. જેમાં નર્મદા, તાપી, બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી જિલ્લાનો સમાવેશ થાય છે. 60થી 69 ટતા મતદાન નોંધાયું હોય તેવા 22 જિલ્લા છે. આ ઉપરાંત સૌથી વધુ મતદારો ધરાવતા અમદાવાદ જિલ્લામાં માત્ર 59.05 ટકા મતદાન નોંધાયું છે. આ મતદાનમાં બનાસકાંઠાના થરાદમાં સૌથી વધુ 86.91 ટકા મતદાન થયું છે. જ્યારે ગાંધીધામમાં સૌથી ઓછું 47.86 ટકા મતદાન થયું છે.