Home /News /rajkot /

Gujarat Election 2022: સૌરાષ્ટ્રમાં આવશે રાજકીય ભૂકંપ? 6 ધારાસભ્યો છોડી શકે છે કોંગ્રેસનો હાથ

Gujarat Election 2022: સૌરાષ્ટ્રમાં આવશે રાજકીય ભૂકંપ? 6 ધારાસભ્યો છોડી શકે છે કોંગ્રેસનો હાથ

કોંગ્રેસના છ ધારાસભ્યો પક્ષથી નારાજ છે

Gujarat Congress: આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે, 6 કોંગ્રેસના ધારાસભ્યો પક્ષથી નારાજ છે જેમા સૌરાષ્ટ્રના મોટા મોટા નેતાઓ સામેલ હોવાની ચર્ચા થઇ રહી છે.

  રાજકોટ : ગુજરાત ચૂંટણી (Gujarat Election 2022) પહેલા સૌરાષ્ટ્રમાં રાજકીય (Gujarat Politics) ભૂકંપ આવી રહ્યો હોય તેવા એંધાણ દેખાઇ રહ્યા છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ (Congress in Saurashtra) તૂટી રહી છે. કોંગ્રેસના 6 ધારાસભ્યો પક્ષથી નારાજ ચાલી રહ્યા છે. જોકે, આ અંગે સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રભારી રામકિશન ઓઝાએ જણાવ્યુ છે કે, 'કોંગ્રેસની વિચારધારાવાળા ભાજપમાં નહીં જાય. 6 MLAને પક્ષની વાત હશે તો અમે ચર્ચા કરીશું. માન સન્માન, ટિકિટની વાત હશે તો ચર્ચા કરીશું.'

  આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કોંગ્રેસના છ ધારાસભ્યો પક્ષથી નારાજ છે જેમા અંબરીશ ડેર, ચિરાગ કાલગરિયા, લલિત વસોયા, વિમલ ચુડાસમા, બાબુભાઈ વાજા, હર્ષદ રીબડિયાના નામ સામેલ છે.

  લલિત કગથરાએ લલિત વસોયા અંગે ખુલાસો કર્યો છે. '5 વર્ષથી હું અને લલિત વસોયા એકબીજાના પર્યાય છીએ. અમારા પ્રયત્નો છે કે, વસોયા કોંગ્રેસ સાથે જ રહેશે. અમને વિશ્વાસ છે કે, લલિત વસોયા કોંગ્રેસમાં જ રહેશે'

  રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન સહદેવસિંહે રાજીનામું


  રાજકોટ જિલ્લા પંચાયતમાં નવી બોડી ચૂંટાયાને દોઢ વર્ષનો સમયગાળો વિત્યો છે. ત્યારે દોઢ વર્ષના સમયગાળામાં જ અત્યારસુધીમાં અનેક વખત રાજકોટની જિલ્લા પંચાયત (Rajkot district panchayat)માં આંતરિક વિખવાદ હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે. દોઢ વર્ષના સમયગાળામાં જ રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન સહદેવસિંહે રાજીનામું (Sahdevsinh resignation) આપી દીધું છે. સહદેવસિંહે ડીડીઓને નહીં પરંતુ રાજકોટ જિલ્લા પ્રમુખના કાર્યાલય ખાતે પોતાનું રાજીનામું મોકલી આપ્યું હતું. જોકે, મળતી માહિતી પ્રમાણે પ્રમુખે તેમના રાજીનામાનો સ્વીકાર કર્યો નથી. જુલાઈ મહિનાના અંતિમ દિવસોમાં કારોબારી સમિતિના ચેરમેન સહદેવસિંહ પોરબંદરના સાંસદ રમેશ ધડુકની સાથે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને મળ્યા હતા. અમિત શાહ સાથેની મુલાકાતના ફોટો તેમણે પોતાના facebook એકાઉન્ટ ઉપર પણ અપલોડ કર્યા હતા. અમિત શાહ સાથેની મુલાકાત કરતા ગોંડલ વિધાનસભા ક્ષેત્રમાં એક વાત ચર્ચા હતી કે, સહદેવસિંહ આગામી વિધાનસભાની ચૂંટણી માટે પોતાનો લોબિંગ કરવા પહોંચ્યા હતા. (આ અંગેના સંપૂર્ણ સમાચાર અહીં વાંચો)
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Gujarat Elections, Gujarat Politics, ગુજરાત, ગુજરાત કોંગ્રેસ, રાજકોટ, સૌરાષ્ટ્ર

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन