Home /News /rajkot /Gujarat Election 2022 Voting Live: બોગસ વોટિંગની ફરિયાદ! પ્રિસાઇડિંગ ઓફિસર પત્નીની જગ્યાએ બેસીને કરાવતા હતા મતદાન

Gujarat Election 2022 Voting Live: બોગસ વોટિંગની ફરિયાદ! પ્રિસાઇડિંગ ઓફિસર પત્નીની જગ્યાએ બેસીને કરાવતા હતા મતદાન

બોગસ વોટિંગની ફરિયાદ

Gujarat Assembly Elections 2022 Phase 1 Voting Live Updates: ધોરાજી ઉપલેટા વિધાનસભામાં બોગસ પ્રિસાઇડિંગ ઓફિસર પકડાયો હોઈ તેવો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.




      • ધોરાજીમાં મતદાન દરમિયાન વિવાદ

      • બોગસ પ્રિસાઇડિંગ ઓફિસર મુદ્દે
        વિવાદ




    ધોરાજી ઉપલેટા વિધાનસભામાં બોગસ પ્રિસાઇડિંગ ઓફિસર પકડાયો હોઈ તેવો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિડીયો  ધોરાજી ખાતે આવેલ કે.ઓ શાહ કોલેજ ખાતેથી લેવામાં આવ્યો હોવાની માહિતી મળી છે. અહીંથી બોગસ પ્રિસાઇડિંગ ઓફિસર પકડાયો હતો.

    આ પણ વાંચો: Gujarat Election 2022 Voting Live: બહુ કરી! પોતાને જ મત નહીં આપી શકે આટલા ઉમેદવારો, કારણ જાણીને લાગશે નવાઈ

    પત્નીની જગ્યાએ બેસી બોગસ વોટિંગ કરાવ્યાની ફરિયાદ

    મતદાન મથક ઉપર પત્ની ની જગ્યાએ બેસીને બોગસ મતદાન કરાવતા હોવાની અપક્ષ ઉમેદવારે ચૂંટણી અધિકારીને કરી હતી. તેઓ બોગસ મતદાન કરાવતા હતા તેમની જાણ થતાં એક મતદારે પકડી પાડી ઉપરાંત વિડિયો રેકોર્ડિંગ પણ કર્યું હતું અને  સોશિયલ મીડિયામાં તેનો વાઇરલ વિડિયો પણ ફરતો થઈ ગયો હતો.

    " isDesktop="true" id="1292855" >

    આ ઘટનાને પગલે એક પત્ર દ્વારા બોગસ પ્રિસાઇડિંગ ઓફિસર પર તાત્કાલિક ધોરણે ચૂંટણીપંચના નિયમો લાગુ  કરવામાં આવે તેમજ મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી જેલ હવાલે કરવાની માંગ કરવામાં આવી છે.

    ગુજરાતમાં કુલ મતદારો કેટલા?

    ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને (gujarat election 2022) લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી. પંચ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં, રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. આ સાથે જ, રાજ્યમાં 11,62,528 નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો સામે આવ્યા છે. જેમાં, 4 લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ છે.

    આ પણ વાંચો: Gujarat Election 2022 Voting: રાજ્યમાં પ્રથમ તબક્કાનાં મતદાનમાં આટલા ઠેકાણે EVM બગડ્યા! લાઈનોમાં ઊભા રહ્યા મતદાતાઓ

    2017ના ચૂંટણી પરિણામ પર એક નજર

    ગુજરાતમાં 14મી વિધાનસભાની ચૂંટણી 9મી ડિસેમ્બર, 2017 અને 14 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. 18મી ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી. જોકે, 2012ની ચૂંટણીની સરખામણીમાં કૉંગ્રેસનો વોટ શેર અને બેઠકમાં વધારો થયો હતો. ગુજરાતમાં 1985 પછી કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધારે બેઠક મેળવી હતી. આ ચૂંટણીમાં બીજેપીને 99 બેઠક મળી હતી. કૉંગ્રેસને 77 બેઠક મળી હતી. એનસીપીને એક બેઠક મળી હતી. બીટીપીને બે બેઠક મળી હતી. અપક્ષના ફાળે ત્રણ બેઠક રહી હતી.
    Published by:Mayur Solanki
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन