Home /News /rajkot /Gujarat Election 2022: ધોરાજીમાં કોંગ્રેસના સ્ટેજ પર લલિત વસોયાનો ભાજપ પ્રેમ? કહ્યુ - ‘ભાજપને મત આપજો’

Gujarat Election 2022: ધોરાજીમાં કોંગ્રેસના સ્ટેજ પર લલિત વસોયાનો ભાજપ પ્રેમ? કહ્યુ - ‘ભાજપને મત આપજો’

કોંગ્રેસના સ્ટેજ પર લલિત વસોયાનો ભાજપ પ્રેમ

Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. આ દરમિયાન રાજકીય પાર્ટીઓએ પ્રચાર પણ ચાલુ કરી દીધો છે. પરંતુ આ વચ્ચે ધોરાજીમાં કોંગ્રેસના ધારાસભ્યનો લલિત વસોયાનો ભાજપ પ્રત્યેનો પ્રેમ જોવા મળ્યો છે.

Assembly Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. આ દરમિયાન રાજકીય પાર્ટીઓએ પ્રચાર પણ ચાલુ કરી દીધો છે. પરંતુ આ વચ્ચે ધોરાજીમાં કોંગ્રેસના ધારાસભ્યનો લલિત વસોયાનો ભાજપ પ્રત્યેનો પ્રેમ જોવા મળ્યો છે. તેમણે જાહેર મંચ પરથી ભારતીય જનતા પાર્ટીને મત આપવાની વાત કરી છે. તેઓ ધોરાજીમાં કોંગ્રેસના ધારાસભ્ય છે અને પ્રચાર જાણે ભાજપ માટે કરી રહ્યા હોય એવુ લાગે છે. તેમણે જાહેર મંચ પર લોકોને કહ્યુ છે કે, આપને મત આપવા કરતા ભારતીય જનતા પાર્ટીને મત આપજો.

AAPને મત આપવા કરતાં ભાજપને આપજો: લલિત વસોયા


કોંગ્રેસના MLAનો ભાજપ પ્રેમ જોવા મળતા કોંગ્રેસને ભારે નુકશાન થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, ધોરાજીમાં ધારાસભ્ય લલિત વસોયાનો જાહેરમાં ભાજપ પ્રત્યેના પ્રેમને છતો કર્યો છે. જાહેર મંચ પરથી ભાષણ આપતા લલિત વસોયાએ ભાજપને મત આપવા કરી અપીલ કરી છે. તેમણે જાહેરમાં કહ્યુ છે કે, આમ આદમી પાર્ટીને મત આપવા કરતા ભારતીય જનતા પાર્ટીને મત આપજો. જો કે, તે પ્રચાર કોંગ્રેસ માટે કરી રહ્યા છે અને લોકોને ભાજપને વોટ આપવા માટે અપીલ કરી રહ્યા છે.


કોંગ્રેસના મંચ પરથી ભાજપ માટે કર્યો પ્રચાર


છેલ્લા ઘણા સમયથી તેઓ ભાજપ પ્રત્યે વધારે લાગણી દાખવતા હોય તેવુ લાગી રહ્યુ છે. લલિત વસોયાએ કોંગ્રેસના મંચ પરથી તેમણે ભાજપ માટે પ્રચાર કર્યો છે. ધોરાજીમાં તેમણે કહ્યુ કે આમ આદમી પાર્ટીને મત આપવા કરતા ભાજપને મત આપવીની અપીલ કરી હતી. જોકે આ બાબતે તેમનો બીજો કોઈ અભિપ્રાય સામે આવ્યો નથી. કોંગ્રેસે જ્યારથી પ્રથમ યાદી જાહેર કરી છે, ત્યારથી ઘણી જગ્યાએ કકળાટ જોવા મળ્યો છે. પરંતુ લલિત વસોયાએ તો કોંગ્રેસના જાહેર મંચથી ભાજપ માટે પ્રચાર કર્યો છે.
First published:

Tags: Dhoraji, Gujarat Assembly Election 2022, Lalit vasoya, ગુજરાત વિધાનસભા ચૂંટણી