Home /News /rajkot /Gujarat Election 2022 Dates: ગુજરાત વિધાનસભા ચૂંટણી: જેતપુર બેઠક પર બીજેપી રાદડિયાને ફરી મેદાને ઉતારશે?

Gujarat Election 2022 Dates: ગુજરાત વિધાનસભા ચૂંટણી: જેતપુર બેઠક પર બીજેપી રાદડિયાને ફરી મેદાને ઉતારશે?

જેતપુર બેઠક.

Gujarat Assembly Election 2022 Dates : ગુજરાતની 14મી વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. ત્યારે રાજકોટ જિલ્લાની જેતપુર બેઠક પર પહેલી ડિસેમ્બરના મતદાન યોજવામાં આવશે.

    રાજકોટઃ ગુજરાતમાં 14મી વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. ત્યારે રાજકોટની જેતપુર બેઠક પર પ્રથમ તબક્કામાં 5મી ડિસેમ્બરે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં રાજકોટ જિલ્લામાં કુલ 8 વિધાનસભા સીટ પર ચૂંટણી યોજવામાં આવે છે. વર્ષ 2017ની ચૂંટણીની વાત કરીએ તો આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર જયેશ રાદડિયા અને કોંગ્રેસમાંથી રવિ આંબલિયાને ટિકિટ આપવામાં આવી હતી. તેમાં ભાજપના જયેશભાઈ રાદડિયાની જીત થઈ હતી.
    નંબરબેઠકભાજપકોંગ્રેસજીત
    74જેતપુરજયેશ રાદડિયારવિ આંબલિયાજયેશ રાદડિયા

    સંવેદનશીલ બેઠક

    સૌ જાણે છે જેતપુરનો કાપડ ઉદ્યોગ માત્ર દેશ જ નહીં, પરંતુ વિશ્વભરમાં પ્રખ્યાત અને માંગમાં છે. ત્યારે કોરોના મહામારીના કારણ આ ઉદ્યોગની સ્થિતિ એટલી હદે વણસી છે કે તેને ઉભો કરવામાં વર્ષો લાગી શકે છે. તેમાંય મોંઘવારીનો માર આ ઉદ્યોગ સાથે સંકળાયેલા લાખો મજૂરોના પેટ પર પાટું મારી રહી છે. આ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓનું કહેવું છે કે, કોરોના વચ્ચે માંડ માંડ એકમો ફરી કાર્યરત થયા છે. ત્યારે જીએસટી વધારાનો બોજ કાપડ ઉદ્યોગ સહન કરી શકે તેવી સ્થિતિમાં નથી. ટેક્સટાઇલ પર જો 12 ટકા જીએસટી લાગશે તો સાડી પ્રતિ નંગ 50 રૂપિયા મોંઘી બનશે. એટલું જ નહીં 50 ટકાથી વધુ કારખાના બંધ થઇ જવાના આરે આવી જશે.

    આ પણ વાંચોઃ જેતપુર બેઠકની A to Z માહિતી

    2017ના ચૂંટણી પરિણામ પર એક નજર


    ગુજરાતમાં 14મી વિધાનસભાની ચૂંટણી 9મી ડિસેમ્બર, 2017 અને 14 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. 18મી ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી. જોકે, 2012ની ચૂંટણીની સરખામણીમાં કૉંગ્રેસનો વોટ શેર અને બેઠકમાં વધારો થયો હતો. ગુજરાતમાં 1985 પછી કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધારે બેઠક મેળવી હતી. આ ચૂંટણીમાં બીજેપીને 99 બેઠક મળી હતી. કૉંગ્રેસને 77 બેઠક મળી હતી. એનસીપીને એક બેઠક મળી હતી. બીટીપીને બે બેઠક મળી હતી. અપક્ષના ફાળે ત્રણ બેઠક રહી હતી.

    ગુજરાતમાં કુલ મતદારો કેટલા?


    ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને (gujarat election 2022) લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી. પંચ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં, રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. આ સાથે જ, રાજ્યમાં 11,62,528 નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો સામે આવ્યા છે. જેમાં, 4 લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ છે.


    1 અને 5 ડિસેમ્બરના રોજ મતદાન


    ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાત ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. આ સાથે 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે પાંચ નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જ્યારે, પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ભરી શકાશે ફોર્મ. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: Gujarat Assembly Election 2022, Gujarat Elections

    विज्ञापन
    विज्ञापन