Home /News /rajkot /Gujarat Election 2022 Dates: જસદણ બેઠક પર બાવળિયા કોંગ્રેસ અને ભાજપ બંનેની ટિકિટ પરથી જીત્યા! આ વખતે શું થશે?

Gujarat Election 2022 Dates: જસદણ બેઠક પર બાવળિયા કોંગ્રેસ અને ભાજપ બંનેની ટિકિટ પરથી જીત્યા! આ વખતે શું થશે?

જસદણ બેઠક

Gujarat Assembly Election 2022 Dates : ગુજરાતની 15મી વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. ત્યારે રાજકોટ જિલ્લાની જસદણ બેઠક પર એક ડિસેમ્બરના રોજ મતદાન યોજવામાં આવશે.

    રાજકોટઃ ગુજરાતમાં 15મી વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. ત્યારે રાજકોટની જસદણ બેઠક પર પ્રથમ તબક્કામાં એક ડિસેમ્બરના ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં રાજકોટ જિલ્લામાં કુલ 8 વિધાનસભા સીટ પર ચૂંટણી યોજવામાં આવે છે. વર્ષ 2017ની ચૂંટણીની વાત કરીએ તો આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર ભરત બોઘરા અને કોંગ્રેસમાંથી કુંવરજી બાવળિયાને ટિકિટ આપવામાં આવી હતી. તેમાં કોંગ્રેસના કુંવરજી બાવળિયાની જીત થઈ હતી. જણાવી દઈએ કે, રાજકોટની જસદણ એક માત્ર બેઠક છે જેના પર કોંગ્રેસનો કબજો હતો. જે બાદ કુંવરજી બાવળિયા ભાજપમાં જોડાયા અને તે બાદ થયેલી ચૂંટણીમાં વર્ષો બાદ ભાજપમાંથી કુંવરજી બાવળિયાની જીત થઈ હતી.
    નંબરબેઠકભાજપકોંગ્રેસજીત
    72જસદણભરત બોઘરાકુંવરજી બાવળિયાકુંવરજી બાવળિયા

    કોંગ્રેસના ગઢમાં ગાબડું

    જસદણ બેઠકને આમ તો વર્ષોથી કોંગ્રેસનો કિલ્લો માનવામાં આવે છે. કારણ કે વર્ષ 1995થી 2017 સુધી અહીં સતત પંજાની પકડ રહી હતી. 1995ની ચૂંટણીમાં કુંવરજી બાવળિયા કોંગ્રેસમાંથી વિધાનસભાની ચૂંટણી લડ્યા અને જીતી ગયા તો 2009માં કુંવરજી બાવળિયા રાજકોટ લોકસભાની ચૂંટણી કોંગ્રેસમાંથી લડ્યા અને ભાજપના દાયકાઓ જૂના ગઢના કાંગરા ખેરવી ભવ્ય વિજય મેળવ્યો હતો. 2012ની ચૂંટણીમાં ભોળાભાઇ ગોહિલ કોંગ્રેસમાંથી વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. જો કે 2014માં કુંવરજી બાવળિયા લોકસભા હારી જતા તેઓ ફરી વિધાનસભા લડશે તેવા ડરથી ભોળાભાઇએ કોંગ્રેસ છોડી દીધી હતી. કુંવરજીએ ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ટિકીટ મેળવી અને જસદણ વિધાનસભા જીતી ગયા હતા. પરંતુ વર્ષ 2018માં કુંવરજી બાવળીયા કોંગ્રેસ છોડી કેસરિયો ખેસ ધારણ કરી લીધો હતો.

    આ પણ વાંચોઃ જસદણ બેઠકની A to Z માહિતી

    2017ના ચૂંટણી પરિણામ પર એક નજર


    ગુજરાતમાં 14મી વિધાનસભાની ચૂંટણી 9મી ડિસેમ્બર, 2017 અને 14 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. 18મી ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી. જોકે, 2012ની ચૂંટણીની સરખામણીમાં કૉંગ્રેસનો વોટ શેર અને બેઠકમાં વધારો થયો હતો. ગુજરાતમાં 1985 પછી કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધારે બેઠક મેળવી હતી. આ ચૂંટણીમાં બીજેપીને 99 બેઠક મળી હતી. કૉંગ્રેસને 77 બેઠક મળી હતી. એનસીપીને એક બેઠક મળી હતી. બીટીપીને બે બેઠક મળી હતી. અપક્ષના ફાળે ત્રણ બેઠક રહી હતી.

    ગુજરાતમાં કુલ મતદારો કેટલા?


    ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને (gujarat election 2022) લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી. પંચ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં, રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. આ સાથે જ, રાજ્યમાં 11,62,528 નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો સામે આવ્યા છે. જેમાં, 4 લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ છે.

    1 અને 5 ડિસેમ્બરના રોજ મતદાન


    ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાત ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. આ સાથે 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે પાંચ નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જ્યારે, પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ભરી શકાશે ફોર્મ. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.
    Published by:Samrat Bauddh
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन