Home /News /rajkot /Gujarat Election 2022 Dates: રાજકોટની ગોંડલ બેઠક પર કોને મળશે ટિકિટ? 2017માં બીજેપીના ખાતામાં રહી હતી બેઠક

Gujarat Election 2022 Dates: રાજકોટની ગોંડલ બેઠક પર કોને મળશે ટિકિટ? 2017માં બીજેપીના ખાતામાં રહી હતી બેઠક

ગોંડલ બેઠક

Gujarat Assembly Election 2022 Dates : ગુજરાતની 15મી વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. ત્યારે રાજકોટ જિલ્લાની ગોંડલ બેઠક પર એક ડિસેમ્બરના મતદાન યોજવામાં આવશે.

    રાજકોટઃ ગુજરાતમાં 15મી વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. ત્યારે રાજકોટની ગોંડલ બેઠક પર પ્રથમ તબક્કામાં 5મી ડિસેમ્બરના ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં રાજકોટ જિલ્લામાં કુલ 8 વિધાનસભા સીટ પર ચૂંટણી યોજવામાં આવે છે. વર્ષ 2017ની ચૂંટણીની વાત કરીએ તો આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર ગીતાબા જાડેજા અને કોંગ્રેસમાંથી અર્જૂન કટારિયાને ટિકિટ આપવામાં આવી હતી. તેમાં ભાજપના ગીતાબા જાડેજાની જીત થઈ હતી.
    નંબરબેઠકભાજપકોંગ્રેસજીત
    73ગોંડલગીતાબા જાડેજાઅર્જૂન કટારિયાગીતાબા જાડેજા

    બેઠકમાં અનેક સંવેદનશીલ બેઠક

    સંવેદનશીલ મતદાન મથકોમાં મુંગા વાવડી, રીબડા, પીપળીયા, સિંધાવદર, ભૂણાવા, પતીયાળી, બેટાવડ, લુણીવાવ, નાગડકા, ત્રાકુડા, ડેયા, વાછરા, ખાંડાધાર, ગુંદાળા, ઘોઘાવદર, મોવિયા સહિતના બુથનો સમાવેશ થાય છે. ગોંડલ વિધાનસભા બેઠકની ચુંટણીને હાઈ પ્રોફાઈલ ગણવામાં આવે છે. સૌરાષ્ટ્રના એનક લોકો ગોંડલની ચુંટણીમાં રસ ધરાવે છે. જેની પાછળ ઘણા કારણો જવાબદાર છે. ખાસ કરીને આ ગોંડલ બેઠકના આગેવાનો અને આ ધારાસભ્યોનો ગુનાહિત ઇતિહાસ તેની પાછળ જવાબદાર છે. ગોંડલ વિધાનસભાનો ભૂતકાળ ગુનાહિત રહ્યો છે.

    આ પણ વાંચોઃ ગોંડલ બેઠકની A to Z માહિતી

    2017ના ચૂંટણી પરિણામ પર એક નજર


    ગુજરાતમાં 14મી વિધાનસભાની ચૂંટણી 9મી ડિસેમ્બર, 2017 અને 14 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. 18મી ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી. જોકે, 2012ની ચૂંટણીની સરખામણીમાં કૉંગ્રેસનો વોટ શેર અને બેઠકમાં વધારો થયો હતો. ગુજરાતમાં 1985 પછી કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધારે બેઠક મેળવી હતી. આ ચૂંટણીમાં બીજેપીને 99 બેઠક મળી હતી. કૉંગ્રેસને 77 બેઠક મળી હતી. એનસીપીને એક બેઠક મળી હતી. બીટીપીને બે બેઠક મળી હતી. અપક્ષના ફાળે ત્રણ બેઠક રહી હતી.

    ગુજરાતમાં કુલ મતદારો કેટલા?


    ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને (gujarat election 2022) લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી. પંચ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં, રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. આ સાથે જ, રાજ્યમાં 11,62,528 નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો સામે આવ્યા છે. જેમાં, 4 લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ છે.


    1 અને 5 ડિસેમ્બરના રોજ મતદાન


    ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાત ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. આ સાથે 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે પાંચ નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જ્યારે, પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ભરી શકાશે ફોર્મ. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: Gujarat Assembly Election 2022, Gujarat Elections

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन