Home /News /rajkot /ગુજરાત ચૂંટણી : લલિત વસોયાએ કોંગ્રેસની જાહેરાતની પણ રાહ ન જોઇ, આ બેઠક પરથી ખુદને ઉમેદવાર ઘોષિત કરી દીધાં

ગુજરાત ચૂંટણી : લલિત વસોયાએ કોંગ્રેસની જાહેરાતની પણ રાહ ન જોઇ, આ બેઠક પરથી ખુદને ઉમેદવાર ઘોષિત કરી દીધાં

ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ ખુદને કોંગ્રેસના ઉમેદવાર ગણાવ્યા છે. કોંગ્રેસે આ પ્રકારની કોઇ જાહેરાત કરી નથી તેમ છતાં લલિત વસોયાએ પોતાને સ્વઘોષિત ઉમેદવાર જાહેર કર્યા છે.

ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ ખુદને કોંગ્રેસના ઉમેદવાર ગણાવ્યા છે. કોંગ્રેસે આ પ્રકારની કોઇ જાહેરાત કરી નથી તેમ છતાં લલિત વસોયાએ પોતાને સ્વઘોષિત ઉમેદવાર જાહેર કર્યા છે.

  Gujarat Essembly Election 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થતાંની સાથે જ રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. ચૂંટણી જાહેર થયા બાદ તમામ રાજનૈતિક પક્ષો રાજ્યની જનતાને મનાવવાના પ્રયાસો કરી રહી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ રાજ્યમાં એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે રાજકોટના ધોરાજી જિલ્લાથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે.

  લલિત વસોયાએ પોતાને સ્વઘોષિત ઉમેદવાર જાહેર કર્યા


  વિધાનસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસ દ્વારા જાહેરાત કરવામાં આવે તે પહેલાં જ ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ ખુદને કોંગ્રેસના ઉમેદવાર ગણાવ્યા છે. કોંગ્રેસે આ પ્રકારની કોઇ જાહેરાત કરી નથી તેમ છતાં લલિત વસોયાએ પોતાને સ્વઘોષિત ઉમેદવાર જાહેર કર્યા છે. તેમણે નિવેદન આપતા કહ્યું કે, ઉપલેટાથી હુ ખુદ એમએલએની ચૂંટણી લડવાનો છે. આ સાથે જ તેમણે ચૂંટણી પ્રચારના પણ શ્રીગણેશ કરી દીધા છે.  આ પણ વાંચો :  Gujarat Election: કેજરીવાલનો મોટો ધડાકો, ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠીયા આ બેઠક પરથી લડશે ચૂંટણી

  લલિત વસોયાએ જણાવ્યું કે, કોંગ્રેસ દ્વારા તેમને ટિકીટ આપવામાં આવશે અને તેઓ ધોરાજી-ઉપલેટા બેઠક પરથી તેઓ ચૂંટણી લડશે. જણાવી દઇએ કે આ અગાઉ લલિત વસોયા ભાજપના આગેવાનો સાથે જોવા મળ્યા હતાં જેના કારણે તેઓ ભાજપમાં જોડાઇ રહ્યાં હોવાની ચર્ચાએ જોર પકડ્યુ હતું.

  લલિત વસોયાએ ભાંગરો વાટ્યો


  રાજકોટના ધોરાજીમાં કોંગ્રેસ દ્વારા પરિવર્તન યાત્રા કાઢવામાં આવી હતી. આ દરમિયાન ધોરાજીમાં જાહેર સભામાં લલિત વસોયાનો ભાજપ પ્રેમ છલકાયો હતો. સભામાં ધારાસભ્ય લલિત વસોયાએ આમ આદમી પાર્ટીને મત આપવા કરતા ભાજપને મત આપવા જણાવ્યું હતું. લલિત વસોયાએ મંચ પરથી જણાવ્યું હતું કે, જો તમને કોઈ આમ આદમી પાર્ટીની વાત કરે તો હું કહું છું કે, તમે આમ આદમી પાર્ટીને મત આપવા કરતા ભાજપને મત આપજો.

   આ પણ વાંચો : Gujarat Election: ગુજરાત ચૂંટણીમાં ભાજપનાં ઉમેદવારોનો મામલો દિલ્હી દરબારમાં, અમિત શાહ સાથે મંનોમંથન


  જોકે, આ નિવેદનથી ભારે વિવાદ સર્જાતા તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યુ હતુ કે, 'સત્તાવિરોધી મતોનું વિભાજન કરવા માટે ભારતીય જનતા પાર્ટીના ઇશારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી આવી છે. ભારતીય જનાતા પાર્ટી નક્કી કરે તે ઉમેદવારો લઇને આપ કોંગ્રેસનાં મતો તોડવાનો પ્રયત્ન કરી રહી છે. ગાંધીનગર કોર્પોરેશનનું પરિણામ ગુજરાત અને દેશની જનતાએ જોયું છે. વર્ષોથી જ્યાં કોંગ્રેસનું શાસન હતુ એ તોડવા માટે આપને ઉતારવામાં આવી અને એ પરિણામ ગુજરાતની પ્રજાએ જોયું છે. તેના અનુસંધાને દિલ્હીના ઠગોને મત ન આપવા મેં ગુજરાતની પ્રજાને અપીલ કરી છે.'
  Published by:Bansari Gohel
  First published:

  Tags: Assembly Election 2022, Congress BJP, Gujarat Elections, Lalit vasoya

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन