Home /News /rajkot /

Video: લલિત વસોયાના 'છૂટાછેડા'ના નિવેદન બાદ રાજકારણ ગરમાતા કરવો પડ્યો મોટો ખુલાસો

Video: લલિત વસોયાના 'છૂટાછેડા'ના નિવેદન બાદ રાજકારણ ગરમાતા કરવો પડ્યો મોટો ખુલાસો

લલિત વસોયા

Gujarat Election 2022 : આ નિવેદન બાદ લલિત વસોયાએ ખુલાસો કરતા જણાવ્યુ હતુ કે, હું કોંગ્રેસ છોડીને કેસરિયા કરીશ તેવી ચર્ચાઓ છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહી છે.

    રાજકોટ : આગામી સમયમાં રાજ્યમાં ચૂંટણી (Gujarat Election 2022) આવી રહી છે. જેની દરેક પક્ષ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમાં ફરીથી સૌરાષ્ટ્રનું રાજકારણ (Saurashtra Politics) ગરમાયું છે. ચર્ચાઓ વહેતી થઇ છે કે, લલિત વસોયા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઇ જશે. લલિત વસોયાએ એક જાહેર કાર્યક્રમમાં ફરીથી વિવાદીત નિવેદન કરતા સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. ફરીથી લલિત વસોયાના નિવેદન બાદ ભાજપમાં જોડાઇને કેસરિયા કરશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. જોકે, આ નિવેદને ચર્ચા જગાવતા લલિત વસોયાએ આ અંગે ખુલાસો પણ કરવો પડ્યો છે. તેમણે ખુલાસામાં કહ્યું છે કે, 'હું અત્યારે તો કોંગ્રેસમાં જ છું'

    રાજકોટનાં એક જાહેર કાર્યક્રમમાં જ્યારે મીડિયાકર્મી દ્વારા લલિત વસોયાને પૂછવામાં આવ્યું કે, તમે થોડા સમયમાં કેસરિયા કરી રહ્યાની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે એના જવાબમાં લલિત વસોયાએ જણાવ્યુ હતુ કે, પતિ પત્ની લગ્ન સમયે એકબીજા સાથે આખી જિંદગી રહેવાનું વચન આપતા હોય છે. પરંતુ કોઇ કારણોસર છૂટાછેડા પણ થતા હોય છે. હું તમને કહીશ કે, હું આખી જિંદગી કોંગ્રેસમાં રહીશ તો આપ મીડિયાના મિત્રો ભવિષ્યમાં જ્યારે જુદો નિર્ણય લેવાનો આવે ત્યારે આ જ બાઇટ ચલાવશો અને મારી ટિકા કરશો. એટલે હું અત્યારે કહીશ કે હું, કોંગ્રેસમાં છું એ જ ઘણી મોટી વાત છે.



    જોકે, આ નિવેદન બાદ લલિત વસોયાએ ખુલાસો કરતા જણાવ્યુ હતુ કે, હું કોંગ્રેસ છોડીને કેસરિયા કરીશ તેવી ચર્ચાઓ છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહી છે. દરેક ચૂંટણી પહેલા આવી જ ચર્ચાઓ ચર્ચાતી હોય છે.

    હું આજદિન સુધી કોંગ્રેસ પાર્ટીમાં છું અને અત્યારે કોઇ પાર્ટી બદલવાનો નિર્ણય નથી. પહેલા પણ મેં આ વાત કહી છે.





    થોડા સમય પહેલા પણ ધારાસભ્ય લલિત વસોયાએ કોંગ્રેસના ગ્રુપમાંથી લેફ્ટ કરી દીધા બાદ તે કોંગ્રેસમાંથી જાય છે તેવા સમાચાર વહેતા થયા હતા. જોકે, આ સમાચારોને લઈને ધારાસભ્યએ નિવેદન આપ્યું કે, તેઓ કોંગ્રેસ પાર્ટીથી નારાજ નથી. સોશિયલ મિડીયામાં વાયરલ થયેલા સમાચાર કે વસોયા કોંગ્રેસથી નારાજ હોવાની વિગતો ખોટી હોવાની વાત ખુદ લલિત વસોયાએ કરી હતી. ઉલ્લેખનીય છે કે. રાજકોટના ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા કોંગ્રેસના તમામ ગ્રુપમાંથી લેફ્ટ થયા છે તેવા અહેવાલો પ્રસારિત થયા હતા. ટૂંક સમયમાં ધારાસભ્ય કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો કેસરિયો ધારણ કરશે તેવી વાતો વહેતી થઇ હતી. જોકે ધારાસભ્યએ પોતે સામે આવી બધી વાતોનો રદિયો આપ્યો હતો.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Gujarat Elections, Gujarat Politics, ગુજરાત, ગુજરાત કોંગ્રેસ, રાજકોટ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन