Home /News /rajkot /

15 વર્ષથી વાંકાનેર બેઠક પર કોંગ્રેસનો દબદબો, ભાજપે આ બેઠક જીતવા કરી પડશે તડામાર તૈયાર

15 વર્ષથી વાંકાનેર બેઠક પર કોંગ્રેસનો દબદબો, ભાજપે આ બેઠક જીતવા કરી પડશે તડામાર તૈયાર

વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં કુલ 2,44,608 મતદારો છે, જેમાંથી 1,16,875 મહિલા ઉમેદવાર છે અને 1,27,733 પુરુષ ઉમેદવાર છે.

    ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વિધાનસભા 2022ની ચૂંટણીની જાહેરાત કોઈપણ સમયે થઈ શકે છે, જેના પડઘા ચોતરફ સંભળાઈ રહ્યા છે. રાજ્યમાં તમામ બેઠકનું રાજકીય દ્રષ્ટિકોણ અનુસાર અલગ અલગ મહત્વ રહેલું છે. તો આ ચૂંટણી ગુજરાતના રાજકીય ઇતિહાસમાં કંઇક અલગ ચિત્ર ઊભું કરી શકે તેવી શક્યતાઓ છે. ભાજપ અને કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટી અને AIIMIM વિધાનસભા ચૂંટણીના મેદાનમાં ઝંપલાવવાની તૈયારી કરી રહી છે. આજે અહીં અમે તમને વાંકાનેર વિધાનસભા પર કયા રાજકીય પક્ષનું મહત્વ રહેલું છે, તે અને આ બેઠક પરના રાજકીય દાવપેચ વિશે જાણકારી આપી રહ્યા છીએ.

    વાંકાનેર વિધાનસભા બેઠક

    વાંકાનેર વિધાનસભા બેઠક પર કોંગ્રેસ સતત ત્રણ ટર્મથી ભાજપને મ્હાત આપી રહ્યું છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં વાંકાનેર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર મોહમ્મદ પીરઝાદાએ ભાજપ ઉમેદવાર જીતેન્દ્ર સોમાણીને 1,361 માર્જિનથી હરાવ્યા હતા. કોંગ્રેસ ધારાસભ્ય મોહમ્મદ પીરઝાદાએ વર્ષ 2012 અને 2007ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર જીતેન્દ્ર સોમાણીને હરાવ્યા હતા. તો વર્ષ 2002ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર જ્યોત્સના સોમાણીએ કોંગ્રેસ ઉમેદવાર મોહમ્મદ પીરઝાદાને હરાવ્યા હતા અને જીત મેળવી હતી.









































































    વર્ષઉમેદવારપક્ષ
    2017મોહમ્મદ પીરઝાદાકોંગ્રેસ
    2012મોહમ્મદ પીરઝાદાકોંગ્રેસ
    2007મોહમ્મદ પીરઝાદાકોંગ્રેસ
    2002જ્યોત્સના સોમાણીભાજપ
    1998હૈદર ખુર્શીદકોંગ્રેસ
    1995પોપટ ઝિંઝરીયાભાજપ
    1990અમિયલ બડીકોંગ્રેસ
    1985પોપટ ઝિંઝરીયાIND
    1980મંજુર હુસૈન પીરઝાદાકોંગ્રેસ
    1975જનકકુમાર સિંહજી ઝાલાકોંગ્રેસ
    1972અબ્દુલમુતલ્લીબ પીરઝાદાકોંગ્રેસ
    1967ડી. પ્રતાપસિંહજીSWA
    1962દિગ્વિજયસિંહજી પ્રતાપસિંહજીIND

    જ્ઞાતિ-જાતિના સમીકરણ

    વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં કુલ 2,44,608 મતદારો છે, જેમાંથી 1,16,875 મહિલા ઉમેદવાર છે અને 1,27,733 પુરુષ ઉમેદવાર છે. આ બેઠક પર લઘુમતી અને કોળી સમાજનો દબદબો જોવા મળી રહ્યો છે. આ મતવિસ્તારમાં લઘુમતી સમાજના 21.63 ટકા મતદાર, તળપદા કોળી સમાજના 14.88 ટકા મતદાર, ચુંવાળીયા કોળી સમાજના 11.49 ટકા મતદાર, લેઉઆ પટેલના 10.10 ટકા મતદાર, માલધારી સમાજના 8.11 ટકા મતદારો છે. વાંકાનેરમાં 27 ટકા મુસ્લિમ મતદારો છે અને કોંગ્રેસ ધારાસભ્ય મોહમ્મદ પીરઝાદાને હિન્દુ મતદારોનું સમર્થન પણ છે. વાંકાનેર વિધાનસભા બેઠક પર છેલ્લા 15 પર વર્ષથી કોંગ્રેસનો દબદબો છે. ગુજરાતમાં મોદીના શાસનકાળ દરમિયાન વર્ષ 2007 અને 2012માં પણ કોંગ્રેસે આ સીટ જાળવી રાખી હતી. ત્યારે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં ભાજપ આ બેઠક પર કોંગ્રેસને હરાવી શકે છે કે નહીં તે મહત્વપૂર્ણ રહેશે.

    આ પણ વાંચો: શું ભાજપનો ગઢ ગણાતી ટંકારા બેઠક પર સત્તાપક્ષ ફરી જમાવી શકશે પોતાનુ વર્ચસ્વ, જાણો શું કહે છે ટંકારા બેઠકના સમીકરણો

    વાંકાનેર બેઠક પર ભાજપ-કોંગ્રેસના રાજકીય સમીકરણ

    મોરબીમાં યોજાયેલ તમામ ચૂંટણીમાં બદલાવ જોવા મળ્યો હતો. વર્ષ 2014માં લોકસભા ચૂંટણી યોજાઈ હતી, જેમાં મતદારોએ ભાજપને સત્તા પર બેસાડ્યું હતું. તો વર્ષ 2016માં યોજાયેલ પંચાયત ચૂંટણી જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં મતદારોમાં ભાજપ પ્રત્યે રોષ નીકળ્યો હોય તેમ ભાજપને હારનો સ્વાદ ચખાડ્યો હતો અને કોંગ્રેસને જીતાડ્યું હતું. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં જીલ્લાની તમામ ૪ વિધાનસભા સીટ પર મોરબી જિલ્લાના મતદારોએ ભાજપનો સફાયો કર્યો હતો અને ભાજપ પાસેથી તમામ બેઠક છીનવી નોંધપાત્ર બહુમતી સાથે કોંગ્રેસને આપી હતી. વર્ષ 2019માં યોજાયેલ લોકસભા ચૂંટણીમાં ભાજપે જીત મેળવી હતી. મોરબી માળિયા વિધાનસભા બેઠકમાં ભાજપને 46,453 મતની લીડ મળી હતી. તો રાજકોટ બેઠકમાં આવતી ટંકારા બેઠકમાં 15,823 અને વાંકાનેર બેઠકમાં 26,044 મતની લીડ મળી હતી. આમ બન્ને લોકસભા સીટ પર ફરીવાર મોરબી જિલ્લાની ત્રણ બેઠકના મતદારોએ ભાજપને સાથ આપ્યો હતો.

    વાંકાનેર બેઠકની સમસ્યા

    આ બેઠકમાં મોટાભાગના ગામનો સમાવેશ થાય છે. વાંકાનેર શહેર વિસ્તારમાં સ્થાનિકો ટ્રાફિક અને ગંદકીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે. ઉપરાંત ગામડાઓમાં આરોગ્ય સહિતના મુદ્દાઓ તથા યાત્રાધામ માટેલ અને જડેશ્વરનો વિકાસ કરવાનો મુદ્દો કેન્દ્ર બનીને રહેશે.

    મોહમ્મદ પીરઝાદા

    મોહમ્મદ જાવેદ પીરઝાદા કોંગ્રેસના નેતા છે. તેઓ વાંકાનેર વિધાનસભા બેઠક પરથી ચૂંટાઈને આવ્યા છે અને 15 વર્ષથી વાંકાનેર બેઠક પર પોતાનું પ્રભુત્વ જમાવ્યું છે. વર્ષ 2007, 2012 અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને કારમી હાર આપીને જીત મેળવી છે. મોહમ્મદ પીરઝાદાના પિતા અબ્દુલ પીરઝાદા અને તેમના બે ભાઈ મંજૂર પીરઝાદા અને ખુર્શીદ પીરઝાદાએ પણ વાંકાનેરના પ્રતિનિધિ તરીકે કામ કર્યું છે. રાજનીતિમાં ઝંપલાવતા પહેલા મોહમ્મદ પીરઝાદા એક શાળાના આચાર્ય હતા. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી BA અને B.ed કર્યું છે. મોહમ્મદ પીરઝાદાને ગુજરાત રાજ્ય વકફ બોર્ડના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્ય વકફ બોર્ડ મુસ્લિમ કાયદા દ્વારા માન્યતા પ્રાપ્ત થયેલ ધાર્મિક અથવા ધર્માદાના ઉદ્દેશ્ય માટે દાન કરેલ સંપત્તિઓની જાળવણી કરે છે.

    મોહમ્મદ પીરઝાદા અને વિવાદ

    વર્ષ 2019માં કોંગ્રેસ ધારાસભ્ય મોહમ્મદ પીરઝાદા સહિત પાંચ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. વર્ષ 2012માં સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાના ગુના હેઠળ મોહમ્મદ પીરઝાદા પર એટ્રોસિટીનો ગુનો નોંધવામાં આવ્યો હતો. મોહમ્મદ પીરઝાદાએ ધરપકડ પર સ્ટે મેળવી લીધો હતો. સ્ટે હટ્યા બાદ પોલીસે કોંગ્રેસ ધારાસભ્ય મોહમ્મદ પીરઝાદાની ધરપકડ કરવાની કાર્યવાહી કરી હતી. ધરપકડ કરવાની કાર્યવાહી થતા મોહમ્મદ પીરઝાદા સહિત પાંચ લોકોએ આગોતરા જામીન મેળવી લીધા હતા.

    જીતેન્દ્ર સોમાણી

    ભાજપ નેતા જીતેન્દ્ર સોમાણી પર અલગ અલગ ગુનાઓમાં 12 કેસ દાખલ કરવામાં આવ્યા છે. વર્ષ 2019માં જીતેન્દ્ર સોમાણી પર ડૉકટરને માર મારવા મામલે કેસ કરવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલની બહાર વેઈટિંગ એરિયામાં જીતેન્દ્ર સોમાણીએ રેજિડેંટ મેડિકલ ઓફિસર (RMO) ડૉ. જયદીપ ગોસાઈને થપ્પડ મારીને માર માર્યો હતો. ડૉ. જયદીપ ગોસાઈએ ફરિયાદ કરી હતી કે, જીતેન્દ્ર સોમાણીના એક અંગત વ્યક્તિને ઉંમરનું પ્રમાણપત્ર આપવાની ના પાડતા તેમણે મારા પર હુમલો કર્યો હતો. ડૉ. જયદીપ ગોસાઈ દર શુક્રવારે સરકારી યોજનાનો લાભ મેળવતા માગતા વ્યક્તિઓને ઉંમરનું પ્રમાણપત્ર આપે છે. દર અઠવાડિયે માત્ર 10 વ્યક્તિઓને આ પ્રમાણ પત્ર આપવાનું હોય છે, પરંતુ તે દિવસે 10 વ્યક્તિ કરતા વધુ વ્યક્તિઓ હાજર હતા.
    આ પણ વાંચો- હર્ષ સંઘવી: નાની ઉંમરે રાજકારણમાં પ્રવેશી ટોચનું પદ હાંસલ કરનાર એક્ટિવ નેતા
    First published:

    Tags: Gujarat Assembly Elections 2022

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन