Home /News /rajkot /Gujarat election 2022: ભાજપનો ગઢ ગણાતી રાજકોટ દક્ષિણની બેઠક પર શું છે પરિસ્થિતિ, કેવો રહેશે 2022 વિધાનસભાનો ખેલ

Gujarat election 2022: ભાજપનો ગઢ ગણાતી રાજકોટ દક્ષિણની બેઠક પર શું છે પરિસ્થિતિ, કેવો રહેશે 2022 વિધાનસભાનો ખેલ

rajkot south assembly constituency : ભાજપનો ગઢ ગણાતી રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠક પર ભાજપે રિપિટ થિયરીનો ઉપયોગ કરી ગોવિંદ પટેલને ચૂંટણી મેદાને ઉતાર્યા હતા. 2012માં ભાજપના ગોવિંદ પટેલ 50 હજારથી વધુ મતના માર્જિનથી જીત્યા હતા, જ્યારે 2017માં 47000થી વધુ મતોની લીડથી તેમણે જીતનો પરચમ લહેરાવ્યો હતો.

rajkot south assembly constituency : ભાજપનો ગઢ ગણાતી રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠક પર ભાજપે રિપિટ થિયરીનો ઉપયોગ કરી ગોવિંદ પટેલને ચૂંટણી મેદાને ઉતાર્યા હતા. 2012માં ભાજપના ગોવિંદ પટેલ 50 હજારથી વધુ મતના માર્જિનથી જીત્યા હતા, જ્યારે 2017માં 47000થી વધુ મતોની લીડથી તેમણે જીતનો પરચમ લહેરાવ્યો હતો.

વધુ જુઓ ...
  આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ((Gujarat Assembly election 2022)) ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે. એક-એક બેઠક જીતવી બંને માટે મહત્વની બની રહેવાની છે. પણ, 2012ની ચૂંટણીના પરિણામો પર નજર નાંખીએ તો બન્ને પક્ષોમાં ખરાખરીનો જંગ જોવા મળ્યો હતો. આ વખતે ગુજરાતમાં જે રીતનો ચૂંટણીનો માહોલ ઊભો થયો છે, તે જોતાં કોંગ્રેસ-ભાજપ વચ્ચે કાંટાની ટક્કર થશે તે નક્કી છે.

  કોઈપણ પક્ષ જંગી બહુમતી જીતી જશે એવું કોઈ છાતી ઠોકીને કહી શકે તેમ નથી, એવો ટ્રેન્ડ પણ દેખાતો નથી. આ ઉપરાંત આ વખતે મુખ્ય બે પક્ષો ભાજપ કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી અને AIMIM પણ ગુજરાતના ચૂંટણી મેદાનમાં જંપ લાવી છે જેના કારણે જાતિગત મતોનુ વધુ વિભાજન થાય તેવી શક્યતા છે. એવામાં કોંગ્રેસ અને ભાજપ સામે પોતાની બેઠકો જાળવવાનો મોટો પડકાર જોવા મળે છે. એવામાં દરેક પક્ષ માટે એક એક બેઠક જરૂરી છે. આજના આર્ટિકલમાં આપણે રાજકોટ દક્ષિણની બેઠક (Rajkot South Assembly seat) વિશે ચર્ચા કરીશું.

  રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠક (rajkot south assembly constituency)

  રાજકોટના હાર્દ સમાન ગણાતા આ વિસ્તારની નવી સિમારેખામાં ભૂપેન્દ્ર રોડ, આશાપુરા મંદિર, લક્ષ્મીવાડી હવેલી જેવા વિસ્તારોની સમાવેશ થાય છે, આ વિસ્તારની આજુબાજુના અનેક ઇમિટેશન જ્વેલરી મેન્યુંફેકચરિંગ યુનિટો આવેલા છે, જે એશિયાનું સૌથી મોટું જ્વેલરી હબ માનવામાં આવે છે. રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠક પર કુલ મતદારો 253374 છે, જેમાંથી 98494 પુરૂષો અને 80622 મહિલા મતદાતાઓ છે.

  રાજકોટ દક્ષિણ બેઠકનો ઈતિહાસ

  રાજકોટની આ બેઠક ભાજપ માટે ખૂબ જ મહત્વની બેઠક રહી છે, દેશમાં જનસંઘની સ્થાપના થઇ ત્યારબાદ ગુજરાતમાં એક માત્ર આ બેઠક પર ચીમનલાલ શુક્લએ જીત મેળવી હતી, ભારતીય જનતા પાર્ટીના પાયામાં જનસંઘ રહેલું છે.

  જનસંઘના ખાતામાં ગયેલી આ સીટ બાદ ભારતીય જનતા પાર્ટીનો દબદબો રહ્યો છે, છેલ્લે 1990માં કોંગ્રેસ નેતા અન રાજ્યના પૂર્વ નાણામંત્રી મનોહરસિંહ જાડેજા ચુંટાયા હતા, જે બાદ 1998 થી અત્યાર સુધી આ બેઠક પર ભાજપ વિજેતા થયું આવ્યું છે.

  રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠક પર ભાજપનું છેલ્લી બે ટર્મથી શાસન રહ્યું છે. ભાજપે વર્તમાન ધારાસભ્ય ગોવિંદ પટેલને રિપિટ કર્યા હતા. તો કોંગ્રેસે રાજકોટ જિલ્લાના પૂર્વ પ્રમુખ દિનેશ ચોવટીયાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. જેથી આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસના બે પાટીદાર ઉમેદવારો વચ્ચે મુકાબલો થવાનો છે.

  ભાજપનો ગઢ ગણાતી રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠક પર ભાજપે રિપિટ થિયરીનો ઉપયોગ કરી ગોવિંદ પટેલને ચૂંટણી મેદાને ઉતાર્યા હતા. 2012માં ભાજપના ગોવિંદ પટેલ 50 હજારથી વધુ મતના માર્જિનથી જીત્યા હતા, જ્યારે 2017માં 47000થી વધુ મતોની લીડથી તેમણે જીતનો પરચમ લહેરાવ્યો હતો. પરંતુ આ વખતે ભાજપના ઉમેદવાર માટે વિભાજીત થયેલા વિસ્તાર પડકારજનક બની શકે છે. તો કોંગ્રેસે જ્ઞાતિ ગણતરીના સમિકરણને ધ્યાનમાં રાખી ગત ચૂંટણઈમાં દિનેશ ચોવટિયાને મેદાનમાં ઉતાર્યા હતા છતા તેમને કોઈ ખાસ લાભ મળ્યો ન હતો.

  રાજકોટ દક્ષિણ બેઠક પર જાતિગત સમીકરણો

  રાજકોટ દક્ષિણ બેઠક પર જ્ઞાતિગત સમિકરણ પર નજર કરીએ તો, અહી લેઉવા પટેલ અને કોળી પટેલ મતદારોનો દબદબો છે. ત્યારબાદ બ્રાહ્મણ, ભરવાડ, કડિયા અને રાજપુત મતદાતાઓનો નંબર આવે છે. આ વિસ્તારમાં લગભગ 30 ટકા જેટલા લેઉઆ પટેલ મતદારોનો દબદબો રહ્યો છે.

  રાજકોટ દક્ષિણ બેઠક પર રાજકીય સમીકરણો

  કુંવરજી બાવળીયા અને ફતેપરાનાં ફાંટા છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યા છે. પાટીલને મળવા બાવાળીયા એકલા પહોંચ્યા બાદ દેવજીભાઈ ખૂબ નારાજ થયા હતા. ત્યારથી જ આ બંને દિગ્ગજ નેતાઓ વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. વિંછીયા ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા અને સુરેન્દ્રનગર ખાતે દેવજી ફતેપરાનું વર્ચસ્વ છે. ત્યારે હવે આ બંને દિગ્ગજ નેતાઓના સમર્થકો પણ એકબીજા સામે જોવા મળી રહ્યા છે. જો કે રાજકોટ ખાતેની બેઠકમાં આ બંનેની બાદબાકી થતા કોળી સમાજમાં ત્રીજો મોરચો સક્રિય થયો હોવાની ચર્ચાઓ ઉઠી રહી છે.
  આ પણ વાંચો:  Gujarat Election 2022: સોમનાથ બેઠક પર કોંગ્રેસ પકડ જાળવી શકશે? જાણો શું છે સ્થિતિ

  આ સિવાય રાજકોટમાં વિધાનસભાની ચૂંટણીને લઇ ગુપચુપ બેઠકો શરૂ થઈ. રાજકોટ દક્ષિણ વિધાનસભાની ટિકિટ માટે એક જૂથ થયુ સક્રિય કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ યોજાયેલી ડિનર ડિપ્લોમસીમાં સ્થાનિક ભાજપ આગેવાનને જ ટિકિટ મળે તેવુ નક્કી કરાયુ હોવાની ચર્ચાઓ પણ ચાલી રહી છે.

  રાજકોટ દક્ષિણ બેઠક પર હાર-જીતના સમીકરણો
  વર્ષવિજેતા ઉમેદવારપક્ષ
  1967સી એચ શુક્લાBJS
  1972મનસુખ જોશીINC
  1975કેશુભાઈ પટેલBJS
  1980જાડેજા મંચરસિંહINC
  1985સુશિલાબેન શેઠINC
  1990જાડેજા મનોહરસિંહINC
  1995ઉમેશ રાજ્યગુરુભારતીય જનતા પાર્ટી
  1998રમેશ ધનજીભાઈભારતીય જનતા પાર્ટી
  2002ટપુભાઈ લિંબાચિયાભારતીય જનતા પાર્ટી
  2007ગોવિંદભાઈ પટેલભારતીય જનતા પાર્ટી
  2012ગોવિંદભાઈ પટેલભારતીય જનતા પાર્ટી
  2017ગોવિંદભાઈ પટેલભારતીય જનતા પાર્ટી

  રાજકોટ દક્ષિણને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને ભારતીય જનતા પાર્ટીની ભાષામાં ભાજપ માટે ગુજરાતની સુરક્ષિત બેઠકો પૈકીની એક સુરક્ષિત બેઠક તરીકે ઓળખાવામાં આવે છે. આ બેઠક પર સૌ પ્રથમ વખત વર્ષ 1967 માં ચૂંટણી યાજવામાં આવી હતી જેમાં સી એચ શુક્લા અને જે આર રાવલ વચ્ચે જંગ જામ્યો હતો, જેમાં સી એચ શુકલાએ બાજી મારી હતી. આ બેઠક પર 6 વખત ભારતીય જનતા પાર્ટી અને 4 વખત કોંગ્રેસનો વિજય થયો છે. છેલ્લા 3 ટર્મથી ભાજપે રિપીટ થીયરીને અનુસરી ગોવિંદ પટેલને ટિકીટ આપી અને તેના સારા પરિણામ પણ સામે આવ્યા છે.

  રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠકની સમસ્યાઓ

  રાજકોટ શહેરના અન્ય વિસ્તારોની જેમ આ વિસ્તારમાં પણ પાણીનો પ્રશ્ન વર્ષોથી લોકોને પરેશાન કરી રહ્યો છે, આ ઉપરાંત ભૂગર્ભ ગટરો, ટાઉન પ્લાનિંગ, ટ્રાફિકની સમસ્યા, ઉપરાંત વેપારીઓને મૂંઝવતા પ્રશ્નો જેવા મુદ્દાઓ હંમેશા ઉભરાતા આવ્યા છે.

  આગામી ચુંટણીમાં આ સીટ પરની રાજકીય પરિસ્થિતિ

  ગયા વખતની ચુંટણીમાં ભાજપે આ સીટ પર ગોવિંદભાઈ પટેલને ઉમેદવાર તરીકે મૂક્યા હતાં, આ સીટ પર હાલ દાવેદારોનું લાંબુ લિસ્ટ મળી રહે છે. ભાજપના સંભવિત ઉમેદવારોમાં ધનસુખ ભંડેરી (લેઉઆ પટેલ, વલ્લભ દૂધાત્રા (લેઉઆ પટેલ), હાલમાં રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી, શહેર ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા, પૂર્વ મેયર ઉદય કાનગડ તેમજ રમેશભાઈ ટીલાળા સહિત અનેક નેતાઓ મજબૂત દાવેદારીમાં માનવામાં આવે છે. રાજકોટ કોંગ્રેસ માટે આ બેઠક લગભગ દરેક ચુંટણીઓમાં શિથિલતાભરી જોવામાં આવે છે.
  આ પણ વાંચો: મોરબીમાં અઢી દાયકાથી લહેરાઇ રહ્યો છે કેસરિયો, જાણો કેવી છે સૌરાષ્ટ્રના 'પેરીસ'ની રાજકીય સફર
  Published by:mujahid tunvar
  First published:

  Tags: Gujarat Assembly Elections 2022

  विज्ञापन
  विज्ञापन