Home /News /rajkot /Gujarat election 2022: પાલિકાથી લઈ પાર્લામેન્ટની ચૂંટણીમાં ભાજપના પ્રભારી રહી ચૂક્યા છે નીતિન ભારદ્વાજ, હવે છે સાઈડલાઇન

Gujarat election 2022: પાલિકાથી લઈ પાર્લામેન્ટની ચૂંટણીમાં ભાજપના પ્રભારી રહી ચૂક્યા છે નીતિન ભારદ્વાજ, હવે છે સાઈડલાઇન

Nitinbhai Bharadwaj Profile : નીતિન ભારદ્વાજ રાજકોટમાં ભાજપના અગ્રણી નેતા છે, તેઓ સ્થાનિક સ્તરે બહોળી પહોંચ ધરાવે છે. અગાઉ રાજકોટ પશ્વિમ વિધાનસભા, સુરેન્દ્રનગર લોકસભા, જુનાગઢ અને લીંબડી બેઠકના પ્રભારી રહી ચૂક્યા હતા. પ્રદેશ હોદ્દેદારોમાં પણ નિતીન ભારદ્વાજનું નામ ચર્ચામાં હતું.

Nitinbhai Bharadwaj Profile : નીતિન ભારદ્વાજ રાજકોટમાં ભાજપના અગ્રણી નેતા છે, તેઓ સ્થાનિક સ્તરે બહોળી પહોંચ ધરાવે છે. અગાઉ રાજકોટ પશ્વિમ વિધાનસભા, સુરેન્દ્રનગર લોકસભા, જુનાગઢ અને લીંબડી બેઠકના પ્રભારી રહી ચૂક્યા હતા. પ્રદેશ હોદ્દેદારોમાં પણ નિતીન ભારદ્વાજનું નામ ચર્ચામાં હતું.

વધુ જુઓ ...
  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022:  (Gujarat Assembly election 2022) ગુજરાતનું રાજકારણ (Politics of Gujarat) આજ સુધીમાં ઘણા બધા ધુરંધર નેતાઓની એન્ટ્રી એક્ઝિટ જોઈ ચૂક્યું છે. સમયે સમયે રાજકીય સમીકરણોમાં આવતા ફેરફાર કેટલાક નેતાઓને માફક આવતા નથી અથવા તો પક્ષમાં જ રહેલા વિરોધી જુથ દ્વારા તેમને કદ પ્રમાણે વેતરી નખાય છે. હાલ ચૂંટણી (Gujarat election 2022)નો માહોલ જામ્યો છે ત્યારે રાજ્યના મૂળભૂત રાજકારણમાંથી હાંસિયામાં ધકેલાઇ ગયેલા રાજકીય નેતાઓને યાદ કરવા જરૂરી છે.

  આજે અહી ભાજપમાં સાઈડલાઇન કરી દેવાયેલા નેતા નીતિનભાઈ ભારદ્વાજ (Nitin bhardwaj) અંગે જાણકારી આપવામાં આવી છે. નીતિન ભાઈ એક સમયે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ટોચના નેતા માનવામાં આવતા હતા. આજે પણ તેઓ રાજકારણમાં સક્રિય છે, પણ હવે તેઓનો પ્રભાવ પહેલા જેવો ન હોવાનું રાજકીય પંડિતોનું માનવું છે.

  નીતિનભાઈ ભારદ્વાજ કોણ છે? (Who is Nitinbhai Bharadwaj?)

  નીતિનભાઈ ભારદ્વાજને રાજકોટ - સૌરાષ્ટ્રના ભાજપના મોટા નેતા ગણવામાં આવે છે. તેઓ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નજીકના માનવામાં આવે છે. બંને નેતાઓનું મુખ્ય રાજકીય ક્ષેત્ર રાજકોટ રહ્યું છે.

  રાજકોટ અને સૌરાષ્ટ્રના રાજકારણમાં તેમનો પ્રભાવ

  નીતિનભાઈ ભારદ્વાજ ભાજપના સીનીયર કોર્પોરેટર તરીકે જવાબદારી નિભાવી ચૂક્યા છે. તેઓ રાજકોટ મનપામાં બે વખત સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન રહી ચૂક્યા છે. વર્ષ 2005-2006 અને વર્ષ 2014-2015 માં તેઓ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા. તો વર્ષ 2006 થી 2009 સુધી રાજકોટ શહેર ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છે. જુદા જુદા જિલ્લાઓમાં ભાજપના પ્રભારી તરીકે ફરજ બજાવી છે. તેમજ અનેક વખત ચૂંટણી નિરીક્ષક તરીકે સુપેરે કામગીરી નિભાવી છે.
  આ પણ વાંચો- પાટીલની પરિવર્તનની લહેરે આત્મારામ પરમાર કરી દીધા કિનારે, જાણો તેમની રાજકીય કુંડળી

  નીતિનભાઈ સંગઠન અને વહીવટ બન્ને ક્ષેત્રમાં બહોળો અનુભવ ધરાવે છે. સંગઠનને હંમેશા મજબૂત બનાવવા તેઓ જોરશોરથી કામગીરી કરે છે. સ્થાનિક રાજકારણની પીચ પર વર્ષોથી અણનમ રહ્યાં છે. ચૂંટણી સમયે સુરેન્દ્રનગરના પ્રભારી તરીકે તેઓએ ઉત્તમ કામગીરી કરી હતી અને ભાજપને આ બેઠક પર વિજય અપનાવવા બહુમુલ્ય યોગદાન આપેલ હતું. મહારાષ્ટ્રના પુનામાં ચૂંટણી સમયે પણ તેઓને 11 વોર્ડની જવાબદારી સોંપાઈ હતી, જે તેઓએ સુંદર રીતે બજાવી હતી.

  અલગ અલગ ચૂંટણીઓમાં બજાવી ઉમદા કામગીરી

  નીતિન ભારદ્વાજ રાજકોટમાં ભાજપના અગ્રણી નેતા છે, તેઓ સ્થાનિક સ્તરે બહોળી પહોંચ ધરાવે છે. અગાઉ રાજકોટ પશ્વિમ વિધાનસભા, સુરેન્દ્રનગર લોકસભા, જુનાગઢ અને લીંબડી બેઠકના પ્રભારી રહી ચૂક્યા હતા. પ્રદેશ હોદ્દેદારોમાં પણ નિતીન ભારદ્વાજનું નામ ચર્ચામાં હતું.

  અહી ઉલ્લેખનિય છે કે, તેઓ રાજ્યસભાના દિવંગત સભ્ય અભય ભારદ્વાજના ભાઈ છે. બંને ભાઈઓએ ભાજપને ઘણી ચૂંટણીઓ જિતડવામાં અગત્યની ભૂમિકા ભજવી છે. ભાઈ સ્વ. અભય ભારદ્વાજની જેમ નિતીનભાઈ પણ વિદ્યાર્થી કાળથી સંઘ સાથે જોડાયેલા હતા. કોલેજ સમયે ABVP ના કાર્યકર્તા હતા.

  જુનાગઢ મનપાની ચૂંટણી સમયે તમામ મુખ્ય જવાબદારી નીતિન ભારદ્વાજના સિરે હતી. તો સાથે જ સુરેન્દ્રનગર લોકસભા, તાજેતરની લીંબડી વિધાનસભાની પેટાચૂંટણી, રાજકોટ પશ્ચિમ વિધાનસભા જવાબદારી નીતિન ભારદ્વાજના સિરે હતી. આ તમામ મુખ્ય જવાબદારી તેઓએ સફળતાપૂર્વક ખૂબ સારી રીતે પાર પાડી હતી.નીતિન ભારદ્વાજ ચિમન શુક્લના ભાણેજ છે અને તેમને રૂપાણી, રૂપાપરા, ભંડેરી જૂથના માનવામાં આવે છે.

  રાજકોટમાં સ્થાનિક ચૂંટણીમાં ટિકિટ કપાઈ

  આ દરમિયાન રાજકોટની ગત સ્થાનિક ચૂંટણી પહેલા ભાજપ પાર્લામેન્ટરી બોર્ડમાં લેવાયેલા નિર્ણયથી રાજકોટ ભાજપના 11 કોર્પોરેટર ચૂંટણી ન લડી શકે તેવી સ્થિતિ ઊભી થઈ હતી. તે સમયે 4 કોર્પોરેટરોની વય 60 વર્ષથી વધુ હતી અને 7 કોર્પોરેટર 3 ટર્મથી વધુ વખત ચૂંટણી લડી ચુક્યા હતા.

  જેથી ભાજપની નવી ફોર્મુલાથી કેટલાક કોર્પોરેટરની ટિકિટ કપાઈ જાય તેવો ભય હતો અને નીતિન ભારદ્વાજની ટિકિટ પર પણ તલવાર લટકી હતી. આ દરમિયાન રાજકોટમાં રૂપાણીની નજીકના તમામ કપાયા હતા. પાટિલે ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા અને તેમાં નીતિનભાઈનું નામ નહોતું. તેઓ 3 ટર્મથી સત્તામાં હતા.

  રાજ્યસભામાં ટિકિટ મળે તેવી વાત વહેતી થઈ હતી

  અભય ભારદ્વાજના નિધન બાદ રાજ્યસભાની બેઠક ખાલી પડી હતી. બીજી તરફ કોંગ્રેસના નેતા અહેમદ પટેલના નિધન બાદ પણ વધુ એક બેઠક ખાલી થઈ હતી. આવામાં રાજ્યસભાની ચૂંટણી યોજાય તેવી શક્યતા વચ્ચે નીતિનભાઈને ટિકિટ મળે તેવી શક્યતા હતી. નીતિન ભારદ્વાજ એ અભય ભારદ્વાજના નાના ભાઈ છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કાર્યકર્તાઓએ ભારદ્વાજ પરિવારને આ ટિકિટ મળે તેવી લાગણી વ્યક્ત કરી હતી. અભય ભારદ્વાજના નિધન બાદ આ બેઠક રાજકોટના ફાળે જ જાય તેવી શક્યતા દેખાઈ રહી હતી. આ સાથે વિજયભાઈ પણ રાજકોટના છે અને અભય ભારદ્વાજ તેમના કોલેજકાળના મિત્ર હતા.

  નીતિનભાઈ પર થયેલા ગંભીર આરોપો

  પોલીસ કમિશનર પગે પડતાં હોવાનો આક્ષેપ

  રાજકોટ પૂર્વ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે થયેલા કમિશનબાજીના આક્ષેપ સમયે કોંગ્રેસે ભાજપ સરકાર ઉપર પ્રહારો કર્યા હતા. તે સમયે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, હાર્દિક પટેલ (પૂર્વ કોંગ્રેસી), ઇન્દ્રનીલ રાજ્યગુરુ, ધોરાજીના MLA લલિત વસોયા વગેરે અગ્રણીઓએ રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું હતો. ભાજપની સરકાર ચૂંટણીઓ માટે અધિકારીઓને પૈસા ઉઘરાવવા ટાર્ગેટ આપી રહી હોવાનો અને પોલીસ કમિશનર અગ્રવાલ નીતિન ભારદ્વાજના ઘરે જઇ પગે પડતા હોવાનો આક્ષેપ કર્યો હતો.
  આ પણ વાંચો- પાટીલના પરીવર્તનની લહેરથી ન બચ્યા ધનસુખ ભંડેરી, ગણાય છે રૂપાણીની નજીકના નેતા

  500 કરોડથી વધુના કૌભાંડનો આરોપ

  2022ની 22 ફેબ્રુઆરીના રોજ કોંગ્રસના નેતા સુખરામ રાઠવા, ઉપનેતા શૈલેષ પરમાર અને દંડક સી.જે. ચાવડાએ એક પત્રકાર પરિષદ યોજી હતી. આ પત્રકાર પરિષદમાં તેમણે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નીતિન ભારદ્વાજ સહિતના ભાજપના નેતાઓ સામે ગંભીર આક્ષેપ કર્યા હતા.

  પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું હતું કે, રાજકોટની આસપાસમાં 20 કિલોમીટરના વિસ્તારમાં આવેલા અલગ-અલગ સર્વે નંબરની 2031 સુધી હેતુફેર ન થઈ શકે તેવા કેટલાક સર્વે નંબરની કિંમતી જમીનના ઝોન ચેન્જ કરાવી ગુજરાતના માજી મુખ્યપ્રધાન અને રાજકોટ-2ના ધારાસભ્ય વિજય રૂપાણી તેમજ નીતિન ભારદ્વાજ સહિતના ભાજપના નેતાઓએ 500 કરોડથી વધુનું કૌભાંડ આચર્યું છે.

  ત્યારબાદ આ મામલે પ્રથમ નીતિન ભારદ્વાજ અને બાદમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસના નેતાઓ દ્વારા પ્રતિષ્ઠાને નુકસાન કરાયું હોય માફી માંગવા અથવા આરોપો સાબિત કરવા માંગ કરાઈ હતી. આ સાથે આમ નહીં કરવા પર માનહાનીનો દાવો કરવા પણ જણાવાયું હતું. ત્યારે કોંગ્રેસ દ્વારા માફી નહીં માંગવામાં આવતા નીતિન ભારદ્વાજ કોર્ટમાં પહોંચ્યા હતા અને બદનક્ષીનો દાવો દાખલ કર્યો હતો.

  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણવા નીચે આપેલી બેઠકોના નામ ઉપર કરો ક્લિક

  | મહેમદાબાદ | વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  જસદણ  |  રાજકોટ દક્ષિણ  | નડિયાદ | | સોજિત્રા |  ખંભાત ગઢડા  બોરસદ |  આંકલાવ | આણંદ | ઉમરેઠ | માતર | પેટલાદ |   મહુધા  કપડવંજ | ઠાસરા | કોડીનાર  | લાઠી  | સાવરકુંડલા |  ગારિયાધાર  | મહુવા |  પાલિતાણા | ઓલપાડ | ઉમરગામ|ચોર્યાસી|  વાઘોડિયા | ભાવનગર ગ્રામ્ય | પાદરા | કરજણ | છોટાઉદેપુર | સંખેડા | ડભોઈ | નાંદોદ | ભાવનગર પૂર્વ | જંબુસર | રાવપુુરા | વાઘરા |સાવલી દેવગઢબારિયા | ઝાલોદ |હાલોલ | બાલાસિનોર | વાંસદા નિઝર | ગણદેવી | ધરમપુર | વ્યારા પારડી | લીમખેડા | સંતરામપુરા |  મહુવા એસટી | માંગરોળ એસટી | જલાલપોર | રાજુલા | ગરબાડા | વરાછા | વટવા કામરેજ | ધંધૂકા | ગોધરા | પાવી જેતપુર | વડોદરા  | કાલોલ |
  Published by:mujahid tunvar
  First published:

  Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन