Home /News /rajkot /

Gujarat election 2022: જાણો કોણ છે કોંગ્રેસનું મોટું માથું ગણાતા લલિત વસોયા

Gujarat election 2022: જાણો કોણ છે કોંગ્રેસનું મોટું માથું ગણાતા લલિત વસોયા

Congress leader  lalit vasoya profile: લલિત વસોયા હાર્દિક પટેલ ગ્રુપના માનવામાં આવે છે. જ્યારે હાર્દિક પટેલે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો તો લલિત વસોયા પણ કોંગ્રેસને અલવિદા કહે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી.

Congress leader  lalit vasoya profile: લલિત વસોયા હાર્દિક પટેલ ગ્રુપના માનવામાં આવે છે. જ્યારે હાર્દિક પટેલે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો તો લલિત વસોયા પણ કોંગ્રેસને અલવિદા કહે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી.

  ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Assembly election 2022 ) પડઘમ વાગી રહ્યા છે અને દરેક પક્ષ પોતાની પૂરજોશ તૈયારી કરી રહ્યું છે. ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી દરેક પોત પોતાની રીતે ગ્રાઉન્ડ લેવલ પર પોતાની માટે પ્લોટ તૈયાર કરવામાં વ્યસ્ત છે. પક્ષો તો પોતાની તૈયારી કરી જ રહ્યાં છે પણ તૈયારીની સાથો સાથ ઉમેદવારો પણ ચૂંટણીમાં તટલા જ મહત્વના હોય છે. દરેક મતદાર માટે તેમના ઉમેદવારો વિશે માહિતી હોય તે ખૂબ જરૂરી છે. ત્યારે આ અંતર્ગત જ આજે આપણે ચર્ચા કરીશું કોંગ્રેસના લલિત વસોયા ( lalit vasoya) વિશે.

  કોણ છે લલિત વસોયા (Who is Lalit Vasoya?)

  કોંગ્રેસનું મોટું માથું ગણાતા લલિત વસોયાનો (Congress leader  lalit vasoya ) જન્મ રાજકોટના ધોરાજી ખાતે થયો હતો. તેમના પિતાનું નામ જસમતભાઈ વસોયા છે. રાજકીય કારકિર્દી ઉપરાંત તે પોતે એક ખેડૂત પણ છે. જણાવી દઈએ કે તેમનો પરિવાર વારસાગત રીતે ખેતી સાથે જોડાયેલો છે. લલિત વસોયાના અભ્યાસની વાત કરવામાં આવે તો તેમણે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી વર્ષ 1983માં એસ વાય બી.કોમનો અભ્યાસ કરેલ છે.

  આ સાથે જ તેમની રાજકીય ઈનિંગ પણ ખૂબ લાંબી રહી છે. રાજકારણમાં તેમને 30 વર્ષનો અનુભવ હોવાની વાત તેમના દ્વારા કરવામાં આવે છે. તેમનુ કહેવું છે કે તેમની રાજકીય કારકિર્દી જોઈને જ કોંગ્રેસ દ્વારા તેમને મહત્વના કાર્યો સોંપવામાં આવે છે. જણાવી દઈએ કે તે હાલ ધોરાજી બેઠક પરથી કોંગ્રેસની ટિકીટ પર ટૂંટણી લડી ચૂક્યા છે અને જીત પણ મેળવી ચૂક્યા છે.

  આટલી સંપતિના છે માલિક

  વર્ષ 2017માં રાજકોટની ધોરાજી બેઠક (Dhoraji seat) પરથી નોંધાવેલી ઉમેદવારી દરમ્યાન આપેલા સોગંદનામા અનુસાર લલિત વસોયાની સંપતિની વાત કરીએ. આ સોગંદનામા પ્રમાણે લલિત વસોયાની જંગમ સંપતિ કુલ રૂ. 1,99,490 છે. જેમાં હાથ પરની રોકડ રૂ. 1 લાખ છે. આ સિવાય તેમની બેન્કિંગ અને નોન બેન્કિંગ થાપણો રૂ. 18,382 છે. મ્યૂચ્લ ફંડ અને બેન્ચરમાં રોકાણ રૂ. 19,400 છે. આ સિવાય તેમની પાસે રૂ. 50000 કિંમતનુ 2 તોલા સોનુ છે. તેમની સ્થાવર મિલકતો પર નજર કરીએ તો તેમની પાસે કુલ રૂ. 1,60,00,000ની સ્થાવર મિલકત છે. જેમાં જમીન, મકાન અને વારસામાં મળેલ જમીનનો સમાવેશ થાય છે.

  આ પણ વાંચો: Gujarat Elections 2022: જગદિશ ઠાકોરની રાજકીય સફરમાં થયો રાતોરાત પરિવર્તન, જાણો દિગ્ગજ કોંગી નેતા વિશે


  તેમની પત્નીની સંપત્તિની વાત કરવામાં આવે તો સોગંદનામામાં જણાવ્યા અનુસાર તેમી પત્ની પાસે કુલ રૂ. 544772ની જંગમ સંપત્તિ છે. જેમાં રૂ. 1,05000 હાથ પરની રોકડનો સમાવેશ થાય છે. આ સાથે જ રૂ. 1,70,171ની બેન્કિંગ અને નોન બેન્કિંગ થાપણો સામેલ છે. આ સિવાય રૂ. 19600ના ડિબેન્ચર અને મ્યુચ્યુઅલ ફંડ રોકાણોનો પણ સમાવેશ જંગમ સંપત્તિમાં થાય છે. લલિત વસોયાના પત્ની પાસે કુલ રૂ. 250000ની કિંમતનુ 8 તોલા સોનું પણ છે. આ સાથે જ તેમની પત્ની પાસે કુલ રૂ. 6500000ની કિંમતની સ્થાવર સંપત્તિ પણ સામેલ છે.

  લોનની વાત કરવામાં આવે તો લલિત વસોયાના માથે કુલ રૂ. 273555ની લોન અને તેમની પત્નીના માથે રૂ. 221860ની લોન છે.

  લલિત વસાયોનું વાયરલ એફિડેવિટ

  થોડા દિવસો પહેલા વસોયાના નામનું નકલી સોગંદનામુ વાયરલ થયુ હતું. ત્યારે આ વાયરલ એફિડેવિટમાં માવા (મસાલા)ની વાત હોવાનુ જોવા મળ્યું હતું.  તેમાં લખ્યું હતું કે, "હું ધોરાજી-ઉપલેટા વિધાનસભા વિસ્તારમાંથી ચૂંટણી જીતી ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવીશ તો હું સરકાર પાસે 135 વાળા માવાના રૂ. 12માંથી 5 રૂપિયા કરાવીને પછી જ બીજુ કામ કરીશ. લલિત વસોયાએ આ બાબતે સ્પષ્ટતા આપતા કહ્યું કે, વાયરલ પોસ્ટ ખોટી છે અને કોઇએ ચેડાં કરેલા છે. ભાજપના ટીખળખોર લોકોએ આ કામ કર્યું છે. મેં મારા મતવિસ્તારના લોકો માટે સોગંદનામુ કરેલું છે. મારો પગાર લોકો માટે વાપરવાનું સોગંદનામુ કરેલું છે. મારા શુભ આશયને અમુક લોકોએ ચેડાં કરી વાયરલ કરી છે.

  વસોયાએ કહ્યું કે, મારા હિત વિરોધી લોકોએ ખોટી એફિડેવિટ વાયરલ કરી. 2017માં ઉમેદવારી વખતે પગાર-ભથ્થા લોકોની સેવામાં વાપરવાની એફિડેવિટ કરી હતી. ધારાસભ્યને મળતો પ્લોટનો ઉપયોગ લોકો માટે કરવા એફિડેવિટ કરી હતી. મહત્વનું છે કે, પોસ્ટમાં MLA બનતા માવાના ભાવ રૂ. 5 કરવાનો ઉલ્લેખ હતો.

  કોંગ્રેસ ગ્રુપ લેફ્ટ કર્યાની વાત

  લલિત વસોયાને હાર્દિક પટેલ ગ્રૂપના માનવામાં આવે છે. જેથી હાર્દિકે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે તો ચર્ચા ચાલી રહી છે કે, લલિત વસોયા પણ આવું જ કરી શકે છે. જોકે, આવા સવાલ પર લલિત વસોયાએ આ તમામ વાતો નકારતા જણાવ્યું કે, 'આવું કાંઇ નથી, હું કોઇપણ કોંગ્રેસના ગ્રુપમાંથી લેફ્ટ નથી થઇ રહ્યો.' મને કોઇ જાણી જોઇને બદનામ કરવા માટે આવા સ્ક્રીન શોટ ફરતા કરી રહ્યાં છે. જો આમાંથી એકપણ વાતની ખરાઇ કરી બતાવે તો હું સોગંધ ખાઇને કહું છું કે, હું ધારાસભ્યના પદેથી રાજીનામું આપી દઉં. આ મને બદનામ કરવા માટેની અફવા જ છે.'

  આ પણ વાંચો: Gujarat election 2022: ભાજપ સરકારને ટક્કર આપનાર યુવા નેતા જીગ્નેશ મેવાણી કોણ છે? કઈ રીતે બન્યા દલિતોનો ચહેરો?


  હાર્દિક પટેલ vs લલિત વસોયા

  લલિત વસોયા હાર્દિક પટેલ ગ્રુપના માનવામાં આવે છે. જ્યારે હાર્દિક પટેલે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો તો લલિત વસોયા પણ કોંગ્રેસને અલવિદા કહે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી. આ મુદ્દે તેમણે કહ્યું કે હાર્દિકની નજીકના હોવાથી આવી અફવા ઉડે છે, તેના જવાબમાં લલિત વસોયાએ જણાવ્યું કે, 'કોંગ્રેસનો કોઇપણ પાટીદાર માણસ હાર્દિક પટેલની સાથે જવાનું વિચારી પણ ન શકે. તે ભાજપમાં જોડાયો તે બાદ તેની પહેલી ટીકા અમે કરી હતી. જો ઉદાહરણ તરીકે જ માત્ર કહું છું કે, હું મહિના પછી પણ ભાજપમાં જોડાવ તો પણ હાર્દિક અમારો ગોડ ફાધર નથી.'

  લલિત વસોયાએ વધુમાં જણાવ્યુ કે, 'જો મારે કોંગ્રેસ છોડવી હશે તો હું મહિના પહેલા જ બધાને ફોન કરીને કહી દઇશ કે, હું કોંગ્રેસ છોડવાનો છું અને એ પાછળના આ કારણો છે. હાલ મારે કોંગ્રેસ છોડવાનું કોઇ કારણ જ નથી. મારી વ્યક્તિગત કે રાજકીય રીતે કોંગ્રેસ અથવા તો ભાજપના કોઇપણ વ્યક્તિ સાથે કોઇ દુશ્માનાવટ નથી. મારે કોંગ્રેસમાંથી જવું હશે તો હું કોંગ્રેસ ભવનમાં જઇને પહેલા જ કહી દઇશ.

  નરેશ પટેલને આપી વેલકમ ઓફર

  ખોડલધામના વડા અને પાટીદાર અગ્રણી નરેશ પટેલના રાજકીય પ્રવેશને લઈને પણ રાજકારણ ગરમાયુ છે. ત્યારે કોંગ્રેસ દ્વારા નરેશ પટેલને ખુલ્લી ઓફર કરવામાં આવી હતી. કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવા માટે ખુલ્લુ આમંત્રણ આપ્યું હતું. રાજકોટ ખાતે કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા અને લલિત કગથરાએ એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું.

  આ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા લલિત વસાયોએ કહ્યું હતું કે, જો નરેશ પટેલ કોંગ્રેસમાં આવે તો હું મારી સીટ ખાલી કરવા માટે તૈયાર છું. જો નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તો આખી કોંગ્રેસને ફાયદો થાય. ધારાસભ્ય લલિત વસોયાએ નરેશ પટેલને ખુલ્લું આમંત્રણ આપતા કહ્યું કે, હું મારી બેઠક ખાલી કરીને ખબે બેસાડીને કોંગ્રેસમાંથી ચૂંટણી જીતાડીશ.

  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણવા નીચે આપેલી બેઠકોના નામ ઉપર કરો ક્લિક

  | મહેમદાબાદ | વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  જસદણ  |  રાજકોટ દક્ષિણ  | નડિયાદ | | સોજિત્રા |  ખંભાત ગઢડા  બોરસદ |  આંકલાવ | આણંદ | ઉમરેઠ | માતર | પેટલાદ |   મહુધા  કપડવંજ | ઠાસરા | કોડીનાર  | લાઠી  | સાવરકુંડલા |  ગારિયાધાર  | મહુવા |  પાલિતાણા | ઓલપાડ | ઉમરગામ|ચોર્યાસી|  વાઘોડિયા | ભાવનગર ગ્રામ્ય | પાદરા | કરજણ | છોટાઉદેપુર | સંખેડા | ડભોઈ | નાંદોદ | ભાવનગર પૂર્વ | જંબુસર | રાવપુુરા | વાઘરા |સાવલી દેવગઢબારિયા | ઝાલોદ |હાલોલ | બાલાસિનોર | વાંસદા નિઝર | ગણદેવી | ધરમપુર | વ્યારા પારડી | લીમખેડા | સંતરામપુરા |  મહુવા એસટી | માંગરોળ એસટી | જલાલપોર | રાજુલા | ગરબાડા | વરાછા | વટવા કામરેજ | ધંધૂકા | ગોધરા | પાવી જેતપુર | વડોદરા  | કાલોલ |
  Published by:mujahid tunvar
  First published:

  Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections, Lalit vasoya

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन