Home /News /rajkot /

Gujarat Election 2022: ભાજપની પરીવર્તનની લહેરમાં સાઇડલાઇન થયા દિગ્ગજ નેતા કુંવરજી બાવળીયા, હવે કોળી સમાજે પણ ચઢાવી બાંયો

Gujarat Election 2022: ભાજપની પરીવર્તનની લહેરમાં સાઇડલાઇન થયા દિગ્ગજ નેતા કુંવરજી બાવળીયા, હવે કોળી સમાજે પણ ચઢાવી બાંયો

Rural Housing Minister Kunwarji Bavaliya: કુંવરજીભાઇ વર્ષ 1995-2009 સુધી જસદણ બેઠક પર MLA રહી ચૂક્યા છે. એટલું જ નહીં વર્ષ 2009-2014 સુધી રાજકોટ મતવિસ્તારમાંથી લોકસભામાં MP રહી ચૂક્યા છે.

Rural Housing Minister Kunwarji Bavaliya: કુંવરજીભાઇ વર્ષ 1995-2009 સુધી જસદણ બેઠક પર MLA રહી ચૂક્યા છે. એટલું જ નહીં વર્ષ 2009-2014 સુધી રાજકોટ મતવિસ્તારમાંથી લોકસભામાં MP રહી ચૂક્યા છે.

  ગુજરાત વિધાનસભા 2022ની (Gujarat Assembly Election 2022) ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઘણા સમય પહેલાથી જ ભાજપે પાયાથી પરીવર્તનનો દોર શરૂ કરીને અનેક મોટા ગજાના નેતાઓને સાઇડલાઇન કરી દેતા પક્ષમાં આંતરિક વિખવાદે ઘેરું સ્વરૂપ ધારણ કર્યુ છે. આ યાદીમાં જસદણ વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળિયા પણ સામેલ છે. કોંગ્રેસનો હાથ છોડીને કમળની ડાળી પડકડનારા કુંવરજી બાવળિયાને (Kunwarji Bavaliya) આલા દરજ્જાના નેતા ગણવામાં આવે છે. ખાસ કરીને તેઓ પાસે કોળી સમાજની બહોળી વોટબેંક છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી કુંવરજી બાવળીયા પક્ષથી નારાજ ચાલી રહ્યા છે. જેથી જસદણ બેઠક પરનો આંતરિક વિખવાદ ચૂંટણી નજીક આવતા જ સામે આવી રહ્યો છે.

  કોણ છે કોળી સમાજની શાન કુંવરજી બાવળીયા?

  સૌરાષ્ટ્રની સૌથી મહત્વની અને ખાસ બેઠક જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળીયાનો ( Minister Kunwarji Bavaliya) જન્મ 16 માર્ચ, 1955માં રાજકોટ જીલ્લાના જસદણ તાલુકામાં થયો હતો. કોળી સમાજમાં જન્મેલા કુંવરજીભાઇએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટીમાંથી બીએસસી અને બીએડની ડિગ્રીઓ મેળવી છે. રાજકારણમાં આવતા પહેલા તેઓ વ્યવસાયે ખેડૂત હતા. હાલ કુંવરજીભાઈ બાવળિયા ગુજરાત સરકારમાં પાણી પુરવઠા, પશુપાલન, ગ્રામીણ ગૃહ નિર્માણ મંત્રી છે.

  કુંવરજીભાઇ વર્ષ 1995-2009 સુધી જસદણ બેઠક પર MLA રહી ચૂક્યા છે. એટલું જ નહીં વર્ષ 2009-2014 સુધી રાજકોટ મતવિસ્તારમાંથી લોકસભામાં MP રહી ચૂક્યા છે. વર્ષ 2017માં તેઓ ફરી જસદણ મતવિસ્તારના હોદ્દેદાર બન્યા હતા.

  કોંગ્રેસની વંડી ઠેકી ભાજપમાં કૂદ્યા બાવળીયા

  કુંવરજી બાવળિયાએ જુલાઈ 2018માં ધારાસભ્ય પદેથી રાજીનામું આપી કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયા હતા. બાવળિયાએ રાજીનામું ધરતાની સાથે જ ભાજપે તેમને મંત્રી પદ સોંપ્યું હતું અને બાવળિયાએ પક્ષ પલટો કરતાં જ જસદણ બેઠક પર વર્ષ 2018માં પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં તેમની જીત થઇ હતી. બાવળિયા ગુજરાતના ઓબીસી નેતા છે અને કોળી સમાજના આગેવાન છે અને પાંચ વખત ગુજરાતમાંથી કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમજ એક વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા.

  Gujarat election 2022: ભૂપેન્દ્ર પટેલે હજારો કિમી પ્રવાસ કરીને બનાવી મજબૂત નેતાની છબી


  પક્ષ સાથે નારાજગીની અફવાઓએ ગરમાવ્યું રાજકારણ

  હાલ પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાનો રાજકીય મૂડ ચર્ચામાં આવ્યો છે. મંત્રી પદ ગયા બાદ સતત તંત્ર અને સરકારને ઘેરી સવાલ કરી રહ્યાં છે. બાવળીયાના સવાલોથી અનેક તર્ક-વિતર્ક સર્જાઇ રહ્યા છે. તો બીજી તરફ રાજકીય પંડિતોમાં પણ કુંવરજી બાવળીયાને લઇ ચર્ચાઓ શરૂ થઇ ચૂકી છે. પોતે સરકારનો જ એક હિસ્સો હતા, ત્યારે પ્રજાકીય પ્રશ્નો મામલે જાહેરમાં કોઈ પ્રશ્ન ઉઠાવતા ન હતા. પરંતુ મંત્રીપદ ગયા બાદ હવે બેઠકોમાં સરકાર સમક્ષ પ્રશ્નોનો ખડકલો કર્યો છે.

  બાવળીયા સરકાર અને તંત્રને પ્રશ્નોનું દબાણ કરી ટિકિટ નક્કી કરાવી રહ્યાંની ચર્ચાઓ થઇ રહી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બાવળીયાને ટિકિટ કપાવવાનો ડર સતાવી રહ્યો છે.

  આ બેઠક પર કેવા છે જાતિવાદી સમીકરણો

  જસદણ બેઠકને હંમેશા સૌરાષ્ટ્રની પ્રતિષ્ઠાનો જંગ માનવામાં આવે છે. આ બેઠક રાજ્યમાં સૌથી વધુ જાતિવાદી સમીકરણો બનાવતી બેઠક છે. જસદણમાં અંદાજે કુલ 2,28,223 મતદારો છે, જેમાં અંદાજે 1,07,935 મહિલા મતદાર અને 1,20,288 પુરૂષ મતદાર છે. અહીં લેઉવા પટેલ, કોળી, કડવા પટેલ, ક્ષત્રીય, માલધારી, દલિત અને લઘુમતી સમાજનું પ્રભુત્વ છે. 100 ટકામાંથી 35 ટકા કોળી, 20 ટકા લેઉવા પટેલ, 10 ટકા દલિત, 7 ટકા લઘુમતી, 7 ટકા કડવા પટેલ, 8 ટકા ક્ષત્રીય અને 13 ટકા અન્યનો સમાવેશ થાય છે.

  કોળી સમાજમાંથી આવતા બાવળીયા તેના સમાજમાં અત્યંત અગ્રણી અને મોટા કદના નેતા માનવામાં આવે છે. તેથી કોળી સમાજની વોટ બેંક પર બાવળીયા સારું એવું પ્રભુત્વ ધરાવે છે. સૌરાષ્ટ્રમાં કોળી મતદારોની ટકાવારી વધારે છે. બાવળિયા કોળી નેતા છે અને ભારતીય જનતા પક્ષનું ગણિત કોળી મતદારોને રિજવવાનું હોવાથી કુંવરજી બાવળીયા તેમના માટે ચૂંટણીઓમાં તારણહાર બની શકે છે.

  કોળી સમાજે બાવળીયા સામે ચઢાવી બાંયો

  જોકે, કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને હાલ સાઇડલાઇન કરાયેલા બાવળીયા માટે સમસ્યા ત્યારે ઊભી થઇ, જ્યારે તેમના જ કોળી સમાજ દ્વારા તેમનો વિરોધ શરૂ કરવામાં આવ્યો. ભાજપમાં જોડાવાની સાથે જ સમાજમાં તેમની સામે વિરોધી સૂરો માથું ઊંચકી રહ્યા હતા. હવે ગુજરાત જ નહીં, દેશભરના કોળી સંગઠનોએ વિરોધ કરતાં મંત્રી બાવળિયાએ અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષપદેથી રાજીનામુ આપી દેવુ પડયુ હતું. ભાજપના શાસનમાં કોળી સમાજને રાજકીય પ્રભુત્વ મળ્યુ નથી તેવી ફરિયાદ અગાઉ પણ ઉઠી ચૂકી છે.

  ભાવનગર અને સોમનાથમાં આ જ મુદ્દે કોળી સમાજની બેઠકો પણ મળી ચૂકી છે. હવે ફરી એકવાર કોળી સમાજે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા સામે બંડ પોકાર્યો છે. મંત્રી બાવળિયાની કાર્યશૈલીથી ખુદ કોળી સમાજ જ ભારોભાર નારાજ છે. આ સ્થિતિને જોતા બાવળીયા માટે સામે પવને ચાલવા જેવી સ્થિતિ પેદા થઇ છે.

  કોળી સમાજના બે જૂથો આમને સામને આવી ગયા છે. ત્યારે કોળી સમાજના પ્રમુખ પદેથી કુંવરજી બાવળિયાને સસ્પેન્ડ કરવાને લઈ વિવાદ વકર્યો છે. કુંવરજી બાવળિયાએ જણાવ્યું છે કે સસ્પેન્ડ કરવાને લઈ અજીત પટેલે ભૂલ સ્વીકારી લીધી છે, જ્યારે સામે પક્ષે અજીત પટેલે જણાવ્યું છે કે ભૂલ સ્વીકારવાની વાત ખોટી છે.

  Gujarat election 2022: ડો. રઘુ શર્મા ગુજરાત કોંગ્રેસની નાવડી પાર કરાવી શકશે?


  અજીત પટેલનો આક્ષેપ

  - નવા વરાયેલાં રાષ્ટ્રીય અધ્યક્ષ અજીત પટેલે એવો આક્ષેપ કર્યો છે કે, કુંવરજી બાવળિયાએ માત્ર સમાજનો ઉપયોગ જ કર્યો છે. મંત્રી બની બાવળિયાએ કોળી સમાજનો નહીં, ખુદનો જ વિકાસ કર્યો છે. મંત્રી કુંવરજી બાવળિયા મંત્રી બનવાની લાલચમાં જ ભાજપમાં જોડાયા હતાં. તેમણે મંત્રી બનવા કોળી સમાજનો માત્ર ઉપયોગ જ કર્યો છે. તેઓ મંત્રીપદે રહીને પણ સમાજનું કામ કરી શક્યા નથી.

  - અજીત પટેલે કુંવરજી બાવળિયા સામે આક્ષેપ કરતા કહ્યું હતું કે, કુંવરજી બાવળિયા ત્રણ ટર્મ સુધી સમાજના પ્રમુખ રહ્યા બાદ 10 જૂન, 2020ના રોજ તેમનો કાર્યકાર પૂર્ણ થતો હોવા છતાં, એક વર્ષ માટે કાર્યકાર લંબાવ્યા બાદ 10 જૂન, 2021ના રોજ કાર્યકાર પૂર્ણ થયા બાદ પ્રમુખ ન હોવા છતાં પોતાને પ્રમુખ માની મનસ્વી રીતે સંગઠનની ખોટી રીતે કામગીરી કરતાં આવ્યા છે. અજમેર ખાતે જનરલ સભા બોલાવવાનો વિરોધ કરી સદર સભા દિલ્હી ખાતે બોલાવવાની ખોટી જીદ કર્યા બાદ તેઓ સતત સમાજ વિરોધી પ્રવૃત્તિ કરતા હતા.

  કુંવરજી બાવળિયા પર લેન્ડ ગ્રેબિંગનો આરોપ

  બાવળીયા અને વિવાદો વચ્ચે જૂનો નાતો રહ્યો છે. રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયા પર ગૌચરની જમીન પચાવી પાડ્યાનો ગંભીર આક્ષેપ લાગ્યો હતો. જસદણ વિંછિયાના રાજ ગ્રુપ સર્વજ્ઞાતિ સેવા શક્તિના સ્થાપક મુકેશ રાજપરાએ સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર પણ લખ્યો હતો. જેમાં કુંવરજી બાવળિયા દ્વારા સંકુલ અને સ્ટોન ક્રશરના નામે 200 વિઘા જેટલી જમીનનું દબાણ કર્યુ હોવાનો આક્ષેપ લગાવ્યો અને દબાણ દુર કરવા અથવા લેન્ડ ગ્રેબિંગ કરવા બાબતે રજૂઆત કરી હતી.

  Gujarat election 2022: બીજેપીના દિગ્ગજ નેતા પ્રદિપસિંહ જાડેજાને પક્ષે કેમ કર્યા તમામ જવાબદારીઓમાંથી મુક્ત


  ઉમિયા શૈક્ષણિક સંકુલને પાણીથી વંચિત રાખવાનો આક્ષેપ

  ભાજપના પૂર્વ પ્રધાન એવા કુંવરજી બાવળીયાને લઈને ભાજપના જ પૂર્વ મહામંત્રી ભૂપત કેરાળીયાએ જ સીઆર પાટીલને પત્ર લખ્યો હતો. જેમાં વીંછીયામાં ઉમિયા શૈક્ષણિક સંકુલને પાણીથી વંચિત રાખવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને તેમને ફરીયાદમાં એ પણ જણાવ્યું હતું કે, કુંવરજી બાવળીયા પોતાનું જ કામ કરે તેવા કાર્યકરોને આગળ કરચા હોવાનો આક્ષેપ કર્યો હતો. નર્મદાનું પાણી ન મળે તે માટેનો કુંવરજી બાવળીયા પ્રયાસ કરી રહ્યા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો હતો.

  બાવળીયાની ભાજપમાં એન્ટ્રી પૂર્વાયોજીત

  જસદણ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકીયાએ એક ગામમા સભા દરમિયાન ભાજપના ઉમેદવાર કુંવરજી ભાઈ બાવળીયા પર આક્ષેપો કરતા જણાવ્યું છે કે કુંવરજી બાવળીયા ભાજપમા જવા સાત વર્ષથી પ્લાનીંગ કરી રહ્યા હતા.

  દેવજી ફતેપરા પર ગરજ્યા કુંવરજી બાવળીયા

  કુંવરજી બાવળીયાએ કહ્યું હતું કે, ફતેપરા સાથે મારે કંઇ લાગેવળગે નહીં. તે થોડો કોળી સમાજને ખિસ્સામાં લઈને ફરે છે. એવું જ હોત તો સુરેન્દ્રનગરમાં બીજીવાર ચૂંટણી લડ્યો તો જીતી ગયો ન હોત! દેવજી ફતેપરા કાર્યક્રમ કરતો હોય તો ભલે કરે. બાકી કોળી સમાજમાં કંઇ કોઈ ફાંટા-બાટા છે નહીં. જે કોઇને વ્યક્તિગત વાંધો હોય તો એને કંઈ ફાટા ન કહેવાય. એ સમાજને ખિસ્સામાં લઈને થોડો ફરે છે. બાકી કોળી સમાજમાં કોઈ ફાંટા છે જ નહીં. સુરેન્દ્રનગરમાંથી ચૂંટણી જીત્યો હોત તો ધારાસભ્ય ન થઈ ગયો હોત! બોલવું સહેલું છે પણ કરીને બતાવવું અઘરું છે. એ બોલે એમ કંઈ ન થાય. રાજકોટમાં 10થી 15 હજાર લોકોનું સંમેલન બોલાવે તો કહેવાય.

  આટલી સંપત્તિના માલિક છે બાવળીયા

  વર્ષ 2018માં કુંવરજી બાવળીયાએ એફિડેવિટમાં આપેલી વિગતો અનુસાર તેમની પાસે અંદાજે રૂ. 50,000 રોકડ હાથ પર હતી. જ્યારે કે અલગ અલગ 6 બેંકોમાં રહેલા તેમના બચત ખાતામાં કુલ 20,96,174 રૂપિયા હતા. તેમની પાસે અંદાજે 10 ગ્રામ અને તેમની પત્ની પાસે અંદાજે 40 ગ્રામ સોનું હતું. આ તમામ અને અન્ય સહિત કુંવરજી બાવળીયાની કુલ સંપતિ અંદાજે રૂ. 40,18,318 છે. આ સિવાય બાવળીયા પાસે અલગ અલગ 3 જગ્યાએ ખેતીની જમીન પણ છે.

  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણવા નીચે આપેલી બેઠકોના નામ ઉપર કરો ક્લિક

  | મહેમદાબાદ | વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  જસદણ  |  રાજકોટ દક્ષિણ  | નડિયાદ | | સોજિત્રા |  ખંભાત ગઢડા  બોરસદ |  આંકલાવ | આણંદ | ઉમરેઠ | માતર | પેટલાદ |   મહુધા  કપડવંજ | ઠાસરા | કોડીનાર  | લાઠી  | સાવરકુંડલા |  ગારિયાધાર  | મહુવા |  પાલિતાણા | ઓલપાડ | ઉમરગામ|ચોર્યાસી|  વાઘોડિયા | ભાવનગર ગ્રામ્ય | પાદરા | કરજણ | છોટાઉદેપુર | સંખેડા | ડભોઈ | નાંદોદ | ભાવનગર પૂર્વ | જંબુસર | રાવપુુરા | વાઘરા |સાવલી દેવગઢબારિયા | ઝાલોદ |હાલોલ | બાલાસિનોર | વાંસદા નિઝર | ગણદેવી | ધરમપુર | વ્યારા પારડી | લીમખેડા | સંતરામપુરા |  મહુવા એસટી | માંગરોળ એસટી | જલાલપોર | રાજુલા | ગરબાડા | વરાછા | વટવા કામરેજ | ધંધૂકા | ભુજ | ગોધરા | પાવી | જેતપુર | વડોદરા  | કાલોલ | દેદિયાપાડા  | અંકલેશ્વર | ડાંગ| 
  Published by:mujahid tunvar
  First published:

  Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन