Home /News /rajkot /Gujarat election 2022: સૌરાષ્ટ્રના 'મીની દુબઇ' જેતપુર બેઠકમાં કેવી છે રાજકીય સ્થિતિ? જાણો મતદારોની માંગ

Gujarat election 2022: સૌરાષ્ટ્રના 'મીની દુબઇ' જેતપુર બેઠકમાં કેવી છે રાજકીય સ્થિતિ? જાણો મતદારોની માંગ

જેતપુર વિધાનસભા બેઠક પર 1990થી ભાજપનો દબદબો છે, જેમાં 2012માં કોંગ્રસમાંથી જયેશ રાદડિયાએ ભારે બહુમતી સાથે જીત મેળવી હતી.

jetpur assembly constituency : આ બેઠક પર જાતિવાદી સમીકરણોની વાત કરીએ તો જેતપુરમાં લેઉવા પટેલ, કોળી, કડવા પટેલ, આહીર, ક્ષત્રીય, માલધારી, બ્રાહ્મણ, ખાંટ, દલિત અને લઘુમતી સમાજનું પ્રભુત્વ છે. 100 ટકામાંથી 7 ટકા કોળી, 45 ટકા લેઉવા પટેલ, 13 ટકા દલિત, 7 ટકા લઘુમતી, 5 ટકા કડવા પટેલ, 5 ટકા ક્ષત્રિય અને અન્ય 18 ટકા મતદારો છે.

વધુ જુઓ ...
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ((Gujarat Assembly election 2022)) પહેલાં રાજકીય માહોલ જામ્યો છે. રાજ્યમાં કેન્દ્રીય નેતાઓની અવર જવર વધવા માંડી છે. વડાપ્રધાન મોદીથી લઈને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસના પ્રભારીની સતત અવરજવરથી વહેલી ચૂંટણી યોજવાના સંકેતો મળી રહ્યાં છે. ચૂંટણી ભલે ગમે ત્યારે યોજાય પણ દરેક પક્ષ હાલ પાણી પહેલા પાળ બાંધવામાં લાગી ગયો છે.

વિવિધ લોકાર્પણ અને જાહેર સભાઓ દ્વારા મતદારોને રીઝવવાની હોડ લાગી છે. ત્યારે પોતાના વિસ્તારમાં કેવી સમસ્યાઓ છે અને શું જરૂરિયાતો છે તેનાથી તો દરેક મતદાતા વાકેફ હોય છે, પરંતુ પોતાના વિસ્તારના રાજકીય કાવાદાવાઓ જાણવા ખૂબ જરૂરી છે. આ લેખમાં આજે અમે વાત કરવા જઇ રહ્યા છીએ જેતપુર વિધાનસભા બેઠકની, (Jetpur assembly seat) ત્યાંની પ્રજાની સમસ્યાઓ, રાજકીય માહોલ અને વિવાદો વિશે.

ગુજરાતનું મીની ઔદ્યોગિક હબ

છેલ્લા પાંચ દાયકાઓથી ધૂપ છાવમાંથી પસાર થઇને આજે પણ અડીખમ ઉભેલા જેતપુર શહેરનો સાડી ઉદ્યોગ કે જેને કારણે જેતપુર શહેરનું નામ દેશ-વિદેશમાં ગુંજી રહ્યું છે. જેતપુર એક એવું શહેર છે જ્યાં ડાઇંગ ઉદ્યોગ સૌથી વધુ છે. 1970-90 જેતપુર સાડી ઉદ્યોગનો સુવર્ણ યુગ માની શકાય. આ ગાળામાં જેતપુર શહેરની સરખામણી દુબઇ સાથે થતી હોવાથી મીની દુબઇ એવું જેતપુરને ઉપનામ મળ્‍યું હતું. આ સમય દરમ્‍યાન સમગ્ર દેશમાં ઔદ્યોગિક શહેર તરીકે જેતપુરનું નામ ગુંજતું હતું.

આ પણ વાંચો- Gujarat election: એક પેટા ચૂંટણીએ બદલી નાખ્યું જસદણના રાજકારણનું ચિત્ર, આ રીતે ભાજપે છીનવી કોંગ્રેસની ગાદી


જેતપુર બેઠકના રાજકીય ઉતાર-ચઢાવ
જેતપુર વિધાનસભા બેઠક (jetpur assembly constituency)પર 1990થી ભાજપનો દબદબો છે, જેમાં 2012માં કોંગ્રસમાંથી જયેશ રાદડિયાએ ભારે બહુમતી સાથે જીત મેળવી હતી. બે મહિના બાદ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ફરી પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપમાંથી જયેશ રાદડીયાનો ભવ્ય વિજય થયો હતો અને આ બેઠક પર ભાજપે પોતાની પકડ મજબૂત બનાવી હતી.

વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક કોંગ્રેસના ફાળે ગઇ હતી. કોંગ્રેસના જયેશ વિઠ્ઠલભાઇ રાદડિયા સામે ભાજપના જશુમતીબેન કોરાટનો 18033 મતે પરાજય થયો હતો. વિજેતા ઉમેદવાર જયેશ રાદડિયાને 85827 મત અને તેમના નિકટના હરીફ જશુમતિબેનને 67794 મત મળ્યા હતા.

જેતપુરમાં જાતિવાદી સમીકરણ અને મતદારો

વર્ષ 2018ના આંકડાઓ અનુસાર આ બેઠક પર કુલ 2,52,718 મતદારો નોંધાયા હતા. જેમાં અંદાજે 119815 મહિલા મતદારો અને 132901 પુરૂષ મતદારો નોંધાયા હતા. આ બેઠક પર જાતિવાદી સમીકરણોની વાત કરીએ તો જેતપુરમાં લેઉવા પટેલ, કોળી, કડવા પટેલ, આહીર, ક્ષત્રીય, માલધારી, બ્રાહ્મણ, ખાંટ, દલિત અને લઘુમતી સમાજનું પ્રભુત્વ છે. 100 ટકામાંથી 7 ટકા કોળી, 45 ટકા લેઉવા પટેલ, 13 ટકા દલિત, 7 ટકા લઘુમતી, 5 ટકા કડવા પટેલ, 5 ટકા ક્ષત્રિય અને અન્ય 18 ટકા મતદારો છે.

જેતપુર બેઠક પર કેવી છે સમસ્યાઓ?

સૌ જાણે છે જેતપુરનો કાપડ ઉદ્યોગ માત્ર દેશ જ નહીં, પરંતુ વિશ્વભરમાં પ્રખ્યાત અને માંગમાં છે. ત્યારે કોરોના મહામારીના કારણ આ ઉદ્યોગની સ્થિતિ એટલી હદે વણસી છે કે તેને ઉભો કરવામાં વર્ષો લાગી શકે છે. તેમાંય મોંઘવારીનો માર આ ઉદ્યોગ સાથે સંકળાયેલા લાખો મજૂરોના પેટ પર પાટું મારી રહી છે.

આ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓનું કહેવું છે કે, કોરોના વચ્ચે માંડ માંડ એકમો ફરી કાર્યરત થયા છે. ત્યારે જીએસટી વધારાનો બોજ કાપડ ઉદ્યોગ સહન કરી શકે તેવી સ્થિતિમાં નથી. ટેક્સટાઇલ પર જો 12 ટકા જીએસટી લાગશે તો સાડી પ્રતિ નંગ 50 રૂપિયા મોંઘી બનશે. એટલું જ નહીં 50 ટકાથી વધુ કારખાના બંધ થઇ જવાના આરે આવી જશે.

અહીંના ટેક્સટાઇલ ઉદ્યોગકારોની માંગ 5 ટકા જ જીએસટી રાખવાની છે. જો સરકાર આ માંગ સંતોષવા અસફળ રહી તો આવનારી ચૂંટણીમાં મોટું નુકસાન થઇ શકે છે.

બીજી તરફ ભાદર નદીના કાંઠે આવેલા જેતપુર શહેરમાં ઔદ્યોગિક પ્રદૂષણ સૌથી મોટી સમસ્યા બની છે. કારણ કે ઉદ્યોગોનું ગંદુ પ્રદુષિત પાણી ભાદરમાં ભળવાથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થઇ રહ્યું છે. ખેડૂતોની માંગ આવા ઉદ્યોગો બંધ કરી અથવા ભાદરને પ્રદૂષિત થતી અટકાવવા યોગ્ય અને કડક પગલા લેવાની છે.

બીજી તરફ જેતપુર પંથકમાં ખેડૂતોને સમયસર વીજળી ન મળવાની ફરીયાદો અવારનવાર ઉઠતી રહે છે. અનેક રજૂઆતો છતાં જગતના તાતને નિરાશા જ હાથમાં આવે છે. જેના કારણે પાકને નુકશાની જવાની રાવ ઉઠી છે. ખેડૂતોને છ કલાકના બદલે નિયમિત રીતે આઠ કલાક વીજળી આપવાની માંગ કરી સાથે છ કલાક આપવામાં આવતી વીજળી ટાઇમ પ્રમાણે આપવામાં ન આવતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે.

આ બેઠક પર વેપારી અને ખેડૂતો બંનેની માંગનું સંતુલન જાળવવું થોડું કપરું કામ છે. પરંતુ જો ભાજપને સરકાર જાળવવી હોય અથવા બીજા પક્ષે બાજી મારવી હોય તો પ્રજાની આ સમસ્યાને વાચા આપવી ખૂબ મહત્વની સાબિત થઇ શકે છે.

જેતપુર બેઠક પર વિવાદો

- ભાજપના અગ્રણી નીતિન ઢાંકેચાએ પૂર્વ કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા સામે ગુજરાત હાઈકોર્ટમાં રિટ દાખલ કરી છે, જેમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, જયેશ રાદડિયાએ રાજકોટ જિલ્લા સહકારી બેન્કમાં ભરતી કૌભાંડ કર્યું છે. જોકે, આ મામલે રાજ્ય સરકારમાં અનેક રજૂઆત છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. એટલે હવે આ સમગ્ર મામલો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો છે. આગામી ચૂંટણીને જોતા ભાજપના જ અગ્રણીઓએ પૂર્વ કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા પર કરેલા આક્ષેપના કારણે રાજકીય ગરમાવો પણ આવે તેવી શક્યતા છે.

આ પણ વાંચો- Gujarat Assembly Election: શું કોંગ્રેસ રાજકોટ પશ્ચિમ બેઠકને ભાજપ પાસેથી છીનવી શકશે? આંતરિક જુથવાદ કોને કોને નડશે?


- કેન્દ્ર સરકાર દ્વારા કાપડ પર જીએસટીમાં વધારો કરાતા વિરોધ કરવામાં આવી રહ્યો હતો. ત્યારે જીએસટી વધારાના વિરોધમાં જેતપુર સાડી ઉદ્યોગના 1400થી વધુ એકમોએ બંધ રાખી સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો. ઉદ્યોગકારોની માંગ 12 ટકાની જગ્યાએ 5 ટકા જીએસટી રાખવાનો હતો.

- એક જાહેર કાર્યક્રમમાં જયેશ રાદડિયાએ હુંકાર કરતા કહ્યું હતું કે, જામકંડોરણામાં મારુ રાજકીય ખેતર છે. મારા પિતાએ આ ખેતર તૈયાર કર્યું છે. અહીં બીજા કોઈએ રાજકારણ કરવા આવવું નહીં અને હું અહી કોઈને મારા ખેતરમાં ઘૂસવા નહીં દઉં. કોઈ પણ રાજકીય વાવાઝોડાની તાકાત અહીં નહીં ચાલે. પોરબંદરથી ચાલું થયેલ રાજકીય વાવાઝોડું અહીં શાંત થઈ ગયું છે.

જેતપુર બેઠક પર યોજાયેલી ચૂંટણીઓ
ચૂંટણી વર્ષવિજેતા ઉમેદવારપક્ષ
2017જયેશભાઇ રાદડીયાભાજપ
2013 (પેટ ચૂંટણી)જયેશભાઇ રાદડીયાભાજપ
2012જયેશભાઇ રાદડીયાકોંગ્રેસ
2007મોહનસિંહ રાઠવાકોંગ્રેસ
2002વિચેતભાઇ બારિયાભાજપ
1999(પેટા ચૂંટણી)જશુબેન કોરાટભાજપ
1998મોહનસિંહ રાઠવાકોંગ્રેસ
1995રાઠવા મોહનસિંહકોંગ્રેસ
1990મોહનસિંહ રાઠવાજેડી
1985મોહનસિંહ રાઠવાજેએનપી
1980મોહનસિંહ રાઠવાજેપી(જેએનપી)
1975મોહનસિંહ રાઠવાએનસીઓ
1972જમનદાસ વેકરીયાકોંગ્રેસ
1967એન. કે પટેલકોંગ્રેસ
1962નારણભાઇ પટેલકોંગ્રેસગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણો

વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  જસદણ  |  રાજકોટ દક્ષિણ  | 
First published:

Tags: Gujarat Assembly Elections 2022