Home /News /rajkot /

Gujarat election: ગોંડલ વિધાનસભા બેઠક પર બહુબલી નેતા જ જીતી શકે? આ વખતે કયું ફેક્ટર કરી જશે કામ?

Gujarat election: ગોંડલ વિધાનસભા બેઠક પર બહુબલી નેતા જ જીતી શકે? આ વખતે કયું ફેક્ટર કરી જશે કામ?

ગોંડલનો રાજકીય ભૂતકાળ ગુનાહિત રહ્યો છે. 15 ઓગસ્ટ 1988માં ધ્વજવંદનના કાર્યક્રમ વખતે પોપટ સોરઠીયાની હત્યા થઈ હતી. જેમની બાજુમાં રાજકોટના જિલ્લા પોલીસ વડા અને જિલ્લા કલેક્ટર પણ બેઠા હતા ત્યારે પોઈન્ટ બ્લેંક ગોળી મારવામાં આવી હતી

ગોંડલનો રાજકીય ભૂતકાળ ગુનાહિત રહ્યો છે. 15 ઓગસ્ટ 1988માં ધ્વજવંદનના કાર્યક્રમ વખતે પોપટ સોરઠીયાની હત્યા થઈ હતી. જેમની બાજુમાં રાજકોટના જિલ્લા પોલીસ વડા અને જિલ્લા કલેક્ટર પણ બેઠા હતા ત્યારે પોઈન્ટ બ્લેંક ગોળી મારવામાં આવી હતી

    2017માં ચૂંટાયેલી વર્તમાન ગુજરાત વિધાનસભા (Gujarat Assembly)ની મુદત ડિસેમ્બર 2022માં સમાપ્ત થશે. જેથી ચાલુ વર્ષના અંત પહેલા ચૂંટણી (Election) યોજવાની તૈયારીઓ ચાલી રહી છે. આગામી ઓકટોબર મહિનામાં ચૂંટણીની આચારસંહિતા પણ લાગી જાય તેવું કહેવાય છે. હાલ ચૂંટણી પંચ સાથે રાજકીય પક્ષો પણ સાબદા થઈ ચૂક્યા છે. તોડજોડનું રાજકારણ પણ શરૂ છે. આવી સ્થિતિમાં ભાજપને ગત ચૂંટણી કરતાં સારા પ્રદર્શનની આશા છે, બીજી તરફ કોંગ્રેસ પણ પોતાની બેઠકોનો આંકડો વધારવા માંગે છે. આ વખતે આમ આદમી પાર્ટી સહિતના પક્ષોનું જોર પણ જોવા મળશે. સુરતમાં મળેલી ચાહના બાદ આમ આદમી પાર્ટીએ પણ તૈયારીઓ શરૂ કરી છે, જેના ભાગરૂપે આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસ ગોઠવાઈ રહ્યા છે.

    ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે દરેક બેઠક મહત્વની છે, જેથી ગોંડલ પણ અગત્યની બેઠક ગણી શકાય છે. આ બેઠક હાલ ભાજપ પાસે છે. ગીતાબા જાડેજા ગોંડલના ધારાસભ્ય છે. આ બેઠક હેઠળ ગોંડલ તાલુકો અને દડવા હમીરપરા, કરમલ કોટડા સહિતના વિસ્તારો આવે છે. છેલ્લી બે ટર્મથી આ બેઠક ભાજપના હાથમાં છે.

    જ્ઞાતિ જાતિનું સમીકરણ

    આગામી 2022 વિધાનસભાની ચૂંટણીમાં ગોંડલ બેઠક પર રાજકીય પક્ષોએ કયા મતદારો અને કયું ગણિત ભારે પડી જશે કે પછી કઈ બાબતે ફાયદો થશે તેનો ક્યાસ કાઢવાનું શરૂ કરી દીધું છે. આંકડા મુજબ ગોંડલ વિધાનસભા બેઠક પર કુલ 212789 મતદારો છે.

    જેમાં 109995 પુરુષ અને 102789 મહિલા મતદારો છે. આ મતદારોમાં લેઉવા પટેલ, કોળી, કડવા પટેલ, આહીર, ક્ષત્રીય, માલધારી, દલિત અને લધુમતી સમાજનું પ્રભુત્વ છે. 100 ટકામાંથી કોળી 5 ટકા, લેઉવા પટેલ 40 ટકા, દલિત 10 ટકા, લધુમતી 10 ટકા, કડવા પટેલ 5 ટકા, ક્ષત્રીય 10 ટકા અને અન્ય 20 ટકા છે.

    આ પણ વાંચો: ભાજપનો ગઢ ગણાતી રાજકોટ દક્ષિણની બેઠક પર શું છે પરિસ્થિતિ, કેવો રહેશે 2022 વિધાનસભાનો ખેલ

    વર્તમાન ધારાસભ્ય છે ગીતાબા

    ગોંડલ બેઠકમાં હાલ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પત્ની ગીતાબા જાડેજા ધારાસભ્ય તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. 2017ની ચૂંટણી સમયે જયરાજસિંહને હત્યાના કેસમાં રાજ્યની બહાર રહેવાની શરતે જામીન મળ્યા હતા.

    એ કારણે ગોંડલ બેઠક પર તેમના પત્નીને ટિકિટ મળી હતી. તે સમયે ભાજપ દ્વારા ગોંડલ બેઠક માટે ગીતાબા જાડેજાને ઉમેદવાર તરીકે જાહેર કરાતા જયરાજસિંહના સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ગીતાબાએ SSC સુધીનો અભ્યાસ કર્યો છે.

    તેઓ લોકોમાં જબરદસ્ત લોકપ્રિયતા છે. ગોંડલમાં જયરાજસિંહ જાડેજા અને તેમનો પરિવાર બહોળી ખ્યાતિ ધરાવે છે. જયરાજસિંહ જાડેજા દ્વારા ગીતાબા માટેના બંગલાનું નામ 'ગીતાવિલા' રાખવામાં આવ્યું છે.

    સૌરાષ્ટ્રમાં સૌથી વધુ સંવેદનશીલ બુથ મથકો ધરાવતી ગોંડલ વિધાનસભા બેઠક

    સૌરાષ્ટ્રની વિધાનસભા બેઠકોમાં સૌથી વધુ સંવેદનશીલ બુથ મથકો ગોંડલ વિધાનસભા બેઠકમાં છે. 2017ની ચૂંટણી સમયે ચૂંટણી અધિકારી દ્વારા વિધાનસભા બેઠકના 235 મતદાન મથકો પૈકી 44 મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા હતા.

    સંવેદનશીલ મતદાન મથકોમાં મુંગા વાવડી, રીબડા, પીપળીયા, સિંધાવદર, ભૂણાવા, પતીયાળી, બેટાવડ, લુણીવાવ, નાગડકા, ત્રાકુડા, ડેયા, વાછરા, ખાંડાધાર, ગુંદાળા, ઘોઘાવદર, મોવિયા સહિતના બુથનો સમાવેશ થાય છે.

    બેઠકના આગેવાનો અને ગુનાહિત ઇતિહાસ

    ગોંડલ વિધાનસભા બેઠકની ચુંટણીને હાઈ પ્રોફાઈલ ગણવામાં આવે છે. સૌરાષ્ટ્રના એનક લોકો ગોંડલની ચુંટણીમાં રસ ધરાવે છે. જેની પાછળ ઘણા કારણો જવાબદાર છે. ખાસ કરીને આ ગોંડલ બેઠકના આગેવાનો અને આ ધારાસભ્યોનો ગુનાહિત ઇતિહાસ તેની પાછળ જવાબદાર છે.

    ગોંડલ વિધાનસભાનો ભૂતકાળ ગુનાહિત રહ્યો છે. 15 ઓગસ્ટ 1988માં ધ્વજવંદનના કાર્યક્રમ વખતે પોપટ સોરઠીયાની હત્યા થઈ હતી. જેમની બાજુમાં રાજકોટના જિલ્લા પોલીસ વડા અને જિલ્લા કલેક્ટર પણ બેઠા હતા ત્યારે પોઈન્ટ બ્લેંક ગોળી મારવામાં આવી હતી.

    તેઓ ગોંડલમાં ત્રણ ટર્મ સુધી ધારાસભ્ય તરીકે કોંગ્રેસથી ચૂંટાયા હતા. તેઓ રાજકોટ માર્કેટીંગ યાર્ડના ચેરમેન પણ હતા. બીજી તરફ ગત ટર્મના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા નીલેશ રૈયાણી હત્યાના આરોપી હતા. તેમજ અગાઉના ધારાસભ્ય મહિપતસિંહ જાડેજા સામે પણ ગુના નોંધાઈ ચુક્યા છે. પૂર્વ ધારાસભ્ય ચંદુભાઈ વઘાસિયા સામે પણ ગુના નોંધાઈ ચુક્યા છે.

    ગોંડલનો ભવ્ય વારસો

    ગોંડલનો ઉલ્લેખ આઈન-એ-અકબરી અને સોરઠ (સૌરાષ્ટ્ર)માં વાઘેલા રાજ્ય તરીકે મીરાટ-એ-અહમદી જેવા ગ્રંથોમાં છે. કાઠિયાવાડ એજન્સીમાં ગોંડલ રાજ્યની સ્થાપના જાડેજા વંશના ઠાકોર કુંભોજી પ્રથમ મેરામણજી દ્વારા 1634માં કરવામાં આવી હતી,

    જેમને તેમના પિતા મેરામણજી પાસેથી અરડોઇ અને અન્ય ગામો મળ્યા હતા. કુંભોકીના ચોથા વંશજ કુંભોજીએ ધોરાજી, ઉપલેટા અને સારા જેવા પરગણાઓ હસ્તગત કરીને રાજ્યનું કદ વધાર્યું હતું. સર ભગવંત સિંહજીએ 1888થી 1944 સુધી શાસન કર્યું હતું.

    ગોંડલના મહારાજા ભગવતસિંહજીની શિક્ષણપ્રિય અને વિકાસલક્ષી વિચારસરણીને કારણે માત્ર ગોંડલમાં જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાં તેમની કીર્તિ ફેલાઈ હતી. કરવેરા સુધારણા, મહિલાઓને ફરજિયાત શિક્ષણ માટે અને તે સમયે પરદાહની પ્રથા બંધ કરવા માટે જાણીતા હતા.

    1901માં ગોંડલ શહેરની વસ્તી 19,592 હતી અને વિરમગામ -રાજકોટ અને રાજકોટ -સોમનાથ લાઇન પર રાજકોટ અને જેતલસર વચ્ચેની શાખા લાઇન પર સ્ટોપ હતી. સર ભગવંત સિંહજીના શાસનકાળમાં અનેક વિકાસકામો થયા હતા. ગોંડલ એજીનિયરિંગ સિટી તરીકે પ્રખ્યાત હતું. હવે ગોંડલ જીનિંગ મીલ અને ઓઈલ મિલનું હબ છે.

    કેશુભાઈ પટેલ આ બેઠક પરથી ચૂંટણી લડેલા

    વર્ષ 1980ની ચુંટણીમાં ગોંડલ વિધાનસભા સીટ પરથી કેશુભાઈ પટેલ ભાજપમાંથી ચૂંટણી લડ્યા હતાં, જેમાં તેઓ મોટા માર્જિનથી વિજયી થયા હતા. વર્ષ 1990થી આ વિધાનસભા સીટ પર ભાજપનો દબદબો છે. જોકે, વર્ષ 2007માં એનસીપીના ઉમેદવાર ચંદુભાઈ વઘાસિયા આ સીટ પરથી વિજેતા થયા હતા.









































































    વર્ષવિજેતા ઉમેદવારપક્ષ
    2017ગીતાબા જાડેજાભાજપ
    2012જયરાજસિંહ જાડેજાભાજપ
    2007ચંદુભાઈ વઘાસિયાએનસીપી
    2002જયરાજસિંહ જાડેજાભાજપ
    1998જયરાજસિંહ જાડેજાભાજપ
    1995મહિપતસિંહ જાડેજાસ્વતંત્ર
    1990મહિપતસિંહ જાડેજાસ્વતંત્ર
    1985પોપટભાઈ સોરઠિયાકોંગ્રેસ
    1980કેશુભાઈ પટેલભાજપ
    1975પોપટભાઈ સોરઠિયાકેએલપી
    1972લકુઆભાઈ સોરઠિયાકોંગ્રેસ
    1967બી એચ પટેલકોંગ્રેસ
    1962વજુભાઈ શાહકોંગ્રેસ

    ગોંડલ વિધાનસભા બેઠક પર મતદારોના પ્રશ્નો

    આ બેઠક પર મતદારોનો મોટો વર્ગ ખેતી સાથે જોડાયેલો છે. જેથી આ વિસ્તારમાં ખેડૂતોનાં પ્રશ્નો, કપાસ અને મગફળીના ભાવનો મુદ્દો અગ્રસ્થાને છે.

    આગામી ચૂંટણીને લઈ રાજકીય ચર્ચા

    હાલ તો પાટીદાર નેતા નરેશ પટેલ કોઈ પક્ષમાં નથી. આ વિસ્તારમાં પાટીદારોનું વર્ચસ્વ છે. જો નરેશ પટેલ કોંગ્રેસમાં પ્રવેશ કરે તો જેતપુર, ધોરાજી કે ગોંડલ બેઠક પરથી લડી શકે છે. કેટલાક કોંગ્રેસના ધારાસભ્ય બેઠક ખાલી કરી દેવા તૈયાર હોવાનું પણ જાણવા મળે છે. તેઓ ગોંડલ બેઠક પરથી ચૂંટણી લડે તો ભાજપ આ બેઠક ગુમાવી શકે છે.

    ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણો

    વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  ખેરાલુ  | રાજકોટ દક્ષિણ  | 
    Published by:mujahid tunvar
    First published:

    Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections, ગોંડલ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन