Home /News /rajkot /ચૂંટણી પંચે ગોંડલમાં સઘન બંદોબસ્તનાં આપ્યા આદેશ, જાણો આ બેઠક પર શું છે વિવાદ

ચૂંટણી પંચે ગોંડલમાં સઘન બંદોબસ્તનાં આપ્યા આદેશ, જાણો આ બેઠક પર શું છે વિવાદ

ગોંડલનો આખો વિવાદ સમજો.

Gondal Election: ગોંડલ બેઠકમાં હાલ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પત્ની ગીતાબા જાડેજા ધારાસભ્ય તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. 2017ની ચૂંટણી સમયે જયરાજસિંહને હત્યાના કેસમાં રાજ્યની બહાર રહેવાની શરતે જામીન મળ્યા હતા.

  ગોંડલ: ગુજરાતમાં ચૂંટણીને આડે ગણતરીનાં દિવસો બાકી છે ત્યારે રાજકીય પક્ષો આમને સામને આવી ગયા છે. ત્યારે ગોંડલમમાં હાલ રાજકારણ ભારે ગરમાયું છે. ગોંડલમાં જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહે આમને સામને આવી ગયા છે. જયરાજસિંહે કહ્યું- જીવું ત્યાં સુધી પરિવારને જ મળશે ટિકિટ, અનિરુદ્ધસિંહ બોલ્યા- જયરાજસિંહના ત્રાસથી છૂટવા પરિવર્તન કરો. જોકે, આ નિવેદનોની ગંભીરતાને ધ્યાનમાં લઇને ચૂંટણીપંચે ગોંડલ વિધાનસભામાં આવતા તમામ વિસ્તારોમાં મોટો બંદોબસ્ત ગોઠવી દેવાની સૂચના આપી દીધી છે. જેથી ગોંડલમાં ચૂંટણી દરમિયાન આઈપીએસ અધિકારીથી લઇને રાજકોટ ગ્રામ્ય પોલીસનાં કેમ્પ ખડકી દેવામાં આવ્યાં છે. આ સાથે એસઆરપી અને સીઆરપીએફની અનેક ટીમોને પણ તહેનાત કરી દેવાની સૂચના આપવામાં આવી છે.

  આપને જણાવીએ કે, થોડા દિવસ પહેલા ચૂંટણી પ્રચારમાં જયરાજસિંહ જાડેજાએ ભુણાવાની સભામાં આપેલી ધમકીની સામે અનિરૂદ્વસિંહે કોંગ્રેસને મત આપી જીતાડવા ગોંડલમાંથી જયરાજસિંહના શાસનને ખતમ કરવાનું કહી દીધું હતુ. ગોંડલના ધારાસભ્ય અને ભાજપના ઉમેદવાર ગીતાબા જાડેજા વતી ભુણાવા ગામમાં ચૂંટણી સભા દરમિયાન જયરાજસિંહે તેમની સામે ટિકિટ માંગનારને જાહેરમાં ધમકીમાં કહ્યું હતું કે, ગોંડલની બેઠક જયરાજસિંહની જ રહેશે. જે વીડિયો વાયરલ થતા પોલીસ એલર્ટ મોડ પર આવી ગઇ હતી.

  આ સામે સોમવારે રીબડાના અનિરૂદ્વસિંહે જયરાજસિંહના નિવેદન સામે મતદારોને કોંગ્રેસને મત આપીને જયરાજસિંહના શાસનને ખતમ કરવાનું જણાવ્યુ હતું. તેમણે જણાવ્યું હતુ કે, જયરાજસિંહના ત્રાસથી છૂટવા પરિવર્તન કરો.આ બંને વીડિયો ઘણાં જ વાયરલ થતા ચૂંટણીપંચે તાબડતોબ કાંઇ ન થાય તે માટેની વ્યવસ્થા ગોઢવવાની સૂચના આપી છે. પોલીસને ગોંડલમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે ગોંડલમાં સૌથી મોટો બંદોબસ્ત ગોઠવવાની સૂચના આપી હતી. જેમાં ગોંડલ વિધાનસભામાં આવતા તમામ ગામડા અને વિસ્તારમાં રાઉન્ડ ધ ક્લોક સતત મોનીટરીંગ કરીને બે-બે કલાકના અંતરે રિપોર્ટ આપવા માટે પણ જણાવાયું છે.

  આ પણ વાંચો: Election Live: પ્રથમ તબક્કાની ચૂંટણીના પ્રચારનો છેલ્લો દિવસ

  રાજકોટ રેંજ આઇજી અશોક યાદવે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે, ગોંડલની બેઠક સૌરાષ્ટ્રમાં સંવેદનશીલમાં આવે છે. જેથી ગોંડલમાં રાજકોટ ગ્રામ્યની લોકલ ક્રાઇમ બ્રાંચ , સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સિનિયર આઇપીએસ તેમજ ડીવાયએસપી સ્તરના અધિકારીઓના કેમ્પ ગોંડલમાં મુકવાની સૂચના રાજકોટના જિલ્લા પોલીસ વડાને આપવામાં આવી છે. ખાસ કરીને રીબડા અને ગોંડલ જૂથ વચ્ચેના સંવેદનશીલ ગામોમાં લશ્કરી અને અર્ધ લશ્કરી દળો પણ કાર્યરત રહે છે. આ સાથે તમામ ગામોમાં વિડીયોગ્રાફી પણ કરાશે. માત્ર ચૂંટણીના દિવસે મતદાન શાંત વાતાવરણમાં થાય તે માટે જ નહી પણ પરિણામ આવ્યા સુધી ગોંડલ વિધાનસભા પર પોલીસનો વિશેષ બંદોબસ્ત રહેશે.

  આ પણ વાંચો: Rajkot: આ વ્યક્તિ એવા કાર્ટૂન બનાવે કે તમ્મર ચડી જાય

  વર્તમાન ધારાસભ્ય છે ગીતાબા


  ગોંડલ બેઠકમાં હાલ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પત્ની ગીતાબા જાડેજા ધારાસભ્ય તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. 2017ની ચૂંટણી સમયે જયરાજસિંહને હત્યાના કેસમાં રાજ્યની બહાર રહેવાની શરતે જામીન મળ્યા હતા. એ કારણે ગોંડલ બેઠક પર તેમના પત્નીને ટિકિટ મળી હતી. તે સમયે ભાજપ દ્વારા ગોંડલ બેઠક માટે ગીતાબા જાડેજાને ઉમેદવાર તરીકે જાહેર કરાતા જયરાજસિંહના સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ગીતાબાએ SSC સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓની લોકોમાં જબરદસ્ત લોકપ્રિયતા છે. ગોંડલમાં જયરાજસિંહ જાડેજા અને તેમનો પરિવાર બહોળી ખ્યાતિ ધરાવે છે. જયરાજસિંહ જાડેજા દ્વારા ગીતાબા માટેના બંગલાનું નામ 'ગીતાવિલા' રાખવામાં આવ્યું છે.


  2017માં પણ સંવેદનશીલ બુથ મથકોમાં ગોંડલ વિધાનસભા બેઠક હતી


  સૌરાષ્ટ્રની વિધાનસભા બેઠકોમાં સૌથી વધુ સંવેદનશીલ બુથ મથકો ગોંડલ વિધાનસભા બેઠકમાં છે. 2017ની ચૂંટણી સમયે પણ ચૂંટણી અધિકારી દ્વારા વિધાનસભા બેઠકના 235 મતદાન મથકો પૈકી 44 મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા હતા.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Gujarat Assembly Election 2022, Gujarat Elections, Gujarat Politics, ગુજરાત, ગુજરાત ચૂંટણી, ગોંડલ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन