Home /News /rajkot /સૌરાષ્ટ્રમાં ભાજપનો માસ્ટર સ્ટ્રોક, કોણે પાર પાડ્યું આ ઓપરેશન?

સૌરાષ્ટ્રમાં ભાજપનો માસ્ટર સ્ટ્રોક, કોણે પાર પાડ્યું આ ઓપરેશન?

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ખૂબ જોરશોરથી ચાલી રહ્યો છે પ્રચાર

Gujarat assembly election 2022: સૌરાષ્ટ્રમાં ભાજપનો માસ્ટર સ્ટ્રોક, આખું ઓપરેશન પાર પાડવામાં પૂર્વ મુખ્યમંત્રીના એક દીકરીનો રોલ હોવાનું સામે આવ્યું છે.

રાજકોટ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેના પ્રથમ તબક્કાના મતદાનને આડે હવે બસ ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે બીજી તરફ ચૂંટણી માટેના પ્રચાર પ્રસારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ તાકાત કામે લગાડી દેવામાં આવી હોય તે પ્રકારના દ્રશ્યો રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાંથી સામે આવી રહ્યા છે. શુક્રવારના રોજ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી. આર. પાટીલની જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે.પી. નડ્ડાની જાહેર સભા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ઉદય કાનગડના પ્રચાર પ્રસાર અર્થે કરવામાં આવી હતી. જ્યારે સી. આર. પાટીલની જનસભા રાજકોટ વિધાનસભા ક્ષેત્ર 70 એટલે કે દક્ષિણ વિધાનસભા ક્ષેત્રમાં ઉમેદવાર રમેશ ટીલાળાના પ્રચાર પ્રસાર અર્થે કરવામાં આવી હતી.

2017માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડેલા દિનેશ ચોવટીયા ભાજપમાં જોડાયા!

રાજકારણમાં કોઈ ક્યારેય પણ કાયમી માટે કોઈનો શત્રુ કે મિત્ર હોતું નથી. આ કહેવત સાચી પડી છે રાજકોટ શહેરના દક્ષિણ વિધાનસભા બેઠક પર, વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટ દક્ષિણ વિધાનસભાની બેઠક પર કોંગ્રેસે રાજકોટ જિલ્લાના પૂર્વ પ્રમુખ દિનેશ ચોવટીયાને ટિકિટ આપી હતી. પાટીદાર અનામત આંદોલનના કારણે દિનેશ ચોવટીયાને પોતે જીતીને ધારાસભ્ય બની જશે, તે પ્રકારના ઓરતા હતા. તેમની સીધી જ ટક્કર પીઢ તેમજ વરિષ્ઠ ભારતીય જનતા પાર્ટીના નેતા ગોવિંદ પટેલ સામે હતી. દિનેશ ચોવટીયા ખોડલધામના ટ્રસ્ટી હોવાના કારણે તેમજ તેમના પ્રત્યે અંગત લાગણી હોવાના કારણે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલ તેમના કાર્યાલય ખાતે પણ પહોંચ્યા હતા. જ્યાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જોકે, ચૂંટણીનું પરિણામ આવ્યું ત્યારે દિનેશ ચોવટીયાની હાર થઈ હતી, ત્યારે છેલ્લા અઢી વર્ષથી તેઓ કોઇપણ પાર્ટીમાં સક્રીય નહોતા. હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે. આ સમયે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે.

શું પૂર્વ મુખ્યમંત્રીના દીકરીએ ઓપરેશન પાર પાડ્યું? 

શુક્રવારના રોજ રાજકોટ જિલ્લાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ દિનેશ ચોવટીયાએ ભાજપનો કેસરીયો ખેસ સી. આર. પાટીલના હસ્તે પહેર્યો હતો. ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા બાદ દિનેશ ચોવટીયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું વિચાર વિમર્શ બાદ ભાજપમાં જોડાયો છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસકાર્યથી હું પ્રભાવિત થયો છું. છેલ્લા અઢી વર્ષથી હું કોઈપણ પક્ષ સાથે સંકળાયેલો નહોતો. કોંગ્રેસમાં કોઈપણ પ્રકારનું મેનેજમેન્ટ નથી. ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસ અને તેના નેતાઓ જાગે છે. કોંગ્રેસમાં ટિકિટ માટે ઘર્ષણ થાય છે. હું જ્યારે કોંગ્રેસમાં હતો ત્યારે પણ ટિકિટ વેચાતી હતી. ઘરે બેઠા બેઠા કોઈ દિવસ સત્તા મળી શકે નહીં. આમ તમામ પ્રકારના નિવેદનો દિનેશ ચોવટીયાએ ભારતીય જનતા પાર્ટીમાં સંમેલિત થયા બાદ આપ્યા હતા.

સૂત્રોનું માનીએ તો, આખું ઓપરેશન પાર પાડવામાં પૂર્વ મુખ્યમંત્રીના એક દીકરીનો રોલ હોવાનું સામે આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી માટે પડદા પાછળ રહીને કામ કરવામાં માનનારા પૂર્વ મુખ્યમંત્રીના દીકરી છેલ્લા કેટલાય સમયથી દિનેશ ચોવટીયાના સંપર્કમાં હતા. ખાસ કરીને ઇન્દ્રનીલ રાજ્યગુરુ જ્યારે આમ આદમી પાર્ટીમાં હતા તે સમયે પણ દિનેશ ચોવટીયાને ભારતીય જનતા પાર્ટીમાં લાવવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. જે પ્રયાસો શુક્રવારના રોજ ફળી ભૂત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, જે પૂર્વ મુખ્યમંત્રીના દીકરી દ્વારા ઓપરેશન પાર પાડવાનું ચર્ચાઈ રહ્યું છે. થોડા સમય પૂર્વે જ પૂર્વ મુખ્યમંત્રીના દીકરી ખોડલધામ ખાતે પણ આવ્યા હતા અને મુલાકાત પણ કરી હતી. તે સમયે નરેશ પટેલ પણ ખોડલધામ ખાતે હાજર હતા. તેમની માતાનો ખોડલધામ સાથે પણ અતૂટ નાતો રહ્યો છે.

શું કહ્યું સી. આર. પાટીલે? 

રાજકોટ દક્ષિણ બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ રમેશ ટીલાળાને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે, ત્યારે શુક્રવારના રોજ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પટેલ રાજકોટની મુલાકાતે આવ્યા હતા. રાજકોટની મુલાકાતે આવેલા સી. આર પાટીલે સ્વામિનારાયણ ચોક ખાતે એક જાહેર સભાને સંબોધી હતી. પોતાના વક્તવ્યમાં સી. આર પાટીલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, દિલ્હીથી મહાઠગ ગુજરાત આવી રેવડીનું વિતરણ કરે છે. સુરતમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચનભાઈ જરીવાલાએ પોતાનું ઉમેદવારી પત્રક પણ પાછું ખેચ્યું છે. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, હું પ્રચારમાં નીકળ્યો ત્યારે લોકો ભાજપ તરફી હતા. ગુજરાતના લોકો એક પણ રેવડીબાજોને મત નહીં આપે. ગત વખતની ચૂંટણીમાં કોંગ્રેસ કહેતી હતી કે વિકાસ ગાંડો થયો છે પરંતુ તે લોકોને ખબર જ નથી કે વિકાસ એટલે શું? લોકો પહેલા કહેતા હતા કે ફીર એક બાર મોદી સરકાર પરંતુ હવે લોકો કહે છે કે બાર બાર મોદી સરકાર. કોંગ્રેસ દ્વારા હાલ રાજ્યભરમાં પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. જેમાં લખવામાં આવ્યું છે કે કોંગ્રેસનું કામ બોલે છે. પરંતુ મારે કહેવું છે કે કોંગ્રેસનું કામ નહીં તેમના કારનામા બોલે છે. કોંગ્રેસના નામે કોભાંડો બોલે છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Bjp gujarat, Gujarat Assembly Election 2022, Rajkot News

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन