પેઢલા મગફળીકાંડના સુત્રધાર મગન ઝાલાવાડિયાની હોટલ તંત્રેએ સીલ કરી છે. .હોટલની આજુ-બાજુની ચાર એકર જમીન પર મગન ઝાલાવાડિયાએ કબ્જો કર્યો છે. જમીન ગેરકાયદે બનાવીને ચાર એકર સરકારી જગ્યા પર ઝલાવાડિયાએ દબાણ કર્યુ હતું. જેને લઇ તંત્રએ કાયદેસરનીકાર્યવાહી હાથ ધરી છે.
માહિતી અનુસાર જામનગર રોડ પર મગન ઝાલાવાડીયાની આલીશાન હોટલ 'ન્યારી પેલેસ' ને સીલ કરવામા આવી છે. મગન ઝાલાવાડીયાએ તરઘડી હાઇ-વે પર વાડીની જમીન ભાડે રાખી હતી અને તે જમીન પર બીન ખેતી કરવામાં આવી ન હતી અને બાંધકામની પરવાનગી પણ લેવામાં આવી ન હતી. આ ઉપરાંત કોઇ ફૂડ લાયસન્સ પણ લેવાયુ ન હતુ. ગેરકાયદે હોટલ જ નહી તેણે હોટલ લાગુ સરકારી આશરે દોઢ એકર જમીન પણ પચાવી પાડી હતી. સરકારી જગ્યાએ એ ફૂલ ઝાડના હેતુથી હતી. જેમા ફલૃ-ઝાડ વાવેલા હતા.
મગન ઝાલવાડીયાએ આ પૂરી જમીન આજુબાજુ ક્માપઉન્ડ વોલ બાંધી લીધી લઇ તે જગ્યાએ હોટલ સાથે ભેળવી દીધી હતી.
હોટલની બાજુની ચાર એકર સરકારી જગ્યા પર ઝાલાવાડિયાએ દબાણ કર્યુ હતુ. તંત્રએ આ હોટલ સીલ કરીને મગન ઝાલવાડીયાને નોટિસ સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ મગન ઝાલાવાડિયાની 3 ઓડિયો ક્લિપ વાઇરલ થઇ હતી. મગફળીકાંડ મામલે ફરિયાદ ન થાય તે માટે મગન ઝાલાવાડિયાની કરતૂતો બહાર આવી હતી. જુનાગઢ ભાજપના પ્રમુખ કિરીટ પટેલ અને ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાનુ નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઓડિયો કલીપમાં એક બાબત સામે આવી હતી કે આરોપી મગન ઝાલાવાડિયા આ કાંડને દબાવી દેવા માટે ભાજપના નેતાઓને કૃષિમંત્રી અને અન્ય મંત્રીઓને વાતચીત કરવામાં માટે જણાવે છે.