Home /News /rajkot /

રાજકોટ : તુમ જૈસે બેવડો કા સહારા હૈ દોસ્તો! સ્ટેજ પર વરરાજાને પીવડાવ્યો દારૂ! વીડિયો થયો વાયરલ

રાજકોટ : તુમ જૈસે બેવડો કા સહારા હૈ દોસ્તો! સ્ટેજ પર વરરાજાને પીવડાવ્યો દારૂ! વીડિયો થયો વાયરલ

વરરાજાને દારૂ પીવડાવ્યો

Rajkot groom drinking liquor video: વીડિયોમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે સ્ટેજ પર વરરાજાને તેના મિત્રો દ્વારા ઇંગ્લિશ દારૂ પીવડાવવામાં આવી રહ્યો છે. એક તરફ સ્ટેજની નીચે જાનૈયાઓ સહિતના નાચગાન કરી રહ્યા છે.

રાજકોટ: રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં ગેરકાયદેસર દારૂ (Liquor selling Rajkot)ના વેચાણ તેમજ ખરીદી મામલે પ્રતિબંધ છે. તેમ છતાં વાર્ષિક રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં ગેરકાયદેસર દારૂનું ખરીદ-વેચાણ હજારો કરોડો રૂપિયાની સંખ્યામાં થાય છે. ત્યારે રાજકોટ શહેરના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન (Pradyuman Nagar police station) વિસ્તારનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા (Social Media)માં વાયરલ થયો છે. વાયરલ થયેલો વીડિયો રાજકોટ શહેરના ભિસ્તીવાડ અથવા તો પરસાણાનગરનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો 14મી તારીખની હોવાનું જાણવા મળી રહ્યું છે. આ વીડિયોમાં વરરાજા સ્ટેજ પર વિદેશી દારૂના ઘૂંટ લગાવી રહ્યો હોવાનું નજરે પડે છે.

વીડિયો થયો વાયરલ


વીડિયોમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે સ્ટેજ પર વરરાજાને તેના મિત્રો દ્વારા ઇંગ્લિશ દારૂ પીવડાવવામાં આવી રહ્યો છે. એક તરફ સ્ટેજની નીચે જાનૈયાઓ સહિતના નાચગાન કરી રહ્યા છે. બીજી તરફ વરરાજાના સ્નેહીજનો તેમજ મિત્રો તેને અંગ્રેજી દારૂ પીવડાવી રહ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વરરાજાને ખાસ બ્રાન્ડનો દારૂ પીવડાવવામાં આવી રહ્યો છે.


ઉનાળામાં પ્રકારના દારૂનું સેવન


ઉનાળામાં ખાસ કરીને લોકો અમુક પ્રકારના દારૂથી દૂર રહેતા હોય છે અને આ સમયે વરરાજા પી રહ્યા છે તે પ્રકારના દારૂનું સેવન વધારે થતું હોય છે. વીડિયોમાં આ ખાસ પ્રકારનો દારૂ વરરાજાને પીવડાવવામાં આવી રહ્યાનું જોઈ શકાય છે.

આ પણ વાંચો: લગ્નની કંકોત્રી વહેંચવા જતા ત્રણ બહેનના એકના એક ભાઈનું મૃત્યુ

અહીં એ નોંધવું રહ્યું કે, ન્યૂઝ 18 ગુજરાતી વાયરલ વીડિયોની કોઈ પુષ્ટિ કરતું નથી. જે પ્રમાણે વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે તેના કારણે રાજકોટ શહેર પોલીસ દ્વારા પણ તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો: બહેનના લગ્નમાં ડીજેના તાલે નાચી રહેલા ભાઈનું અચાનક નિધન

પોલીસે તપાસ શરૂ કરી


બીજી તરફ જે સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી આ વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે, તેની શોધખોળ પણ પોલીસ તરફથી કરવામાં આવી રહી છે. સાથોસાથ વીડિયોમાં જેટલા શખ્સો દેખાઈ રહ્યા છે તેની પણ પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે. રાજકોટ શહેર પોલીસની તપાસમાં વાયરલ વીડિયો મામલે કોઇ ગુનો દાખલ કરવામાં આવે છે કે કેમ તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: ગુનો, પોલીસ, રાજકોટ

આગામી સમાચાર