Home /News /rajkot /Rajkot: હેલિકોપ્ટરમાં આવ્યો વરરાજા, આખું ગામ જોવા ઉમટી પડ્યું, જુઓ વીડિયો

Rajkot: હેલિકોપ્ટરમાં આવ્યો વરરાજા, આખું ગામ જોવા ઉમટી પડ્યું, જુઓ વીડિયો

X
ઉપલેટામાં

ઉપલેટામાં હેલિકોપ્ટરમાં જાન લઈને પહોંચ્યો ગુજ્જુ વરરાજો, લોકોની ચાર આંખો થઈ ગઈ

સાતવડી ગામમાં જાન હેલિકોપ્ટરમાં આવતા જોઈને લોકો સૌ પ્રથમ હેલિકોપ્ટર જોઈ આશ્ચર્યચકિત થયા હતા. ઉપલેટાના સાતવડી ગામે ક્ષત્રિય સમાજની દીકરીબાના લગ્ન યોજાયા હતા

  Mustufa Lakdawala,Rajkot: હાલ લગ્નસરાની સિઝ ચાલી રહી છે.ત્યારે વર અને કન્યા લગ્નમાં પોતાની એન્ટ્રી કરવા માટે નત નવા આઈડિયા વિચારે છે અને સૌથી અનોખુ કરવાનો પ્રયત્ન કરે છે. ત્યારે ફરી એકવાર દુલ્હાની અનોખી એન્ટ્રી એક નાનકડા ગામમાંથી સામે આવી છે.

  રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના છેવાડાના નાનકડા એવા ગામ સાતવડી ગામમાં એક ક્ષત્રિય સમાજની જાનનું આગમન થયું છે. આ જાન, મોટરકાર, ગાડામાં કે ઘોડા પર સવાર થઈને નથી આવી. પણ આ જાન હેલિકોપ્ટરમાં આવી છે.આ હેલિકોપ્ટરને જોવા માટે આખુ ગામ આવ્યું હતું.  સાતવડી ગામમાં જાન હેલિકોપ્ટરમાં આવતા જોઈને લોકો સૌ પ્રથમ હેલિકોપ્ટર જોઈ આશ્ચર્યચકિત થયા હતા. ઉપલેટાના સાતવડી ગામે ક્ષત્રિય સમાજની દીકરીબાના લગ્ન યોજાયા હતા. દીકરીબાના લગ્ન પ્રસંગની વિધિમાં પરંપરાગત વેલ હેલીકોપ્ટરદ્વારા આવી હતી.  આ વેલ ભાવનગરના અલંગથી હેલીકોપ્ટર દ્વારા ઉપલેટાના સાતવડી ગામમાં પહોંચી ગઈ હતી. આ જાન આવતા જ આખુ ગામ હેલિકોપ્ટર જોવા માટે ઉમટી પડ્યું હતું. મળતી માહિતી અનુસાર ઉપલેટાના સાતવડી ગામના અનીલસિંહ બટુકસિંહ વાળાની દીકરીબા ભગ્યેશ્રીબાના લગ્ન પ્રસંગમાં હેલિકોપ્ટમાં જાન આવી હતી.  આ લગ્ન ક્ષત્રીય પરંપરા મુજબની લગ્ન વિધિ મુજબ કરવામાં આવ્યાં હતાં. ક્ષત્રિય પરંપરા મુજબ લગ્ન વિધિ કરીને હેલીકોપ્ટરમાં જ દીકરીને વિદાઈ કરવામાં આવી હતી. તમને જણાવી દયે કે ભાવનગર જીલ્લાના અલંગના સ્વ. વનરાજસિંહ ધીરૂભા ગોહિલના પુત્ર મહિપાલસિંહના લગ્ન ઉપલેટાના સાતવડી ગામના દીકરી ભાગ્યેશ્રીબા સાથે નક્કી થયેલા હતાં. અને બંનેના લગ્ન વિધિમુજબ કરવામાં આવ્યાં હતાં.

  First published:

  Tags: Helicopter, Local 18, Wedding, રાજકોટ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन