Mustufa Lakdawala,Rajkot : રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી કરીને સિવિલ હોસ્પિટલના વિભાગો કેટલી રીતે અને કેવી રીતે સુસજ્જ છે તેની માહિતી મેળવી શકાય. આ સાથે જ દર્દીઓને કેવી રીતે સારવાર આપવામાં આવે છે તેની માહિતી મેળવવા માટે આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. આ મોકડ્રીલની કાર્યવાહી દરમિયાન માઇક્રો બાયોલોજી વિભાગ, મેડિસીન વિભાગ, વેંટીલેટર, ઓકસીજન પ્લાન્ટ સહિતનાનીમુલાકાત લેવામાં આવશે.
આ તમામ વિભાગોની ચકાસણી કરવામાં આવશે. જો કોઈ ખામી જણાશે તો તે મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
આ સાથે જ વોર્ડમાં જઈ દર્દીઓને કઈ જગ્યાએ કેવી રીતે ટ્રીટમેન્ટ આપવામાં આવશે તે પ્રકારની માહિતી મેળવવામાં આવશે.જેથીદર્દીઓને કોઈ અસુવિધાનો સામનો ન કરવો પડે. આ સાથે જ ટ્રીટમેન્ટને લઈને પણ યોગ્ય માહિતી મેળવવામાં આવશે.
તમને જણાવી દયે કે તંત્ર દ્વારા આ પ્રકારની મોકડ્રીલનું આયોજન કરવામાં આવતુ હોય છે જેથી કરીને સમગ્ર પરિસ્થિતિનો ચિતારમેળવી શકાય અને જો કોઈ ખામી જણાય તો તેની સામે યોગ્ય કાર્યવાહી થઈ શકે.