Home /News /rajkot /ખેડૂતો માટે સારા સમાચાર, રાજકોટ બેડી યાર્ડમાં ખેડૂતોને મળશે માત્ર 30 રૂપિયામાં ભરપેટ ભોજન
ખેડૂતો માટે સારા સમાચાર, રાજકોટ બેડી યાર્ડમાં ખેડૂતોને મળશે માત્ર 30 રૂપિયામાં ભરપેટ ભોજન
ખેડૂતો માટે સારા સમાચાર
Rajkot News: રાજકોટના બેડી માર્કેટિંગમાં દૂર દૂરથી ખેતપાક વેચવા આવતા ખેડૂતોને હવે જમવાની ચિંતા કરવાની જરૂર નથી કેમકે હવે બિલકુલ નજીવી કિંમતમાં ભરપેટ ભોજન જમી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
રાજકોટ: રાજકોટના બેડી માર્કેટિંગમાં દૂર દૂરથી ખેતપાક વેચવા આવતા ખેડૂતોને હવે જમવાની ચિંતા કરવાની જરૂર નથી કેમકે હવે બિલકુલ નજીવી કિંમતમાં ભરપેટ ભોજન જમી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે બેડી યાર્ડ ખાતે ખાસ કેન્ટિન શરૂ કરવામાં આવી છે. રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડે આમ તો સૌરાષ્ટ્રના ત્રણ તાલુકા જેટલા તાલુકાના ખેડૂતો માટે ખૂબ જ મહત્વનું યાર્ડ માનવામાં આવે છે.
રાજકોટના ખેડૂતો માટે સારા સમાચાર
ઉલ્લેખનીય છે કે, અહીંયા જામનગર તાલુકો પડધરી તાલુકો તેમજ રાજકોટ તાલુકા ઉપરાંત મોરબી જિલ્લાના પણ કેટલાક ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો પોતાનો ખેત પાક વેચવા માટે બેડી માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે. વહેલી સવારે પોતાના ઘરેથી નીકળેલા ખેડૂતો બેડી માર્કેટિંગ યાર્ડમાં પહોચતા હોય છે ત્યારે ઘણી વખત આ ખેડૂતોને ભૂખ્યું રહેવું પડતું હોય છે અથવા તો ઘણી વખત નાસ્તો કરીને દિવસ પસાર કરવો પડતો હોય છે.
નોંધનીય છે કે, હવે ખેડૂતોને આ સમસ્યામાંથી રાહત મળી ગઈ છે. બેડી માર્કેટિંગ યાર્ડ આવતા ખેડૂતોને હવે ભૂખ્યા રહેવાની જરૂર નથી. રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં હવે ખેડૂતોને માત્ર 30 રૂપિયામાં ભરપેટ ભોજન મળી શકશે. આમ તો બીજી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને જે ભોજન પીરસવામાં આવે છે તેની કિંમત 90 રૂપિયા છે. જોકે ખેડૂતોને વધારે રૂપિયા ન ચૂકવવા પડે એટલા માટે બેડી માર્કેટિંગ યાર્ડ દ્વારા ખાસ યોજના તૈયાર કરવામાં આવી છે.
બેડી માર્કેટિંગ યાર્ડમાં ભોજનાલયનો પ્રારંભ
આ યોજના પ્રમાણે 30 રૂપિયાની થાળીના 30 રૂપિયા બેડી માર્કેટિંગ યાર્ડ ચૂકવશે જ્યારે અન્ય 30 રૂપિયા વેપારી એસોસિએશન ચૂકવશે. આમ બેડી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતને ખૂબ જ ઓછી કિંમતમાં ખૂબ જ સારું ભોજન મળી શકશે આ માટે બેડી માર્કેટિંગ યાર્ડમાં આજથી એક ભોજનાલય પણ કાર્યરત થયું છે. વિઠ્ઠલભાઈ રાદડિયા નામના ભોજનાલય રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન જયેશ રાદડિયાના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.