ગોંડલ: પિતાએ પોતાના બે પુત્રને ઝેરી દવા પીવડાવી દીધી હતી. પુત્રોને દવા પીવડાવ્યા બાદ પિતાની પણ આત્મહત્યાની કોશિશ કરી હતી. ત્રણે અસરગ્રસ્તોને સારવાર અર્થે ગોંડલ સિવિલમાં ખસેડવામાં આવ્યા છે.
મળતી વધુ વિગત મુજબ, ગોંડલમાં રહેતા એક પરિવારમાં પિતાએ પહેલા પોતાના બંને પુત્રોને ઝેરી દવા પીવડાવી હતી., ત્યાર બાદ પોતે પણ આત્મહત્યાની કોશિશ કરી હતી. બે પુત્રો અને પિતાને સારવાર માટે ગોંડલ સિવિલમાં ખસેડવામાં આવ્યા છે. હાલમાં ત્રણેની હાલત ગંભીર છે. ઘટનાની જાણ થતાં પોલીસ તપાસ કરી રહી છે. આત્મહત્યા કેમ કરવામાં આવી એ હજુ જાણવા મળ્યું નથી.