Home /News /rajkot /

રાજકોટ: પ્રેમીને છરીની અણીએ બાનમાં રાખી ત્રણ નરાધમોનું સગીર પ્રેમિકા પર દુષ્કર્મ

રાજકોટ: પ્રેમીને છરીની અણીએ બાનમાં રાખી ત્રણ નરાધમોનું સગીર પ્રેમિકા પર દુષ્કર્મ

ત્રણ આરપીની ધરપકડ

Gondal Rape case: એકાંત માણવા અવાવરું જગ્યાઓ પર ઊભા રહી જતા પ્રેમી યુગલો માટે ચેતવણીરૂપ કિસ્સો. ગોંડલની સગીરા પર ત્રણ નરાધમોએ વારાફરતી આચર્યું દુષ્કર્મ.

રાજકોટ: રાજકોટ જિલ્લાના ગોંડલ (Gondal City)માં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક સગીરા ત્રણ હેવાનોની વાસનાનો ભોગ બની હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલાની જાણ ગોંડલ પોલીસ (Gondal Police)ને થતાં તાત્કાલિક અસરથી ગોંડલ પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. હાલ પોલીસ આ કેસમાં વધારે તપાસ કરી રહી છે. ગોંડલના ઉમરાળા રોડ (Umrala road) પર એકાંત માળી રહેલા પ્રેમી યુગલ પર ત્રણ જેટલા હેવાનોની નજર પડી હતી. જે બાદમાં ત્રણેય હેવાનોએ પોતાની કામ વાસના સંતોષવા માટે સગીરાને પોતાનો શિકાર બનાવવાનું નક્કી કર્યું હતું. જે બાદમાં ત્રણેયએ તેના પ્રેમીને છરીની અણીએ બાનમાં રાખ્યો હતો અને સગીરા પર વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ગોંડલના ચોરડી દરવાજા પાસે રહેતો પ્રતીક પિત્રોડા નામનો યુવાન પોતાની સગીર વયની પ્રેમિકા સાથે ઉમરાળા રોડ પર એકાંત માણી રહ્યો હતો. આ સમયે અજય નાથ (Ajay Nath), દિનેશ નાથ (Dinesh Nath) તેમજ મુકેશ નાથ (Mukesh Nath) સહિતના ત્રણ શખ્સો મોટર સાઇકલ પર સવાર થઈને નીકળ્યા હતા. પ્રેમી યુવલ કંઇ સમજે તે પૂર્વે જ ત્રણેય શખ્સોએ યુવક સાથે મારઝૂડ કરી હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં વહેલા ચોમાસાની શક્યતા નહિવત

યુવાનને છરીની અણીએ બાનમાં રાખ્યો


ત્રણેયએ યુવકને છરીની અણીએ ગોંધી રાખ્યો હતો અને ત્યાર બાદ સગીરાને 300 મીટર દૂર ઢસડી જઈ વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું. સમાજમાં આબરૂ જવાની બીકે તેમજ નામ જાહેર થશે તેમજ બદનામી થશે તેવા ડરથી તરુણી તેમજ તેના પરિવારજનો પોલીસ ફરિયાદ કરવા માગતા ન હતા. જોકે, પોલીસે સમજાવ્યા બાદ તરૂણીના પરિવારે ફરિયાદ દાખલ કરાવી હતી. જે બાદમાં પોલીસે તાત્કાલિક અસરથી ત્રણેય આરોપીની ધરપકડ કરી લીધી છે.

આ પણ વાંચો: બીજેપીમાં જોડાયા પહેલા હાર્દિક પટેલનું ટ્વીટ


ગોંડલ સિટી પોલિસી ત્રણ નરાધમોની ધરપકડ કરી


સમગ્ર ઘટનામાં યુવકે હિંમત ન હારતાં ગોંડલ સિટી પોલીસને જાણ કરી હતી. યુવાને પોલીસને જાણ કરતાની સાથે જ પોલીસે ત્રણેય શખ્સોને ઉમરાળા રોડ પાસેથી ઝડપી લઇ ધરપકડ સહિતની કાર્યવાહી કરી હતી. આ ઘટના પરથી સમાજ અને પ્રેમી યુગલોએ પણ બોધપાઠ લેવાની જરૂર છે. કારણ કે પ્રેમી યુગલો અનેક વખત એકાંત માણવા માટે અવાવરું જગ્યાઓ પર જતા હોય છે. આ જ કારણે ક્યારે લૂંટ અને બળાત્કારની ઘટનાઓ બનતી હોય છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: ગુનો, ગોંડલ, પોલીસ

આગામી સમાચાર