Home /News /rajkot /ગોંડલ માર્કેટિંગ યાર્ડ લસણથી છલકાયું, ઐતિહાસિક આવક નોંધાઇ

ગોંડલ માર્કેટિંગ યાર્ડ લસણથી છલકાયું, ઐતિહાસિક આવક નોંધાઇ

દોઢ લાખ ગુણીની મબલખ આવક નોંધાઈ

Gondal Marketing Yard: ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લસણની ઔતિહાસિક આવક નોંધાઈ. અંદાજે 1.50 લાખ બોરી કરતાં વધુ ગુણીની આવક નોંધાતા ગોંડલ માર્કેટ યાર્ડ લસણથી ઉભરાયું.

રાજકોટ: ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લસણની ઔતિહાસિક આવક નોંધાઈ છે. અંદાજે 1.50 લાખ બોરી કરતાં વધુ લસણની ગુણીની આવક નોંધાતા ગોંડલ માર્કેટ યાર્ડ લસણથી ઉભરાઇ ગયું હતું. આજે માર્કેટ યાર્ડમાં લસણની આવક નોંધાતા યાર્ડના મુખ્ય ગેટથી બંને બાજુ 4થી 5 કીમી 1500થી 1600 વાહનોની લાંબી કતારો લાગી હતી.

20 કીલોના ભાવ 200થી 750 સુધીના બોલાયા

સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે. આજે લસણની હરાજી ચાલુ થતાં લસણની હરાજીમાં ખેડૂતોને 20 કીલોના ભાવ 200થી 750 સુધીના બોલાયા હતા. ભાવને લઇને ખેડૂતોમાં પણ ભારે નારાજગી જોવા મળી હતી. જેમાં લસણની બમણી આવક થતાં અને અન્ય રાજ્યોમાં પણ લસણની મબલખ આવક કારણભૂત હોવાની સાથે-સાથે માલની ક્વોલિટીને અનુલક્ષી ભાવો મળતા હોય છે.

આ પણ વાંચો: ધાનેરા પાલિકાનું કરોડોનું લાઈટ બિલ બાકી, વીજ કનેક્શન કપાતા જનરેટરથી લાઇટ ચાલુ કરાઇ

દોઢ લાખ ગુણીની મબલખ આવક નોંધાઈ

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની વિપુલ પ્રમાણમાં આવક નોંધાઈ છે. લસણની હરરાજીમાં ખેડૂતોને 20 કીલોના ભાવ 200થી 750 સુધીના બોલાયા હતા. ખેડૂતોને પોતાના માલનો પૂરતો ભાવ મળતા ગોંડલ માર્કેટિંગ યાર્ડને પ્રથમ પસંદગી કરે છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં લસણની ઐતિહાસિક દોઢ લાખ ગુણીની મબલખ આવક નોંધાઈ છે. જરૂરિયાત કરતાં વધુ લસણની આવક નોંધાતા અને માલની ક્વોલિટીને લઇને ખેડૂતોને પૂરતા ભાવ ન મળતાની પણ રાવ ઉઠી હતી.

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાંથી લસણની આવક થતી હોય છે. ગોંડલ તાલુકા ઉપરાંત જામકંડોરણા, જેતપુર,ધોરાજી, કોટડા સાંગાણી તેમજ પડધરી તાલુકાના કેટલા ગ્રામ્ય વિસ્તારોમાંથી લસણ આવતું હોય છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Gujarat News, Rajkot News

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन