Union
Budget 2023

Highlights

Home /News /rajkot /રાજકોટ: પિતા અને નાના પુત્રએ મળી મોટા પુત્રનું કાસળ કાઢ્યું, પોલીસથી બચવા ઘડી વાર્તા

રાજકોટ: પિતા અને નાના પુત્રએ મળી મોટા પુત્રનું કાસળ કાઢ્યું, પોલીસથી બચવા ઘડી વાર્તા

રાજકોટમાં સંબંધની હત્યા

Gondal Murder Case: રાજકોટના ગોંડલ તાલુકાના ધુડસિયા ગામ ખાતે લોહીના સંબંધોની હત્યાનો કેસ સામે આવ્યો છે. જેમાં એક પિતાએ તેના નાના પુત્ર સાથે મળીને મોટા પુત્રની હત્યા કરી નાખી છે.

રાજકોટ: રાજકોટ જિલ્લામાં સંબંધોનું ખૂન થયું હોવાની ઘટના સામે આવી છે. પિતા અને નાના પુત્રએ સાથે મળીને મોટા પુત્રની હત્યા નીપજાવી હોવાની ઘટના સામે આવી છે. ગોંડલ તાલુકા પોલીસે મૃતકના દીકરાની ફરિયાદના આધારે ફરિયાદીના દાદા તેમજ કાકા વિરુદ્ધ ipcની કલમ 302, 201 તેમજ ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હત્યાનો ગુનો નોંધાતા પોલીસે બંને આરોપીઓની શોધખોળ પણ શરૂ કરી છે. આ સમગ્ર મામલે ગોંડલ તાલુકા પોલીસે પિતા પુત્ર વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

હત્યાની કલમ હેઠળ ગુનો દાખલ


રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ઘુડસિયા ગામે સંબંધોનું ખૂન થયું હોવાની ઘટના સામે આવી છે. જે દીકરાને લાડકોડથી ઉછેર્યો હતો, એ જ દીકરાની હત્યા પિતા અને નાના પુત્રએ સાથે મળીને નીપજાવી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પ્રાપ્ત માહિતી અનુસાર મેટોડા ખાતે બાલાજી ઇલેક્ટ્રોનિકના કારખાનામાં કામ કરતા મેહુલભાઈ મકવાણા નામના ફરિયાદીએ તાલુકા પોલીસ મથક ખાતે પોતાના દાદા મોહનભાઈ મકવાણા તેમજ કાકા રાજુભાઈ મકવાણા વિરુદ્ધ હત્યાની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

'તારા બાપને હાર્ટ એટેક આવ્યો છે'


ફરિયાદમાં મેહુલ મકવાણાએ જણાવ્યું છે કે, મારા કાકા રાજુભાઈનો મને ફોન આવ્યો હતો. તેઓએ કહ્યું હતું કે તારા બાપુને હાર્ટ એટેક આવ્યો છે અને તેમનું મૃત્યુ નીપજ્યું છે, તું જલ્દીથી ઘરે આવી જા. જેથી હું તાત્કાલિક અસરથી વાડીએ પહોંચ્યો હતો. જ્યાં મારા પિતાનું શબ ખાટલામાં ગોદડા ઉપર રાખવામાં આવ્યું હતું. ટ્રેક્ટરની ટ્રોલી મારફતે અમે મારા પિતાનું શબ ઘરે લઈ આવ્યા હતા. મારા પિતાની લાશ ઉતારી અમે રૂમમાં રાખી હતી. ત્યારબાદ મને જણાઈ આવ્યું હતું કે મારા પિતાના માથાના પાછળના ભાગે કંઈક લાગેલું છે. જેના કારણે સતત લોહી નીકળી રહ્યું હતું. જેથી મને મારા પિતાના મૃત્યુ અંગે શંકા થઈ હતી. જે બાબતે મેં મારા દાદા મોહનભાઈ અને કાકા રાજુભાઈને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, તારા બાપને હાર્ટ એટેક આવ્યો હતો અને તે પડી જતા તેને માથામાં લાગ્યું હતું. બાદમાં તમામ સગા સંબંધીઓ એકઠા થઈ મારા પિતાની અંતિમ વિધિ કરી હતી."

આ પણ વાંચો: રાજકોટના ગોંડલના નવાગામ નજીક ગમખ્વાર અકસ્માત, ખાડામાં પડતા બે લોકોના મોત

'મેં તારા બાપને ધક્કો માર્યો'


ફરિયાદીએ વધુમાં જણાવ્યું હતુ કે, "સ્મશાનેથી પરત ફર્યાં બાદ મેં ફરી વખત મારા દાદાને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજના સાતક વાગ્યે હું અને તારો કાકા બંને વાડીએ પાણી વાળી રહ્યા હતા. તે સમયે તારો બાપ દારૂ પીને ધોકો લઈ અમારી બાજુ આવ્યો હતો. તેમજ જેમ ફાવે તેમ ગાળો ભાંડવા માંડ્યો હતો. જેથી તારા કાકા રાજુભાઈએ તારા બાપુને ગાળો દેવાની ના પાડતા તારા બાપાએ રાજુભાઈને માથાના ભાગે લાકડીનો ઘા માર્યો હતો. જેથી હું વચ્ચે પડ્યો હતો. મેં દોડી જઈ તારા બાપને ધક્કો માર્યો હતો. પરંતુ તે ઊભો થઈ ફરી વખત ગાળો બોલવા માંડ્યો હતો. જેથી તારા બાપના હાથમાં રહેલા ધોકો મેં આંચકી લઈ તારા બાપુને બે-ત્રણ ઘા માથામાં અને હાથના ભાગે માર્યા હતા. જેના કારણે તારા બાપાને લોહી નીકળવા લાગ્યું હતું. બીજી તરફ રાજુભાઈએ પણ બાજુમાંથી બડીકો લઈને બેથી ત્રણ ઘા માર્યાં હતા."
" isDesktop="true" id="1317313" >

ફરિયાદ પ્રમાણે, "ત્યારબાદ અમે ત્યાંથી આવતા રહ્યા હતા અને રાત્રિના નવેક વાગ્યા બાદ અમને જાણ થઈ કે તારો બાપ મરી ગયો છે. ત્યારબાદ અમે તને તારા પિતાને હાર્ટ એટેક આવ્યાની જાણ કરી હતી. તારો બાપ અમારી સાથે અવારનવાર દારૂ પીને ગાળો ભાંડી માથાકૂટ કરતો હતો, મારામારી પણ કરતો હતો."
Published by:Vinod Zankhaliya
First published:

Tags: ગુનો, પોલીસ, રાજકોટ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन