Home /News /rajkot /ગોંડલ: પૂર્વ MLA જયરાજસિંહે પોલીસ સ્ટેશનમાં કરેલી મારામારીની ફરિયાદ ન નોંધાતા મામલો હાઇકોર્ટ પહોંચ્યો

ગોંડલ: પૂર્વ MLA જયરાજસિંહે પોલીસ સ્ટેશનમાં કરેલી મારામારીની ફરિયાદ ન નોંધાતા મામલો હાઇકોર્ટ પહોંચ્યો

ફાઇલ તસવીર.

ગોંડલ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા (Jayrajsinh Jadeja) વિરુદ્ધ ગુનો નોંધવામાં પોલીસની ઢીલી નીતિ, કોંગી આગેવાન અને આર.ટી.આઇ. એક્ટિવિસ્ટ ફડાકા પ્રકરણ હાઇકોર્ટ પહોંચ્યું.

રાજકોટ: ગોંડલના કૉંગ્રેસી આગેવાને (Gondal congress leader) પૂર્વ ધારાસભ્ય વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવા અરજી કરી હતી. જે મામલે સીટી પોલીસે ઢીલી નીતિ રાખતા તેઓએ હાઇકોર્ટ (Gujarat high court)ના દ્વાર ખખડાવ્યા હતા. આ બનાવના પગલે શહેરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ગોંડલ શહેર કૉંગ્રેસ પ્રમુખ અને આર.ટી.આઇ. એક્ટિવિસ્ટ આશિષ રસીકલાલ કુંજડીયા (Ashishkumar Kunjadiya)એ તા.01-04-2021ના રોજ ગોંડલમાં થઈ રહેલા બાંઘકામને લગતી વિગતો RTI અરજી કરીને ગોંડલ નગરપાલિકા પાસેથી માંગી હતી.

બનાવના પગલે આશિષ કુંજડીયા અને ચીફ ઓફિસર વચ્ચે તણખા ઝરતા મામલો સીટી પોલીસ મથકે પહોંચ્યો હતો. ચીફ ઓફિસરે આશિષ કુંજડીયા વિરુદ્ધ ગોંડલ સીટી પોલીસ સ્ટેશન (Gondal city police station)માં ફરિયાદ નોંઘાવી હતી. બાદમાં એક્ટિવિસ્ટની ધરપકડ થયા પછી જયરાજસિંહ જાડેજા (Jayrajsinh Jadeja) અને તેમના સાગરીત લખમણ હીરપરા પોલીસ સ્ટેશનમાં ધસી આવીને આર.ટી.આઇ એક્ટિવિસ્ટને ફડાકો મારી, ગાળો આપી આર.ટી.આઇ.ની માહિતી નહીં મળે તેવું કહીને આ બાબતે જો અપીલમાં જશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ પણ વાંચો: અમદાવાદનો લાલબત્તી સમાન કેસ: યુવતી નિર્વસ્ત્ર થઈને વીડિયો કૉલ કરે છે અને શરૂ થાય છે આખો ખેલ... 

સમગ્ર મામલો ગોંડલ સીટી પોલીસ સ્ટેશનની અંદર પોલીસ અધીકારીઓની સામે બન્યો હતો. જયરાજસિંહ જાડેજાએ ફિલ્મી સ્ટાઇલથી પોલીસ સ્ટેશનની અંદર સીનસપાટા કર્યાં હતા ત્યારે પોલીસ અધિકારીઓ મૂકપ્રેક્ષક બન્યા હતા.

આ પણ વાંચો: સાસરે પહોંચતા જ દુલ્હને દુલ્હા પર કર્યો થપ્પડનો વરસાદ, લોકોને થયું ભૂત-પ્રેતનો વળગાડ, કારણ બીજું જ નીકળ્યું!

આ મામલે આર.ટી.આઇ. એક્ટિવિસ્ટે જયરાજસિંહ જાડેજા અને તેમના સાગરીત વિરુદ્ધ ગોંડલ સીટી પોલીસને આઇ.પી.સી.ની કલમ ૫૦૪,૫૦૬(૨),૩૨૩,૧૨૦(બી) વગેરે મુજબની ફરીયાદ આપી હતી.

આ પણ વાંચો: અમદાવાદ: SPના ઘરે થયેલી ચોરી ભેદ માંડે ઉકેલાયો ત્યાં વધુ એક પોલીસકર્મીના ઘરે ચોરી, તસ્કરો રિવોલ્વર પણ ચોરી ગયા

જોકે, પોલીસે આર.ટી.આઇ. એક્ટિવિસ્ટની ફરિયાદ નોંધી ન હતી. જે બાદમાં આર.ટી.આઇ. એક્ટિવિસ્ટે તેમના વકીલ સંજય એચ. પંડિત મારફતે ગુજરાત હાઇકોર્ટમાં ફરિયાદ નોંધવા અંગે પીટીશન દાખલ કરી છે. આ અરજીની સુનાવણી ટૂંક સમયમાં થવાની છે. આ કામે આર.ટી.આઇ. એક્ટિવિસ્ટ વતી એડ્વોકેટ સંજય પંડિત, સમીર સોજાતવાલા, બીનીતા પટેલ રોકાયેલા છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Activist, Jayrajsinh Jadeja, આરટીઆઇ, ગુનો, ગોંડલ, પોલીસ, રાજકોટ