Home /News /rajkot /Gold Price in Rajkot today: સોનું-ચાંદી ખરીદવાના હોય તો ઉભા રહેજો, પહેલા જાણી લો આજનો લેટેસ્ટ ભાવ!
Gold Price in Rajkot today: સોનું-ચાંદી ખરીદવાના હોય તો ઉભા રહેજો, પહેલા જાણી લો આજનો લેટેસ્ટ ભાવ!
પ્રતિકાત્મક તસવીર
રાજકોટમાં છેલ્લા 2 સોનાના ભાવમાં 1500 રૂપિયાનો ઉછાળો આવ્યો છે.ગઈકાલે સોનાના ભાવમાં 720 રૂપિયાનો વધારો થતા સોનાની કિંમત 57,900 પર પહોંચી હતી. જ્યારે આજે ફરી પાછો 660 રૂપિયાનો વધારો થતાં સોનાનો ભાવ 58,560 પર પહોંચી ગયો છે.
Mustufa Lakdawala,Rajkot : બજેટના દિવસે એટલે કે 1 ફેબ્રુઆરી 2023થી જ સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો આવ્યો છે. વૈશ્વિક બજારોમાં કીમતી ધાતુઓના ભાવમાં થયેલા વધારા વચ્ચે બુધવારે રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં ઉછાળો નોંધાયો હતો. બીજી તરફ આજે ચાંદીના ભાવમાં પણ ઉછાળો નોંધાયો હતો.
જાણો સોનાનો ભાવ
વાત કરવામાં આવે રાજકોટની તો રાજકોટમાં છેલ્લા 2 સોનાના ભાવમાં 1500 રૂપિયાનો ઉછાળો આવ્યો છે.ગઈકાલે સોનાના ભાવમાં 720 રૂપિયાનો વધારો થતા સોનાની કિંમત 57,900 પર પહોંચી હતી. જ્યારે આજે ફરી પાછો 660 રૂપિયાનો વધારો થતાં સોનાનો ભાવ 58,560 પર પહોંચી ગયો છે.
આજે ચાંદી કેટલી પહોંચી છે? ચાંદીનો ભાવ પણ આજે રૂ. 1040 વધીને રૂ. 70060 પ્રતિ કિલોગ્રામ બંધ રહ્યો હતો. જ્યારે બજેટના દિવસની વાત કરવામાં આવે તો કાલે ચાંદીના ભાવમાં 240 રૂપિયાનો વધારો થયો હતો.જેથી ચાંદીનો ભાવ 69020 પર પહોંચ્યો છે.જેથી છેલ્લા 2 દિવસમાં ચાંદીના ભાવમાં 1280 રૂપિયાનો વધારો થયો છે.જ્યારે સોનામાં 1380 રૂપિયાનો વધારો થયો છે.
વિદેશી બજારોમાં સોનામાં તેજી વિદેશી બજારોમાં સોનું મજબૂત થઈને $1,923 પ્રતિ ઔંસ થયું હતું, જ્યારે ચાંદી ઘટીને $23.27 પ્રતિ ઔંસ થઈ હતી. બજારના વિશ્લેષકોએ જણાવ્યું હતું કે કોમેક્સ પર હાજર સોનાનો ભાવ તેના અગાઉના બંધ સામે $1,923 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યો હતો. સોનાના ભાવમાં સતત ત્રીજા મહિને તેજી જોવા મળી હતી, જેને નબળા પડી રહેલા ડૉલર અને યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ધીમો વધારો કરવામાં આવ્યો હતો.
મિસ્ડ કોલ થી જાણો સોનાના ભાવ નોંધનીય છે કે આ દરો તમે ઘરે બેઠા સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે આ નંબર 8955664433 પર એક મિસ્ડ કોલ આપવાનો રહેશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે, જેમાં તમે નવીનતમ દરો જાણી શકો છો.