Home /News /rajkot /Rajkot: જેલમાં કેદીઓમાં જોવા મળી દેશપ્રેમની ઝલક, દેશભક્તિના ગીતો ગાયને કરી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

Rajkot: જેલમાં કેદીઓમાં જોવા મળી દેશપ્રેમની ઝલક, દેશભક્તિના ગીતો ગાયને કરી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

X
કેદીઓ

કેદીઓ દ્વારા જેલને શણગારવામાં આવી

કેદીઓએ રાષ્ટ્રગાન (National anthem) ગાયને રાષ્ટ્રધ્વજને સલામી  આપી હતી. આ ઉપરાંત પોલીસ અધિકારીઓના હસ્તે ધ્વજવંદન (Flag hoisting) કરવામાં આવ્યું હતું. બાદમાં કેદીઓ દ્વારા આયોજીત વિવિધ કાર્યક્રમો યોજાયા

Mustufa Lakdawala, Rajkot: રાજકોટ મધ્યસ્થ જેલમાં (Rajkot Central Jail) પણ સ્વાતંત્ર્ય પર્વની (Independence Day 2022) ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કેદીઓએ રાષ્ટ્રગાન (National anthem) ગાયને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ ઉપરાંત પોલીસ અધિકારીઓના હસ્તે ધ્વજવંદન (Flag hoisting) કરવામાં આવ્યું હતું. બાદમાં કેદીઓ દ્વારા આયોજીત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં કેદીઓએ (Prisoners in Rajkot Jail) રાષ્ટ્રગીતો ગાયને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા ઉલ્લેખનીય છે કે, ગઇકાલે કેદીઓએ જેલને પોતાના હાથે શણગારી હતી. તેમજ ત્રિરંગાયાત્રા પણ યોજી હતી.

કેદીઓ પણ આપણા દેશના નાગરિકો

રાજકોટ મધ્યસ્થ જેલના સિનિયર જેલર અને પોલીસ ઇન્સ્પેક્ટર બી.બી. પરમારે જણાવ્યું હતું કે, આજે 15મી ઓગસ્ટ એટલે આપણો સ્વતંત્રતા દિવસ છે. એના અનુસંધાને ધ્વજવંદનનો કાર્યક્રમ તમામ જાહેર જગ્યાએ કરવામાં આવે છે તેવી જ રીતે જેલમાં પણ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. કેદીઓ પણ આપણા દેશના નાગરિકો જ છે. આપણી જેવી રાષ્ટ્રભાવના તેમના પણ હોય છે.

રાજકોટ જેલમાં 1863 કેદી સજા કાપી રહ્યા છે

રાજકોટ મધ્યસ્થ જેલના સિનિયર જેલર બી.બી. પરમારે વધુમાં જણાવ્યું હતું કે, હાલ જેલમાં કુલ 1863 કેદી છે. જેમાં 80 મહિલા કેદી છે. તેમજ કનવીક 992,અંડર ટ્રાયલ 800 કેદી છે, ડીટેનયુ 71 કેદી છે. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા તે નિમિતે આઝાદીનો અમૃત મહોત્સવ કાર્યક્રમ ચાલુ છે. કેદીઓ દ્વારા દેશભક્તિના ગીતો, રંગોળી, ચિત્રો અને નિબંધ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેદીઓએ હોંશભેર ભાગ લીધો હતો. કેદીઓ માટે પણ આઝાદી કા અમૃત મહોત્સવ આનંદદાયક રહ્યો છે.

આ પણ વાંચો:   'કબા ગાંધીનો ડેલો' કે જ્યાં થયું હતું ગાંધીજીમાં સંસ્કારોનું સિંચન

કેદીઓ દેશભક્તિના નારા લગાવ્યા

રાજકોટની સેન્ટ્રલ જેલમાં કેદીઓ અલગ અલગ ગુના હેઠળ સજા કાપી રહ્યા છે. પરંતુ સ્વાતંત્ર્ય પર્વ આવતુ હોય ત્યારે કેદીઓ પણ દેશભક્તિમાં લીન થયા છે. કેદીઓએ દેશભક્તિની ભાવના સાથે પોતાની રીતે જ જેલને શણગારી છે. આજે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં‘ભારત માતા કી જય’, ‘વંદે માતરમ’, ‘ઇન્કલાબ જિંદાબાદ’ના નારા લગાવતા જેલ દેશભક્તિના વાતાવરણમાં પરિવર્તિત થઈ હતી.
First published:

Tags: 75 years of independence, 75th Independence Day, Aazadi ka amrut mahotsav, Rajkot city, Rajkot na samachar, Rajkot News

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો