Home /News /rajkot /Rajkot News: 'ગોરી રાધા ને કાળો કાન' ફિલિપાઈન્સની છોરીને થયો રાજકોટના યુવક સાથે પ્રેમ, ગુજરાત આવશે લગ્ન કરવા!

Rajkot News: 'ગોરી રાધા ને કાળો કાન' ફિલિપાઈન્સની છોરીને થયો રાજકોટના યુવક સાથે પ્રેમ, ગુજરાત આવશે લગ્ન કરવા!

X
ગોરી

ગોરી રાધાને કાળો કાન: ફિલિપાઈન્સની છોરીને ગમી ભારતીય સંસ્કૃતિ

ભારતના એક યુવકને ફિલિપાઈન્સની છોરી સાથે પ્રેમ થઈ ગયો અને હવે તેઓ બને હિન્દુ રીતે રિવાજ પ્રમાણે લગ્ન કરશે.

Mustufa Lakdawala,Rajkot : ઘણી ઘટનાઓ એવી બનતી હોય છે જેમાં બે અલગ અલગ દેશના લોકો એકબીજાના પ્રેમમાં પડે છે અને પછી સાત સમુંદર પાર કરીને એકબીજાને પોતાના બનાવી દે છે.આવી ઘટના ફરી એકવાર બની છે. ભારતના એક યુવકને ફિલિપાઈન્સની છોરી સાથે પ્રેમ થઈ ગયો અને હવે તેઓ બને હિન્દુ રીતે રિવાજ પ્રમાણે લગ્ન કરશે.

ભવદિપ સંચાનિયાએ જણાવ્યું કે અમે અત્યારે ફિલિપાઈન્સમાં છીએ. અને અમે અહિંયા કાર બાય અને સેલ કરવાનો બિઝનેસ કરીએ છીએ.અમે અહિંયા છેલ્લા 5 વર્ષથી અમે બંને રિલેશનશિપમાં છીએ. અમે લાસ્ટ યર ઈન્ડિયામાં આવ્યા હતા ત્યારે અમે મારા પરિવાર સામે ચર્ચા કરી હતી. મારા પાર્ટનરનું નામ જોસિલીન છે. તે પણ મારા પરિવારને મળી હતી.

ઈન્ડિયા આવ્યા એ અમારો અનુભવ ખુબ જ સારો રહ્યો ઘણો ટાઈમ અમે બંનેએ સ્ટ્રગલ કર્યું પણ પછી અમને સફળતા અને ખુશી બંને મળી છે. ગયા જાન્યુઆરીમાં અમારી સગાઈ થઈ છે. હવે અમે લગ્ન કરવાનું ટુંક સમયમાં જ વિચારી રહ્યાં છીએ।.

હવે અમારી સ્ટેબલ લાઈફ ચાલુ થઈ ગઈ છે. અને અમે ટુંક સમયમાં જ લગ્ન કરીશું. જોસિલીને કહ્યું કે હું આ રિલેશનશિપથી ઘણી ખુશ છું અમે અમારો પ્રેમ માત્ર વેલેન્ટાઈન ડેના જ સેલિબ્રેટ નથી કરતા પણ અમે દરરોજ સિલિબ્રેશન કરીએ છીએ. અમે સ્ટ્રગલ પણ કર્યું છે પણ અત્યારે અમે ખુબ જ ખુશ છીએ.



જેસિલીને કહ્યું કે વેલેન્ટાઈન ડે આવી રહ્યું છે.ત્યારે બધાને અમારા તરફથી બધાને હેપ્પી વેલેન્ટાઈન ડે.આ સાથે જ કહ્યું કે ભારત ખુબ જ સુંદર દેશ છે. મે ભારતમાં રક્ષાબંધનની પણ ઉજવણી જોઈ છે.ભાઈ બહેન વચ્ચેના પ્રેમને નજીકથી જોયો છે.અહિંયા દરેક સંબંધ ખુબ જ સારી રીતે નિભાવવામાં આવે છે.આ સાથે જ મે દિવાળી પણ ઉજવી છે.મને ફટાકડાથી બિક લાગે છે. પણ મે ભારતમાં ખુબ જ સારી રીતે દિવાળીની ઉજવણી કરી છે.
First published:

Tags: Local 18, Love, Valentine Day 2023, રાજકોટ