Mustufa Lakdawala,Rajkot : માઉન્ટ એવરેસ્ટ સર કરવો તેને દુનિયાની સૌથી અઘરી વાત માનવામાં આવે છે. એવા અનેક લોકો છે, જે માઉન્ટ એવરેસ્ટ સર કરવાની સફર અધવચ્ચે જ છોડી દે છે. કારણ કે માઉન્ટ એવરેસ્ટને સર કરવો કોઈ નાની વાત નથી. આ માઉન્ટ એવરેસ્ટ સર કરવા માટે આત્મવિશ્વાસ હોવો જરૂરી છે અને મજબુત મનોબળ હોવું જરૂરી છે. ત્યારે રાજકોટની જાનકી હવે માઉન્ટ એવરેસ્ટ પર ચડાઈ કરવા તૈયાર છે અને તેનો આગામી ગોલ પણ માઉન્ટ એવરેસ્ટ સર કરવાનો છે.
કેટલાંક નામ એવા હોય છે કે તેના થકી આખા દેશનું નામ ઉજળું થતું હોય છે. તમે જીવનમાં જેવું વિચારો તેવું શક્ય છે પણ તમારા લક્ષ્ય અને આર્દશો મક્કમ હોવા જોઈએ જોઇએ. ત્યારે રાજકોટની જાનકી ભટ્ટ આ જ આત્મવિશ્વાસ અને મનોબળ સાથે માઉન્ટેનરિંગ કરવા માટે નીકળી પડી છે.
તમને જણાવી દયે કે જાનકી ભટ્ટે રાથાન ગ્લેશિયર, રૂપિનપાસ સહિત હિમાલય ગિરિમાળાના દુર્ગમ પહાડો સર કર્યા છે અને એ પણ કોરોનાની મહામારી વચ્ચે.તેને 19,688 ફૂટ ઉપર આવેલા માઉન્ટ દેવટિબ્બા શિખર સર કર્યુ છે. જાનકીનું યુરોપમાં આવેલા સૌથી ઊંચા અને કઠિન એલબ્રસ માઉન્ટ કે જે 18,510 ફૂટ પર આવેલો છે તે સર કરવાનું છે.
જાનકી ભટ્ટે જણાવ્યું હતું કે હું 7 વર્ષ પહેલા એક ટ્રેકિંગમાં ગઈ હતી.ત્યારે મને લાગ્યું કે હું માઉન્ટેઈન સાથે વધારે કનેક્ટ થાવ છું. જેથી મે ટ્રેકિંગ કરવાનું શરૂ કર્યું. મે 4-5 હિમાલયન ટ્રેકિંગ કર્યાં.પછી ખબર પડી કે માઉન્ટેનરી કોર્ષીસ થાય છે.જેથી મે પહેલા બેઝિક માઉન્ટેનિંગનો કોર્ષ અરૂણાચલપ્રદેશથી કર્યો. પછી મે એડવાન્સ માઉન્ટેરીંગ કોર્ષ દાર્જલિંગથી કર્યો છે પછી મે લદાખ સહિત અનેક ટ્રેકિંગ ટ્રેક પર અમુક હાઈટ સુધી ટ્રેકિંગ કર્યું હતું. જાનકી ભટ્ટે 7050 મીટર સુધી ચડાઈ કરેલી છે.
જાનકી ભટ્ટે જણાવ્યું હતું કે તેના ટ્રેકિંગની જર્નીમાં તેને સૌથી મોટો સપોર્ટ તેના માતા-પિતાનો મળ્યો છે એના વગર હું અહિંયા સુધી પહોંચી જ શકી ન હોત. એટલે મારા માતા પિતાનો ખુબ સપોર્ટ મળ્યો છે. જાનકી ભટ્ટે કહ્યું કે મને માઉન્ટેનમાં જાવુ ખુબ જ ગમે છે. હું માઉન્ટેન ક્લાઈમ કરવા માટે ઘણી પ્રેક્ટીસ કરૂ છું.
જાનકીએ કહ્યું કે હું રનિંગ, સ્વિમિંગ સહિત અને પ્રકારની પ્રેક્ટીસ કરૂ છું. જાનકી ભટ્ટનો આગામી ગોલ માઉન્ટ એવરેસ્ટ ક્લાઈમ્બ કરવાનો છે. જાનકીએ જણાવ્યું કે મારા પિતા અજય ભટ્ટ ફુટબોલ પ્લયર છે. એના પગલે જ હું ચાલીને સ્પોર્ટમાં આગળ વધી છું. અત્યાર સુધીમાં મે જે ક્લાઈમ્બ કર્યું છે તે મારા માતા-પિતા થકી જ પહોંચી છું.
માઉન્ટિંગ દરમિયાન ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે પણ આપણી અંદર આત્મવિશ્વાસ હોવો જોઈએ. તો તમે આ મુશ્કેલી પાર કરી શકો છો. જાનકી ભટ્ટને પણ ઘણી મુશ્કેલી આવી છે.પણ તેને હાર માની નથી અને તેને આગળ વધવાનું ચાલુ રાખ્યું છે. તેથી જ તે આજે માઈન્સ 10 કે 20 ડિગ્રીમાં પણ ચડાઈ કરી શકે છે. મારી ઈચ્છા એવી છે કે વધુને વધુ મહિલાઓ ટ્રેકિંગ તરફ, માઉન્ટેનરીંગ તરફ અને એડવેન્ચર તરફ આગળ વધે. જેથી કરીને તે તેના જીવનમાં કંઈક કરી શકે અને તેને પોતાની સ્પેશ મળે.