Rajkot News: રાજકોટ જિલ્લાના જેતપુર શહેર ખાતે દુષ્કર્મના ઇરાદે માસુમ અઢી વર્ષની બાળાની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે જેતપુર પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં હત્યાની ઘટનામાં સામેલ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. તેમજ સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.
રાજકોટ: રાજકોટ જિલ્લાના જેતપુર શહેર ખાતે દુષ્કર્મના ઇરાદે માસુમ અઢી વર્ષની બાળાની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે જેતપુર પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં હત્યાની ઘટનામાં સામેલ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. તેમજ સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જેતપુર શહેરના ભાદર નદીના સામા કાંઠા વિસ્તારમાં આવેલા જન કલ્યાણ નગરમાં રહેતા પરપ્રાંતીય પંકજસિંઘ નામના શ્રમિકની અઢી વર્ષીય પુત્રી રિયાની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી છે.
સીસીટીવી કેમેરાએ ઉકેલ્યો હત્યાનો ભેદ
રામ નવમીના દિવસે પુત્રી રિયા ગુમ થતા પરિવારજનો દ્વારા તેની શોધખોળ કરવામાં આવી રહી હતી. પરંતુ દિવસ પર બાળકી નહીં મળતા પરિવારજનો દ્વારા જેતપુર સીટી પોલીસને જાણ કરવામાં આવી હતી. દરમિયાન પોલીસ તપાસમાં સીસીટીવી કેમેરાની મદદથી બાળકીની શોધખોળ શરૂ કરતા બાળકી પરપ્રાંતિય રાજેશ ચૌહાણ નામના શખ્સ સાથે જોવા મળી હતી. પોલીસ તપાસમાં સાડીના કારખાનાના પાછળના ભાગે ખુલ્લા પ્લોટમાંથી બાળકીનો મૃતદેહ પ્લાસ્ટિકના કોથળામાં બાંધેલી હાલતમાં મળી આવ્યો હતો. ત્યારે પોલીસે બાળકીની લાશને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ ખસેડવામાં આવી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગઈકાલે બાળકી એકલી રમી રહી હતી ત્યારે રાજેશ ચૌહાણ નામના પરપ્રાંતીય વ્યક્તિએ પોતાની હવસ સંતોષવા માટે તેને અવાવરું સ્થળે લઈ ગયો હતો. જ્યાં તેની સાથે શારીરિક અડપલા પણ કરવા લાગ્યો હતો. જોકે બાદમાં બાળકી દ્વારા બૂમ પાડતા તે પકડાઈ જશે તેવા ડરથી તેની હત્યા કરી નાખી હતી. બાળકીની હત્યા કર્યા બાદ લાસ્ટ ને કોથળામાં વીંટી ને કારખાને પહોંચી ગયો હતો અને ત્યારબાદ બાળકીની લાશને તેને અવાવરું સ્થળે ફેંકી દીધી હતી.
રાજકોટના જેતપુરમાં ચોકલેટ-બિસ્કીટની લાલચ આપી 3 વર્ષની માસૂમ બાળકીની નશાખોરોએ હત્યા કર્યાનો આરોપ, દુષ્કર્મની પણ આશંકા pic.twitter.com/nyCoZry2sy
આ સમગ્ર મામલે હાલ પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જેતપુર પોલીસ દ્વારા આઇપીસીની કલમ 302 હેઠળ ગુનો નોંધવામાં આવશે. તેમજ ફોરેન્સિક પીએમનો રિપોર્ટ આવ્યા બાદ 376ની કલમ પણ ઉમેરવામાં આવી શકે તેમ છે. અત્યારે પોલીસે હત્યાના આરોપીને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.