Home /News /rajkot /

રાજકોટ: બે પિતરાઈ ભાઈએ વારંવાર દુષ્કર્મ આચરીને યુવતીને ગર્ભ રાખી દીધો, આ રીતે ફૂટ્યો ભાંડો

રાજકોટ: બે પિતરાઈ ભાઈએ વારંવાર દુષ્કર્મ આચરીને યુવતીને ગર્ભ રાખી દીધો, આ રીતે ફૂટ્યો ભાંડો

રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ. (Shutterstock તસવીર)

રાજકોટનો ચકચારી કિસ્સો: દીકરીને વધુ પ્રમાણમાં બ્લિડિંગ થતાં માતાપિતા ચેકઅપ માટે દવાખાને લઈ ગયા. ડૉક્ટરની તપાસમાં દોઢ મહીનાનો ગર્ભ હોવાનું ખુલ્યું.

રાજકોટ: રાજકોટ શહેરમાં એક ચોંકવનારો કિસ્સો સામે આવ્યો છે. બે પિતરાઈ ભાઈ એક યુવતી સાથે છેલ્લા ચાર વર્ષથી દુષ્કર્મ આચરતા હોવાની પોલીસ ફરિયાદ (Rape complaint) નોંધાઈ છે. મહિલા પોલીસ મથકમાં પોલીસ ફરીયાદ નોંધાતા પોલીસે બંને આરોપીની શોધખોળ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના મહિલા પોલીસ (Rajkot city mahila police station) મથકમાં એક યુવતીએ ફરિયાદ નોંધાવી છે. જે મુજબ હાલ તેણીની ઉંમર 21 વર્ષની છે. છેલ્લા ચારેક વર્ષથી તેના દૂરના સગા ધ્રુવ અને રાજેશ તેની સાથે દુષ્કર્મ આચરતા હોવાની પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે.

યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, "રાજેશની પત્ની ચાંદી કામ કરતી હોવાથી તેના ઘરે અવારનવાર ચાંદીનું કામ લેવા જવાનું થતું હતું. આ સમયે ધ્રુવને હું પસંદ હોઈ તેણે મને તેની સાથે લગ્ન કરવાનું કહ્યું હતું. જોકે, હું તેને ના પાડતી હતી. છેલ્લા ચારેક વર્ષથી ધ્રુવ અને રાજેશ કોઈના કોઈ બહાને મારા ઘરે આવતા હતા. ત્યારબાદ મારી સાથે વારાફરતી બળજબરીથી શારીરિક સંબંધ પણ બાંધતા હતા. હું જ્યારે તેમને આ પ્રકારનું કૃત્ય આચરવાની ના પાડતી ત્યારે તેઓ મને ધાક ધમકી પણ આપતા હતા."

આ પણ વાંચો: ગાડીમાં યુવતીએ કિસ કરીને અમદાવાદના વેપારીને કર્યો ઉત્તેજીત અને...

બંનેએ બળજબરીથી સંબંધ બાંધ્યો


"બે મહિના પૂર્વે અમારા સગાનું મરણ થતાં મારા મમ્મી ઘરે નહોતી તેમજ ઘરના અન્ય સભ્યો પણ કામે ગયા હતા. ત્યારે પ્રથમ ધ્રુવે મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો તે સમયે રાજેશ બહાર ઊભો રહી ધ્યાન રાખતો હતો. ત્યારબાદ ધ્રુવ બહાર ઊભો રહી ધ્યાન રાખતો હતો અને રાજેશે મારી સાથે સંબંધ બાંધ્યા હતા. આમ અવારનવાર મારી એકલતાનો ગેરલાભ લઇ બંને સાથે મળી મારી સાથે શારીરિક સંબંધ બાંધતા હતા. દરમિયાન મને માસિકના દિવસો ચડતા બળજબરીપૂર્વક દવા પણ પીવડાવી હતી. જોકે, દવા પીધા બાદ પણ હું ચાર પાંચ દિવસમાં માસિકમાં આવી ગઈ હતી. વધુ માસિક આવતા મેં મારી મમ્મીને જાણ કરી હતી. હું મારી મમ્મી તેમજ રાજેશના મમ્મી ત્રણેય દવાખાને ગયા હતા, જ્યાં ડોક્ટરે મારા પેટમાં દોઢ માસનો ગર્ભ હોવાનું જણાવ્યું હતું."

"ત્યારબાદ મારી મમ્મીએ ગર્ભ કોને રાખ્યો છે. તે અંગે પૂછતા મેં તમામ હકીકત મારા પરિવારને જણાવી હતી. સમગ્ર મામલાની ધ્રુવને ખબર પડતાં તે ઘર છોડી ભાગી ગયો છે. જ્યારે કે રાજેશે તેના માતાપિતાની હાજરીમાં મને લાફો મારીને કહ્યું હતું કે, હા મેં સંબંધ રાખ્યા છે. તારા થી થઈ તે કરી લે."
Published by:Vinod Zankhaliya
First published:

Tags: ગુનો, પોલીસ, રાજકોટ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन