Home /News /rajkot /

રાજકોટ: 'આ છરી તારી સગી નહીં થાય,' પ્રેમિકાએ તેના પ્રેમી વિરુદ્ધ નોંધાવી બળાત્કારની ફરિયાદ; પ્રેમીએ પૈસા પડાવ્યા, માર પણ માર્યો

રાજકોટ: 'આ છરી તારી સગી નહીં થાય,' પ્રેમિકાએ તેના પ્રેમી વિરુદ્ધ નોંધાવી બળાત્કારની ફરિયાદ; પ્રેમીએ પૈસા પડાવ્યા, માર પણ માર્યો

પ્રેમિકાએ પ્રેમી વિરુદ્ધ નોધાવી ફરિયાદ (તસવીર: Shutterstock)

Rajkot girl files complaint: ફરિયાદમાં યુવતીએ જણાવ્યું છે કે, છેલ્લા એક મહિનામાં તેના પ્રેમીએ ઘરે તેમજ હોટલમાં લઈ જઈને અનેક વખત બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું છે. આ ઉપરાં માર મારીને ધમકી પણ આપી છે.

રાજકોટ: રાજકોટ શહેર (Rajkot latest news)માં એક અજીબોગરીબ કિસ્સો બન્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં પ્રેમિકાએ પોતાના જ પ્રેમી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ (Rape complaint) નોંધાવતા ચકચાર મચી જવા પામ્યો છે. પ્રેમિકાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, છેલ્લા એક મહિનામાં આરોપીએ તેણીની સાથે તેના ઘરે તેમજ હોટલ (Hotel)માં લઈ જઈ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું છે. તેમજ વધુ ઉછીના પૈસા ન આપતા આરોપીએ છરી વડે શરીરના ભાગે છરકો પણ માર્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાવ્યો છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ મથકમાં એક યુવતીએ પોતાના જ પ્રેમી વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં રેલનગર વિસ્તારમાં નાથદ્વારા પાર્કમાં રહેતા યુવરાજસિંહ ચુડાસમા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે. પ્રેમિકાએ પોતાના જ પ્રેમી વિરૂદ્ધ આઈપીસીની કલમ 376 (2)(N), 323, 506 (2), તેમજ જી પી એક્ટ ની કલમ હેઠળ ગુનો નોંધાવ્યો છે.

ફરિયાદમાં પ્રેમિકાએ જણાવ્યું છે કે, છેલ્લા એક મહિનામાં તેના પ્રેમીએ ઘરે તેમજ હોટલમાં લઈ જઈને અનેક વખત બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું છે. તેમજ અત્યારસુધીમાં તેણે પોતાના પ્રેમીને એક લાખ રૂપિયા પણ ઉછીના આપ્યા છે, જે પરત માંગતા પરત આપવાની ના પાડી દીધી હતી. તાજેતરમાં જ વધુ 30,000 રૂપિયા ઉછીના માંગ્યા હતા, પૈસા આપવાની ના પાડતા આરોપી પ્રેમીએ છરી કાઢી તેને ડાબા હાથના ભાગે છરકો પણ માર્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. આરોપીએ એવું કહીને છરી ઉગાડી હતી કે, "આ છરી તારી સગી નહીં થાય."

આ પણ વાંચો:  લગ્નની કંકોત્રી વહેંચવા જતા ત્રણ બહેનના એકના એક ભાઈનું મૃત્યુ

ફરિયાદમાં આરોપીએ તેણીને ઢીકાપાટુનો માર માર્યાનો પણ ઉલ્લેખ છે. આ ઉપરાંત ફરિયાદીના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ ઉલ્લેખ છે.



સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસે ફરિયાદ નોંધાયા બાદ આરોપીની શોધખોળ શરૂ કરી છે. આરોપી ઝડપાયા બાદ દુષ્કર્મ મામલે કોઈ નવા ખુલાસા થાય છે કે કેમ તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે. આરોપી ઝડપાયા બાદ તેના મેડિકલ સહિતની પ્રક્રિયા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે. તેમજ ફરિયાદીએ જે જે હોટલનો ઉલ્લેખ કર્યો છે તે તમામ જગ્યાએ પણ પોલીસ દ્વારા નિવેદન નોંધવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: ગુનો, પોલીસ, રાજકોટ

આગામી સમાચાર