Home /News /rajkot /

Rajkot: ગોંડલના ગરબાના ખેલૈયાઓ લોકનૃત્યના પર્ફોર્મન્સ માટે તુર્કી જશે, 34 દેશો વચ્ચે ભારતનુ કરશે પ્રતિનિધિત્વ

Rajkot: ગોંડલના ગરબાના ખેલૈયાઓ લોકનૃત્યના પર્ફોર્મન્સ માટે તુર્કી જશે, 34 દેશો વચ્ચે ભારતનુ કરશે પ્રતિનિધિત્વ

ગરબાના વિદ્યાર્થીઓ

ગોંડલમાં છેલ્લાં ઘણાં સમયથી રાસ ગરબાના ક્લાસ ચલાવતાં અને રાસ ગરબા વિશેની પ્રવૃત્તિ કરતાં વિખ્યાત લોકનૃત્યકાર ચેતન જેઠવા અને એમના 'સપ્તક ફોક ડાન્સ ગ્રુપ' ના અગીયાર રાસ ગરબાના વિદ્યાર્થીઓને ભારત સરકાર લોકનૃત્યના પર્ફોર્મન્સ  માટે તુર્કી મોકલી રહી છે.

વધુ જુઓ ...

    Mustufa Lakdawala, Rajkot: ગોંડલમાં(Gondal) છેલ્લાં ઘણાં સમયથી રાસ ગરબાના ક્લાસ(Ras-Garba class) ચલાવતાં અને રાસ ગરબા વિશેની પ્રવૃત્તિ કરતાં વિખ્યાત લોકનૃત્યકાર ચેતન જેઠવા અને એમના 'સપ્તક ફોક ડાન્સ ગ્રુપ' (Saptak Folk Dance Group) ના અગીયાર રાસ ગરબાના વિદ્યાર્થીઓને ભારત સરકાર (Government of India) લોકનૃત્યનાપર્ફોર્મન્સ (Performances) માટે તુર્કી(Turkey) મોકલી રહી છે. અહીં તેઓ 34 દેશોમાંથી આવેલાં લોકનૃત્યકારોની વચ્ચે ભારતનુ પ્રતિનિધિત્વ કરશે.


    2થી 7 જુલાઇએ પર્ફોર્મન્સ કરશે


    આ કાર્યક્રમમાં દરેક દેશે પોતાની ફક્ત એક ટીમ મોકલવાની હોય છે. જેમાં સમગ્ર ભારતમાંથી ટીમની પસંદગી થઇ છે. 2થી 7 જૂલાઇ દરમિયાનતુર્કીમાં એમના પર્ફોર્મન્સીઝ છે. ગ્રુપના કર્તાહર્તા ચેતન જેઠવા ત્રીજી વાર ભારત દેશનુ પ્રતિનિધીત્વ કરવાં જઇ રહ્યાં છે. અગાઉ 2014માં યુરોપના પાંચ દેશોમાં 16 પર્ફોર્મન્સ તેમજ 2017માં તાન્ઝાનિયામાં કુલ ચાર પર્ફોર્મન્સમાં પણ તેમણે સમગ્ર રાષ્ટ્રની આગેવાની લીધી છે.


    સરકાર ગ્રુપ માટે વ્હાઇટ પાસપોર્ટ ઇસ્યુ કરશે


    ઉપરાંત નેપાળ અને ઓમાનમાં પણ એમણે અને એમની ટીમે રાસ-ગરબા રજૂ કરેલ છે.ખાસ વાત છે કે, ભારત સરકાર એમને તુર્કી મોકલવાં માટે સ્પેશિયલ વ્હાઇટ પાસપોર્ટ ઇસ્યુ કરશે. જેને ઓફિશીયલ પાસપોર્ટ પણ કહેવાય છે. જે બ્લ્યુ પાસપોર્ટ કરતાં અલગ હોય છે. અને વ્હાઇટ પાસપોર્ટ પર ટ્રાવેલ કરવું એનો મતલબ છે કે તમે સમગ્ર રાષ્ટ્રવતી પર્ફોર્મ કરવાં જઈ રહ્યાં છો.


    વ્હાઇટ પાસપોર્ટ પર બીજીવાર ટ્રાવેલ કરશે


    વ્હાઇટ પાસપોર્ટ પર તેઓ બીજી વાર ટ્રાવેલ કરશે. સમગ્ર ગુજરાતમાંથી વ્હાઇટ પાસપોર્ટ પર એક કરતાં વધારે મુસાફરી કરનાર ચેતન જેઠવા અને એમની ટીમના બે સભ્યો જયદિપ રૈયાણી અને દેહુતી સોલંકી ત્રણ લોકો પહેલા વ્યક્તિ છે.

    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Local 18, ગરબા, ગુજરાત, ગોંડલ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन