દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનારા ધોરાજી પંથકના શહીદની અંતિમયાત્રા નીકળી, ગામ હિબકે
કરૂણતાની વાત એ છે કે શદીહ મનુભાઈને એક 9 વર્ષનો દિકરો આર્યનસિંહ છે. તેમના પત્નીનું નામ રેણુકાબેન છે જેની ઉંમર 32 વર્ષ છે. હાલ તો સમગ્ર ગામમાં સન્નાટો છવાઈ ગયો છે.
Mustufa Lakdawala,Rajkot : દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર ધોરાજી પંથકના શહીદ જવાનની અંતિમયાત્રા નીકળી હતી. આ અંતિમયાત્રા દરમિયાન ગામ આખુ હિબકે ચડ્યું હતું.ભારતીય સેનના શહીદ જવાન મનુભાઈ દયાતરનો પાર્થિવદેહ ધોરાજીના ચિચોડ ગામમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં ગાર્ડ ઓફ ઓનર આપીને અંતિમવિધિ કરવામાં આવી હતી.
કારગીલમાં શહીદ થયેલા મનુભાઈ 29 નવેમ્બર 2022ના રોજ શહીદ થયા હતા.ત્યારે દ્રાસ સેક્ટરથી કારગીલથી દિલ્લી લાવવામાં આવ્યા હતા. જે બાદ રાજકોટ એરપોર્ટ ખાસે પાર્થિવ દેહ લાવવામાં આવ્યો હતો. જે બાદ ધોરાજીના ચિચોડ ખાતેલાવવામાં આવ્યો હતો.
પાર્થિવદેહને ધોરાજી લાવ્યા બાદ ધોરાજીથી જમનાવડ, પીપળીયા, મોટી મારડ સહિત અનેક ગામોમાંથી થઈને ચિચોડ લાવવમાંઆવ્યો હતા. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો અંતિમયાત્રામાં જોડાયા હતા. આ સાથે જ હજારો લોકો સ્વંયભૂ બંધ કરીને જોડાયા હતા. આ દરમિયાન સૌની આંખોમાં આંસૂ આવી ગયા હતા.
ધોરાજીથી ચિચોડ 20 કિમી દુર છે. આ દરમિયાન ઠેર ઠેર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. બાદમાં ગાર્ડ ઓફ ઓનર આપીને અંતિમવિધિ કરવામાં આવી હતી. આ અંતિમવિધિમાં હજારોની સંખ્યામાં બાળકો, પુરૂષો અને મહિલાઓ સાથે વર્તમાન અનેનિવૃત સેના દળના સૌ કોઈ જોડાયા હતા.
મળતી માહિતી અનુસાર શહીદ મનુભાઈ દયાતર મહિયાનો જન્મ 15 સપ્ટેમ્બર 1983ના રોજ ચિચોડ ગામમાં થયો હતો. તેમનાપિતા ખેડૂત પરિવામાંથી આવે છે. શહીદ મનુભાઈને 2 ભાઈઓ અને 4 બહેનો છે. કરૂણતાની વાત એ છે કે શદીહ મનુભાઈને એક9 વર્ષનો દિકરો આર્યનસિંહ છે.જેને પિતાની છત્રછાયા ગુમાવી છે.તેમના પત્નીનું નામ રેણુકાબેન છે જેની ઉંમર 32 વર્ષ છે.હાલ તોસમગ્ર ગામમાં સન્નાટો છવાઈ ગયો છે.
સમગ્ર મામલે ગામના સરપંચ મયુરભાઈ શિંગાળા જણાવ્યું હતું કે અમારા ગામના શહીદ મનુભાઈની ખોટ ક્યારેય નહિભરાઈ.અમે બને તેટલી આર્થિક મદદ કરવાનો પ્રયત્ન કરીશું અને અમારા ગામના વીર જવાન માટે ભવિષ્યમાં એક મૂર્તિનીસ્થાપના કરીશું.