Home /News /rajkot /

રાજકોટ : એક્ટિવામાં ગાંજો નાખીને નીકળેલા બે યુવકો ઝડપાયા, પોલીસ સામે કરી ચોંકાવનારી કબૂલાત

રાજકોટ : એક્ટિવામાં ગાંજો નાખીને નીકળેલા બે યુવકો ઝડપાયા, પોલીસ સામે કરી ચોંકાવનારી કબૂલાત

રાજકોટમાં ગાંજા સાથે ઝડપાયેલા યુવકો અગાઉ કરતા હતા છૂટક કામ

Rajkot Marijuana Case : રાજકોટના આ યુવકોની કહાણી ચોંકાવનારી સાથે ચિંતાજનક છે, ચેતવણીરૂપ કિસ્સો

રાજકોટ : રાજકોટમાં (Rajkot) તાજેતરમાં આવેલા કોરોના કર્ફ્યૂએ (Corona Curfew) કઈક કેટલા લોકોને ફરી રોજગારીથી (Employment) વંચિત કર્યા હતા. જોકે, એના અર્થ એ તો બિલકુલ નથી કે બેરોજગારીના નામે અપરાધ કરવામાં આવે. કઈક આવી જ ઘટના રાજકોટ પોલીસના (Rajkot Police) ધ્યાને આવી છે. પોલીસે એક્ટિવામાં રાખેલા ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલા યુવકોએ પોલીસ સામે ચોંકાવનારી કબૂલાતો કરી છે. આ શખ્સોએ પોલીસને જણાવ્યું કે તેમના પૈકીનો એક ફ્રૂટની લારી ચલાવતો હતો જ્યારે એક ચકરડી રાખતો હતો. ધંધો ઠપ થઈ જતા તેઓ ગાંજો (Marijuana) વેચવાના રવાડે ચઢ્યા હતા.

રાજકોટ શહેર એસઓજીની ટીમે ફરી વખત ગાંજો પકડી પાડ્યો છે. એસઓજીની ટીને શહેરના કુવાડવા રોડ રણછોડદાસ બાપુના આશ્રમથી પેડક રોડ તરફ જતાં ન્યુ આશ્રમ રોડ પર ગાયત્રી આર્ટ એન્ડ ગ્રાફિક નામની દૂકાન નજીક રોડ પરથી જીજે-03-KM-0076 નંબરના એકટીવામાં ગાંજો રાખીને નીકળેલા તાહિર સલાઉદ્દિન મુંજાવર તથા બીલાલ સલિમભાઇ મેતર ને રૂ. 6150 ના 615 ગ્રામ ગાંજા સાથે પકડી લઇ કુલ રૂ. 31150 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

આ પણ વાંચો : સુરત : જૈન આધેડે મરતાં મરતાં છ વ્યક્તિને આપ્યુ નવજીવન, હ્યદય દાનની 33મી ઘટના

આ પણ વાંચો : જૂનાગઢ : પૂર્વ મેયરના પૂત્રની હત્યાના કેસમાં વધુ 5ની અટક, મર્ડરના કાવતરામાં હતા શામેલ

SOGના મહમદઅઝહરૂદ્દીન બુખારી અને અનિલસિંહ ગોહિલની બાતમી પરથી પીઆઇ આર. વાય. રાવલની સૂચના હેઠળ પીએસઆઇ એમ. એસ. અંસારી, કોન્સ. અનિલસિંહ ગોહિલ, પેરોલ ફરલોના એએસઆઇ ઝહીરખાન ખફીફ, નિખીલ પીરોજીયા, હિતેષભાઇ પરમાર, ડ્રાઇવર કૃષ્ણસિંહ જાડેજા, કોન્સ. સોનાબેન મુળીયાએ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાએ નારકોટીકસ પદાર્થનું વેંચાણ કરનારાઓને શોધી કાઢવા સુચના આપી હોઇ તે અંતર્ગત આ કામગીરી કરી હતી.

બંને આરોપીને બી-ડિવીઝન પોલીસને સોંપી દેવાતા પીઆઇ એમ. બી. ઓૈસુરા, રશ્મીનભાઇ પટેલ અને ડી. સ્ટાફે તપાસ હાથ ધરી છે. તાહિર રણછોડનગરમાં પારૂલ બગીચામાં ચકરડી રાખી ધંધો કરે છે. જ્યારે બિલાલ હેમુ ગઢવી હોલ પાસે છકડો રાખી ફ્રુટનો ધંધો કરે છે. લોકડાઉનમાં ધંધો ઠપ્પ થઇ ગયો હોઇ બંનેએ પૈસા કમાવવા ગાંજો વેંચવાનું નક્કી કર્યુ હતું અને લાવ્યા હતાં પણ ગ્રાહક શોધે એ પહેલા પોલીસે તેને શોધી લીધા હતાં.

આ પણ વાંચો : રાજકોટ : જયરામદાસ બાપુની કથિત કામલીલાનો Viral Video દોઢ વર્ષ જૂનો? આપઘાતનું રહસ્ય ઘૂંટાયું

આ પણ વાંચો : સુરત : પરિણીતાને પ્રેમમાં મળ્યો દગો, પ્રેમીએ હોટલમાં શરીર સંબંધ બાંધી તરછોડી દીધી!

બંને ગાંજો કયાંથી લાવ્યા એ સહિતના મુદ્દે તપાસ કરવાની હોઇ રિમાન્ડ મેળવવા તજવીજ થઇ રહી છે. મહત્વનું છે કે અગાવ પણ શહેર એસઓજી દ્વારા અગાવ પણ ગાંજા ના જથ્થા સાથે અલગ અલગ લોકોને પકડી પાડતા હતા ત્યારે વધુ બે લોકોને ગાંજા ના જથ્થા સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Published by:Jay Mishra
First published:

Tags: Gujarati news, Marijuana, Rajkot News, ગુનો, રાજકોટ

આગામી સમાચાર