Home /News /rajkot /Rajkot Murder Case: રાજકોટમાં મિત્રએ મા-બહેન વિશે ગાળો આપતા ઉશ્કેરાઈને અન્ય મિત્રએ હત્યા કરી
Rajkot Murder Case: રાજકોટમાં મિત્રએ મા-બહેન વિશે ગાળો આપતા ઉશ્કેરાઈને અન્ય મિત્રએ હત્યા કરી
મૃતક યુવકની ફાઇલ તસવીર
Rajkot News: રાજકોટમાં ત્રણેક દિવસમાં જ મિત્રના હાથે મિત્રની હત્યા કરવાના બે બનાવ સામે આવી ચૂક્યા છે. ત્યારે રાજકોટ પોલીસે હત્યામાં સંડોવાયેલા ત્રણ આરોપીની ધરપકડ કરી છે.
રાજકોટઃ શહેરમાં ક્રાઇમ રેટ વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ત્રણેક દિવસમાં જ મિત્રના હાથે મિત્રની હત્યા કરવાના બે બનાવ સામે આવી ચૂક્યા છે. ત્યારે રાજકોટ પોલીસે હત્યામાં સંડોવાયેલા ત્રણ આરોપીની ધરપકડ કરી છે.
આરોપી યુવકની તસવીર
ગળના ભાગે છરીનો ઘા માર્યો હતો
મળતી માહિતી પ્રમાણે, સોમવારે રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા જાગનાથ પ્લોટ વિસ્તારમાં હત્યા કરવામાં આવી હતી. નેપાળી યુવકને તેના જ મિત્રએ છરીનો ઘા ઝીંકી પતાવી દીધો હોવાનું સામે આવ્યું હતું. જાગનાથ લોટ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા કમલ નેપાળીની તેના જ મિત્ર સુરેશ નેપાળીને ગળાના ભાગે છરીના ઘા મારી હત્યા કરી નાંખી હતી. ત્યારે આ મામલે એ ડિવિઝન પોલીસ દ્વારા આઇપીસીની કલમ 302 તેમજ ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધી સુરેશ નેપાળીની ધરપકડ કરી છે.
બંને ઘણાં સમયથી મિત્રો હતા
પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક છેલ્લા ઘણાં સમયથી રાજકોટ શહેરમાં ભાડે મકાન રાખી રહેતો હતો. તેમજ હાલ તે એસ્ટ્રોન ચોકમાં આવેલા ઇલેક્ટ્રોનિક્સના શો-રૂમમાં કામ કરતો હતો. મૃતક કમલ અને વિજય બંને ઘણા સમયથી મિત્રો હતા. ગઈકાલે પણ બંને ઘર પાસે સાથે બેઠા હતા. તે સમયે મૃતક કમલે વિજયને માતા તેમજ બહેન અંગે ગાળો આપતા વિજય ઉશ્કેરાઈ ગયો હતો. જેથી તેને આવેશમાં આવી ગળાના ભાગે છરીનો ઘા મારી કમલને પતાવી દીધો હતો.
મળતી માહિતી મુજબ, મૃતક કમલને સંતાનમાં બે દીકરીઓ છે. એક દીકરી દેશમાં રહે છે જ્યારે કે બીજી દીકરી તેની માતા સાથે જાગનાથ પ્લોટમાં તેની સાથે જ રહે છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પૂર્વે રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ મિત્રના હાથે જ મિત્રની હત્યા કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો હતો.