Home /News /rajkot /

Rajkot: રાજકોટના મેળામાં જાવ છો, તો જાણો આ 18 જગ્યાની માહિતી કે જ્યાં કરી શકશો ફ્રીમાં પાર્કિંગ

Rajkot: રાજકોટના મેળામાં જાવ છો, તો જાણો આ 18 જગ્યાની માહિતી કે જ્યાં કરી શકશો ફ્રીમાં પાર્કિંગ

જાણો કેટલા રસ્તા બંધ કરાયા, કેટલી જગ્યાએ વાહન પાર્કિંગ કરી શકાશે

સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના લોકમેળાને આજે ખુલ્લો મૂકવામાં આવશે. સૌરાષ્ટ્રભરમાંથી લોકો આ લોકમેળો માણવા આવશે. ત્યારે લોકોને પરેશાની પડે તે માટે રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે

    Rajkot:સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના લોકમેળાને (Janmashtami fair in Rajkot) આજે ખુલ્લો મૂકવામાં આવશે. સૌરાષ્ટ્રભરમાંથી લોકો આ લોકમેળો માણવા આવશે. ત્યારે લોકોને પરેશાની પડે તે માટે રાજકોટ પોલીસ કમિશ્નર (Rajkot Commissioner of Police) દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં 18 જગ્યાએ ફ્રી પાર્કિંગની (Free parking) વ્યવસ્થા કરવામાં આવી છે. લોકમેળો રેસકોર્સ મેદાનમાં રાખવામાં આવ્યો છે. ત્યારે નજીકના ચાર રસ્તાઓ વાહનની અવર-જવર માટે ખુલ્લા રાખવામાં આવ્યા છે. તેમજ 17 રસ્તા બંધ કરવામાં આવ્યા છે જેની નગરજનોએ ધ્યાને લેવા વિનંતી કરી છે. આ જાહેરનામું 21 ઓગસ્ટ સુધી અમલમાં રહેશે. જેમાં રેસકોર્સ રિંગ રોડ ફરતે તમામ વાહનો 10 કિમીથી વધુ ઝડપથી ચલાવી શકાશે નહીં.

    આ રસ્તાઓ બંધ રહેશે

    બહુમાળી ભવન સર્કલથી પોલીસ હેડ ક્વાર્ટર સર્કલ સુધી, પોલીસ હેડ ક્વાર્ટરથી જૂની એનસીસી ચોક, તેમજ અહીંથી આમ્રપાલી અંડરબ્રિજ સુધી, ચાણક્ય બિલ્ડિંગ ચોકથી બહુમાળી ભવન ચોક, બહુમાળી ભવન ચોકથી જિલ્લા પંચાયત ચોક, જિલ્લા પંચાયત ચોકથી બહુમાળી ભવન, ટ્રાફિક શાખાથી પોલીસ હેડ ક્વાર્ટર સર્કલ સહિતના રસ્તા પરથી વાહનોની અવર જવર કરી શકાશે નહીં.

    નો-પાર્કિંગ ઝોન જાહેર થયેલા વિસ્તારો

    રેસકોર્સ રિંગ રોડ જિલ્લા પંચાયત ચોકથી બહુમાળી ભવન ચોક, પોલીસ હેડ ક્વાર્ટર સર્કલ, જૂની એનસીસી ચોક, કિસાનપરા ચોક સુધી બંને બાજુ તમામ વાહનો માટે નો-પાર્કિંગ જાહેર કરવામાં આવ્યું છે, ચાણક્ય બિલ્ડિંગ ચોકથી ફૂલછાબ ચોક, જિલ્લા પંચાયત ચોક સુધી નો-પાર્કિંગ ઝોન રહેશે, રેસકોર્સ રિંગ રોડ ફરતે લારી, ગલ્લા, પાથરણા, રેંકડી રાખવાની મનાઇ ફરમાવાઈ છે.

    આ રસ્તા પરથી પસાર થઈ શકાશે

    ચાણક્ય બિલ્ડિંગ ચોકથી શ્રોફ રોડ સુધી, ટ્રાફિક શાખા રૂડા બિલ્ડિંગ જામનગર રોડથી એરપોર્ટ-ગાંધીગ્રામ તરફ ચાણક્ય બિલ્ડિંગ ચોકથી ફૂલછાબ ચોકથી જિલ્લા પંચાયત ચોકથી કિસાનપરા ચોક તરફ જઇ શકાશે. પોલીસ હેડ ક્વાર્ટર સર્કલથી રૂડા બિલ્ડિંગ તરફ જઇ શકાશે, કિસાનપરા ચોકથી જિલ્લા પંચાયત ચોકથી ફૂલછાબ ચોક તરફ જઇ શકાશે.

    આ પણ વાંચો:   રાષ્ટ્રધ્વજનું ન કરશો અપમાન, અહી આપો રાષ્ટ્રધ્વજ અને પીવો ફ્રીમાં ચા

    18 વિસ્તારને ફ્રી પાર્કિંગ જાહેર કરાયા

    નેહરુ ઉદ્યાન બહુમાળી ભવન સામે, એરપોર્ટ ફાટકથી આમ્રપાલી ફાટક પૂર્વ બાજુનો ભાગ રેલવે પાટા સામે, બાલભવન મેઇન ગેટથી આર્ટ ગેલેરી સુધી, ચાણક્ય બિલ્ડિંગ ચોકથી શ્રોફ રોડ પર બંને બાજુ 30-30 રિક્ષા માટે, કિસાનપરા ચોક એજી ઓફિસની દીવાલ પાસે 15 રિક્ષા માટે, કિસાનપરા ચોક સાઇકલ શેરિંગવાળી જગ્યા, આયકર વાટિકા સામે ખુલ્લી જગ્યા પાસે, ચૌધરી હાઇસ્કૂલ ગ્રાઉન્ડ, આકાશવાણી રોડ ગેલેક્સી બિલ્ડિંગથી સર્કિટહાઉસ સુધી એક તરફ, રેસકોર્સ રિંગ રોડ આયકર ભવન પાછળ આવેલા ખુલ્લા પ્લોટમાં, કિસાનપરા ચોક જૂની કેન્સર હોસ્પિટલનું ગ્રાઉન્ડ, કિસાનપરા ચોક કેપિટલ હોટેલ પાછળનું ગ્રાઉન્ડ, એસબીઆઇ બેન્ક સામે શારદાબાગ પાસેનું ગ્રાઉન્ડ, ચાણક્ય બિલ્ડિંગ ચોક પાસે નગર રચના અધિકારી કચેરીનું ગ્રાઉન્ડ, એરપોર્ટ ફાટક પાસે શ્રેયસ સોસાયટી પાસેનું ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકનું ગ્રાઉન્ડ, ધર્મેન્દ્રસિંહજી કોલેજ ગ્રાઉન્ડ, સર્કિટહાઉસ સામે મેમણ બોર્ડિંગનું ગ્રાઉન્ડ તથા હોમગાર્ડ ઓફિસર કોલોની બહુમાળી ભવન સામે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Janmashtami 2022, Latest News Rajkot, Rajkot police, Rajkot Samachar

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन