Home /News /rajkot /Rajkot: HIV પોઝિટિવ લોકોને મળશે મફત કાનૂની સેવા, આવી રીતે કરશે કામ

Rajkot: HIV પોઝિટિવ લોકોને મળશે મફત કાનૂની સેવા, આવી રીતે કરશે કામ

X
Rajkot

Rajkot : પહેલીવાર HIV પોઝિટિવ લોકોને મફત કાનૂની સહાય મળે તે માટે સેલની રચના કરાઈ

રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા એક સરાહનીય કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા એચ.આઈ.વી. પોઝિટિવ લોકોને મફત કાનૂની સહાય પૂરી પાડવા માટે જૂની કલેકટર કચેરી ખાતે પેરાલીગલ વોલીન્ટીયર સેલનું ઉદ્ઘાટન કર્યું હતું.

વધુ જુઓ ...
Mustufa Lakdawala, Rajkot: રાજકોટમાં જિલ્લા કલેક્ટર  દ્વારા HIV પોઝિટિવ લોકો માટે એક ખાસ સેલની રચના કરવામાં આવી છે. જે અંતર્ગત HIV પોઝિટિવ લોકોને સરકાર તરફથી મળતી તમામ સહાય અંગેની માહિતી આપવામાં આવશે અને તેમને બનતી તમામ મદદ પુરૂ પાડવામાં આવશે.

જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યુ હતું કે રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા એક સરાહનીય કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા એચ.આઈ.વી. પોઝિટિવ લોકોને મફત કાનૂની સહાય પૂરી પાડવા માટે જૂની કલેકટર કચેરી ખાતે પેરાલીગલ વોલીન્ટીયર સેલનું ઉદ્ઘાટન કર્યું હતું.

તમને જણાવી દઈ કે ગુજરાતમાં સૌપ્રથમ વખત એચ.આઈ.વી. પોઝિટિવ લોકો માટે ખાસ પી.એલ.વી. કેન્દ્ર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને આર.ડી એન.પી.પ્લસ ટ્રસ્ટ દ્વારા જૂના યુ.એલ.સી.બિલ્ડિંગ જૂની કલેકટર કચેરી ખાતે આ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: અમદાવાદ: રખડતા ઢોરે મહિલાને અડફેટે લીધી, ઘટના CCTVમાં કેદ

આ કેન્દ્ર પર ટ્રાન્સજેન્ડર કે સમલૈંગિક લોકો છે તેઓ આ કેન્દ્ર પર આવીને તમામ માહિતી મેળવી શકે છે. આ તમામ સુવિધા ફ્રીમાં આપવામાં આવશે.આવા લોકોને કઈ જગ્યાએ સમસ્યા આવી રહી છે અથવા તો વાત ક્યા અટકે છે તે તમામ અંગે માહિતી આપવામાં આવશે.આ સેલ શરૂ કરવાથી નાના લોકોને વધારે ફાયદો થશે અને તેઓ તમામ પ્રકારની માહિતી મેળવી શકશે.



આ કેન્દ્ર ખાતેથી દર સોમવાર અને બુધવારે 3થી 5ની વચ્ચે અરજદારો કાનૂની મફત કાનૂની સહાય મેળવી શકશે. પી.એલ.વી. કેન્દ્ર શરૂ થવાથી કાનૂની સહાય મેળવવા માટે અરજદારને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જવું નહિ પડે અને પી.એલ.વી. કેન્દ્ર ખાતે જ આર.ડી.એન.પી સંસ્થામાં જ ખાનગી અને અલાયદા વાતાવરણમાં જરૂરી માર્ગદર્શન અને સહાય મેળવી શકાશે. રાજકોટ શહેર અને જિલ્લાના એઇડ્સ ગ્રસ્ત દર્દીઓને લાભ લેવા કલેક્ટરે અનુરોધ કર્યો છે.
First published:

Tags: Crime Police, Help, HIV positive, Local 18, Patients, Rajkot News