Home /News /rajkot /રાજકોટ: પૂર્વ મંત્રી અને ધારાસભ્યનો અંગત મદદનીશ બન્યો ગઠિયાઓનો ભોગ! 

રાજકોટ: પૂર્વ મંત્રી અને ધારાસભ્યનો અંગત મદદનીશ બન્યો ગઠિયાઓનો ભોગ! 

હિતેશ ભટ્ટીની ફરિયાદના આધારે સાઇબર ક્રાઇમે ગુનો નોંધી બે જેટલા આરોપીની ધરપકડ પણ કરી છે. 

જેથી ફરિયાદીએ પોતાના મિત્રો અને સગા સંબંધીઓને પૈસા મોકલી આપવા જણાવ્યું હતું. તો સાથોસાથ તાલીમ પૂરી થયા બાદ બધાને કોલ લેટર પણ આવી જશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું.

રાજકોટ: આપણે ત્યાં કહેવત છે કે, લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે. રાજકોટ શહેરમાં આ કહેવત ફરી એક વખત સાચી થઈ છે. ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી અને હાલ વિધાનસભા ક્ષેત્ર 70 ના ધારાસભ્ય ગોવિંદ પટેલના અંગત મદદનીશ ગઠિયાઓનો ભોગ બન્યા હોવાની ઘટના સામે આવી છે. ગોવિંદ પટેલના અંગત મદદનીશ હિતેશ ભટ્ટીની ફરિયાદના આધારે સાઇબર ક્રાઇમે ગુનો નોંધી બે જેટલા આરોપીની ધરપકડ પણ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગોવિંદ પટેલના અંગત મદદનીશને 14 ઓક્ટોબરના રોજ કોલ આવ્યો હતો. Truecaller માં નામ ડેપ્યુટી કમિશનર ગાંધીનગર લખેલું હતું. સમાપક્ષેથી કહેવામાં આવ્યું હતું કે, હું આણંદ કૃષિ યુનિવર્સિટીમાંથી રાહુલ પટેલ બોલું છું. અમારી કૃષિ યુનિવર્સિટીમાં ક્લાસ 3 અધિકારીની ભરતી થઈ છે. જેમાંથી કેટલાક અધિકારીઓની બદલી થઈ જતા તેઓ બીજે જતા રહ્યા છે. જેના કારણે હજુ પણ બાર જગ્યાઓ ખાલી પડી છે. જો તમારા કોઈ સગા સંબંધી મિત્રો ગ્રેજ્યુટ હોય તેમ જ તેઓ નોકરી કરવા માગતા હોય તો તેમના બાયોડેટા અમારા મેલ આઈડી પર મોકલી આપો. તેમ કહી ફોન કરનાર વ્યક્તિએ પોતાનો મેઇલ આઈડી પણ મોકલી આપ્યું હતું. જેથી ગોવિંદભાઈના અંગત વિશે પોતાના મિત્રોને સગા સંબંધીઓને વાતચીત કરી તેમને રાહુલ પટેલના ઇમેલ આઇડી ઉપર પોતપોતાના બાયોડેટા મોકલી આપવા જણાવ્યું હતું.

આ પણ વાંચો: 'જ્યારે પણ પત્ની શાક લેવા જતી પડોશણ બેડરૂમમાં પતિ સાથે જ હોતી'

બાદમાં, 16 ઓક્ટોબરના રોજ ફરીથી સામેવાળાનો કોલ આવ્યો હતો. તેણે કહ્યું હતું કે, જય સરદાર યુનિવર્સિટીના કૃષિ વિભાગમાં 15 દિવસની તમને સૌને તાલીમ આપવામાં આવશે. તાલીમ અંતર્ગત પ્રત્યેક ઉમેદવારે ₹9,850 ભરવા પડશે. પરિણામે ગોવિંદભાઈના અંગત મદદ વિશે આ રકમ કઈ રીતે મોકલવાની છે તેમ કહેતા સામા પક્ષ દ્વારા google પે ઉપર મોકલી આપો તેમ કહીને પોતાનો નંબર આપ્યો હતો.
" isDesktop="true" id="1278558" >

આ પણ વાંચો: સુરત: હવે ટોપી, ખેસ, ઝંડાની બોલબાલા

જેથી ફરિયાદીએ પોતાના મિત્રો અને સગા સંબંધીઓને પૈસા મોકલી આપવા જણાવ્યું હતું. તો સાથોસાથ તાલીમ પૂરી થયા બાદ બધાને કોલ લેટર પણ આવી જશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું. તેમજ તાલીમ માટે નવેમ્બરમાં હાજર થઈ જવાનું રહેશે. જોકે બાદમાં તપાસ કરતા તમામ લોકો છેતરાઈ ગયા હોવાનું જણાઈ આવ્યું હતું.



જેના કારણે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાતા અમરેલીના લાઠીનો મયુર તેમજ અમદાવાદના નવા વાડજનો નિહાર ઉર્ફે વીકીની ધરપકડ કરવામાં આવી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: ગુજરાત, ઠગાઇ, રાજકોટ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन