Home /News /rajkot /ગોંડલ પાસે પ્રવીણ તોગડિયાની કારનો ફરી અકસ્માત, કોઇ જાનહાની નહીં!

ગોંડલ પાસે પ્રવીણ તોગડિયાની કારનો ફરી અકસ્માત, કોઇ જાનહાની નહીં!

થોડા સમય પહેલા સુરતમાં થયેલા અકસ્માત વખતની તસવીર

વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ આંતરરાષ્ટ્રીય પ્રમુખ પ્રવીણ તોગડિયાની કારને ફરી એકવાર અકસ્માત નડ્યો છે, આ વખતે તોગડિયાની કારને ગોંડલ પાસે અકસ્માત નડ્યો

  વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ આંતરરાષ્ટ્રીય પ્રમુખ પ્રવીણ તોગડિયાની કારને ફરી એકવાર અકસ્માત નડ્યો છે, આ વખતે તોગડિયાની કારને ગોંડલ પાસે અકસ્માત નડ્યો છે. પ્રવીણ તોગડિયાની કાર સામે અન્ય એક કાર આવી જતા સામસામે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જો કે ઘટનામાં કોઇ જાનહાની થઇ ન હતી.

  આ પણ જુઓ  VIDEO: માતાની બહાદુરી, દીપડાનું મો પહોંળુ કરીને પુત્રનો બચાવ્યો જીવ

  પ્રાથમિક વિગત પ્રમાણે પ્રવીણ તોગડિયા પોતાની કારના કાફલા સાથે ગોંડલ પાસેથી પસાર થઇ રહ્યાં હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. તોગડિયા જે કારમાં સવાર હતા તે કાર અન્ય એક કાર સાથે અથડાઇ હતી. ઘટનામાં કોઇ જાનહાની થઇ ન હતી, જો કે તોગડિયાની કારમાં નુકશાન પહોંચ્યું હતું.

  થોડા સમય પહેલા જ સુરતના કતારગામ ખાતે પ્રવીણ તોગડિયાની કારને અકસ્માત નડ્યો હતો. પ્રવીણ તોગડિયાની સ્કોર્પિયો ગાડી અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતમાં કોઈ જાનહાની થઇ ન હતી. અકસ્માત બાદ પ્રવીણ તોગડિયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, 'મારી હત્યા કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું છે. બુલેટપ્રુફ ગાડી હોવાને કારણે અકસ્માતમા મારો બચાવ થયો છે.

  સુરતમાં બનાવ બાદ તોગડિયાએ જણાવ્યું હતું કે મારી સુરક્ષામાં છીંડા કરવામાં આવ્યા છે. અકસ્માત વખતે ડ્રાઇવરે ટ્રકને રોકી ન હતી. મને પૂરતી સુરક્ષા આપવામાં આવી નથી. હું ઇચ્છું છું કે આ અકસ્માતની યોગ્ય તપાસ કરવામાં આવે.
  Published by:Sanjay Vaghela
  First published:

  Tags: Pravin Togadiya, VHP

  विज्ञापन
  विज्ञापन