Home /News /rajkot /રાજકોટ: ઓસ્ટ્રેલિયાથી આવનાર યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, પરિવારના રિપોર્ટ નેગેટિવ

રાજકોટ: ઓસ્ટ્રેલિયાથી આવનાર યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, પરિવારના રિપોર્ટ નેગેટિવ

કોરોના વાયરસ

Ahmedabad News: આરોગ્ય કેન્દ્ર પર સૂચના આપી દેવામાં આવી છે કે, શરદી ઉધરસ ગંભીર પ્રકારે જણાય તો તેમના પણ કોરોનાના ટેસ્ટ કરાવવામાં આવે. તો સમગ્ર મામલે રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં હોવાનું પણ ડેપ્યુટી મ્યુની. કમિશનરે જણાવ્યું હતું.

વધુ જુઓ ...
અમદાવાદ: કોરોનાના નવા વેરીએન્ટને લઈને સમગ્ર વિશ્વ જ્યારે ચિંતિત છે. ત્યારે બીજી તરફ રાજકોટ શહેરમાં વિદેશી યુવતીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. ઓસ્ટ્રેલિયાથી રાજકોટ પહોંચનાર વિદેશી યુવતીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા રાજકોટ શહેરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે ડિસેમ્બર માસમાં અત્યાર સુધીમાં પાંચ વ્યક્તિઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

ન્યુઝ18ગુજરાતી સાથેની વાતચીતમાં રાજકોટ મનપાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે આશિષકુમાર જણાવ્યું હતું કે, કોરોનાની સ્થિતિ હાલ રાજકોટ શહેરમાં કાબુમાં છે. લોકોએ ચિંતિત થવાની કોઈ જરૂર નથી પરંતુ સાવચેત રહેવાની ચોક્કસ જરૂર છે. વિદેશી યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તે 18મી તારીખના રોજ અમદાવાદથી બાય રોડ રાજકોટ આવી પહોંચી હતી.  રાજકોટ શહેરમાં તેનો પતિ અને તેના પરિવારજનો રહેતા હોવાથી યુવતી રાજકોટ આવી હતી.

રાજકોટ આવી પહોંચેલી યુવતીમાં 19મી તારીખના રોજ કોરોનાના કેટલાક લક્ષણો જોવા મળતા તેનો ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. 20 તારીખના રોજ યુવતીનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. જેનો રિપોર્ટ ગત 21મી તારીખના રોજ પોઝિટિવ આવતા યુવતીના સંપર્કમાં આવેલા તમામ પરિવારજનોના રિપોર્ટ કરાવવામાં આવ્યા છે. પરંતુ તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. રાજકોટ રહેતા તમામ પરિવારજનોએ બુસ્ટર ડોઝ પણ લઈ લીધેલ છે.

આ પણ વાંચો: અનિરુદ્ધસિંહ જાડેજા સહિત છ સામે પોલીસ ફરિયાદ

હાલ રાજકોટ શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા માત્ર એક છે. કોરોનાના નવા વેરીએન્ટને લઈ યુવતીનું જે સેમ્પલ ને તપાસ માટે ગાંધીનગર લેબ ખાતે મોકલી આપવામાં આવ્યું છે. પોઝિટિવ આવેલી વિદેશી યુવતીની શારીરિક સ્થિતિ ખૂબ જ સ્વસ્થ જોવા મળી રહી છે. તેમજ પરિવારના એક પણ લોકોમાં કોરોનાનો એક પણ લક્ષણ જોવા નથી મળી રહ્યો.

આરોગ્ય કેન્દ્ર પર સૂચના આપી દેવામાં આવી છે કે, શરદી ઉધરસ ગંભીર પ્રકારે જણાય તો તેમના પણ કોરોનાના ટેસ્ટ કરાવવામાં આવે. તો સમગ્ર મામલે રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં હોવાનું પણ ડેપ્યુટી મ્યુની.



કમિશનરે જણાવ્યું હતું. તેમજ લોકો કોવિડથી બચવા માટે સાવચેત રહે તેમ જ કોવિડના નીતિ નિયમોનું પાલન કરે તે જરૂરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: કોરોના વાયરસ, ગુજરાત, રાજકોટ