Mustufa Lakdawala,Rajkot : રાજકોટ મહાનગપાલિકા (Rajkot Municipal Corporation)દ્વારા ચોમાસાની ઋતુમાં(Monsoon in Saurashtra) ખાસ કરીને અતિ ભારે વરસાદ પડે ત્યારે લોકો મુશ્કેલીમાં ન મૂકાય તે માટે ફ્લડ કંટ્રોલરૂમ(Flood control room) શરૂ કર્યો છે. જેમાં સંપર્ક કરતા જ RMCની ટીમદોડી આવશેઅને તમારી મુશ્કેલીઓનું નિરાકરણ લાવશે. રાજકોટમાં ગત રવિવારેતોફાની પવન સાથે એક ઇંચ વરસાદમાં ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી(Trees collapsed) થયા હતા. આથી લોકો મુશ્કેલીમાં મૂકાઇ ગયા હતા. આ ફ્લડ કંટ્રોલરૂમ એક જૂનથી કાર્યરત કરવામાં આવ્યો છે.
24 કલાક ફ્લડ કંટ્રોલરૂમ કાર્યરત
આશીષ કુમાર નાયબ કમિશ્નરે જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા વિસ્તારમાં વરસાદ આવે ત્યારે કોઈ પણ પ્રકારની તકલીફ લોકોને પડે તે માટે ફાયર કંટ્રોલરૂમ ચાલુ જ છે. પણ આ વર્ષે મનપા કચેરીએ ફ્લડ કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં બાંધકામના સ્થળો પર વર્ક આસિસ્ટન્ટ 24 કલાક હાજર હોય છે. કોઈ પણ સ્થળે વરસાદમાં પાણી ભરાઇ કે કોઈ પણ પ્રકારની લોકોને મુશ્કેલી પડે તો આ કંટ્રોલરૂમનો સંપર્ક કરવાનો રહેશે. મનપા દ્વારા જેસીબી અને ટ્રેક્ટરની સુવિધા ઉપલબ્ધ કરાવી છે.
ફ્લડ કંટ્રોલ રૂમનો નંબર શું છે?
વધુમાં જણાવ્યું હતું કે, આ સેવાનો લાભ લોકો ફ્લડ કંટ્રોલરૂમમાં ફોન કરીને લઇ શકે છે. 0281-2228741 અને0281-222 5707 આ બે નંબર પર વરસાદમાં તકલીફ પડે ત્યારે લોકો સંપર્ક કરી શકે છે. એકજૂનથી આ કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. વરસાદમાં લોકોને કોઈપણ પ્રકારની તકલીફ હોય કે મુશ્કેલી થાય ત્યારે તાત્કાલિક તેનું નિરાકરણ કરવા માટે મહાનગરપાલિકાની ટીમ સજ્જછે. આ વખતે સિટી એન્જિનિયરના નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. જ્યાં બાધકામના લોકો હાજર હોય છે. આ સાથે વોટ્સએપ નંબર પણ જાહેર કર્યો છે. જે નંબર છે 951230973. આ નંબર પણ લોકો આ કંટ્રોલરૂમનો સંપર્ક કરી શકે છે.
ફાયર વિભાગમાં રવિવારે 40થી 42 વૃક્ષ પડ્યાના કોલ મળ્યા
આઈ.વી.ખેર ફાયર ચીફ ઑફિસરે જણાવ્યું હતું કે, રવિવારે રાજકોટમાં પવન સાથે વરસાદ પડ્યો હતો એટલે ઝાડવા પડવાની ફરિયાદો વધુ મળી હતી. જેમાં 40થી 42 ઝાડ પડી ગયાની ફરિયાદ મળી હતી. જેમાં ફાયર વિભાગની ટીમ સ્થળ પહોંચી એક પછી એક ઝાડને હટાવી દીધા હતા. ત્રણથી ચાર ઝાડ ઘર પર પડ્યા હતા. 2 કાર પર ઝાડ પડ્યા હતા. આ ઘટનામાં કોઈને જાનહાનિ થઈ નથી. બધા રોડ-રસ્તા ક્લિયર કરીને તેનું ગાર્ડન શાખા સાથે પણ કામ કર્યું હતું. હોસ્પિટલ ઉપર રૂફનું પતરૂ ઉડી ગયું હતું. એ પણ ક્લિયર કરવામાં આવ્યું હતું. લોકોને અપીલ છે કે પવન સાથે વરસાદ પડે ત્યારે ઝાડ નીચે અથવા વીજપોલ નીચે ઉભું રહેવું નહીં. પોતાના મકાન કે બિલ્ડીંગ પર રૂફ હોય તો ચેક કરી લેવા. કારણ કે નટ-બોલ્ટ કાટી ગયા હોય તો પવનમાં ઉડવાની શક્યતા વધી જાય છે.
ફાયરની 101ની 4 અને 102ની 3 લાઇન કાર્યરત
વધુમાં જણાવ્યું હતું કે, કુદરતી હોનારત કે વરસાદ હોય ત્યારે શહેરના 8-8 ફાયર સ્ટેશનમાં ઇમરજન્સી રિસ્પોસ સ્ટેશન છે. જેની તમામ ટીમોને તૈનાત કરવામાં આવે છે. તે આઠે આઠે સ્ટેશનમાં એક ટીમ સાથે ક્રૂ મેમ્બર જોડાયેલ છે. કોઈને ઇમરજન્સી જરૂર પડે તો ફાયર વિભાગનો સંપર્ક કરી શકે છે. અમારા નંબર છે 0281- 2227222 અને 101ની ચાર લાઇન છે તેમાં ફોન કરી શકે છે. તેમજ 102ની પણ ત્રણ લાઇન છે તે તમામ કાર્યરત છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Gujarat monsoon 2022, Monsoon 2022, Rajkot News